Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 16
________________ ૬. સુગંધનું મૂલ્યા કઠિયારો રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, તેણે એક હવેલીની બહાર માણસોનું ટોળું જોયું. કુતૂહલવશ તે ભીડમાં અંદર પ્રવેશ્યો. લોકોને પૂછયું, કે ભાઈ ! શેના ટોળે વળ્યા છો ? ટોળામાંથી એક વ્યક્તિ તેને સામો પ્રશ્ન પૂછે છે કે અહીં તને કોઇ સુગંધનો અનુભવ થાય છે ? કઠિયારો કહે છે કે હા ભાઇ, કોઇ દિવ્ય, અલૌકિક સુગંધ હું અનુભવી રહ્યો છું. આ પૂર્વે ક્યારેય આવી સુગંધ માણી નથી, પરંતુ તમે કહો તો ખરા કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે ? પેલી વ્યક્તિએ કઠિયારાને જવાબ આપ્યો, સામે જે હવેલી દેખાય છે. ત્યાંથી સુગંધ આવે છે. કાશ્મીરશ્રેષ્ઠી સુગંધભંડારીની એ હવેલી છે તેના ઘરમાં ભાત બને અને એ ભાત જયારે એ જમતા હોય ત્યારે તે સુગંધીદાર ભાતની સુગંધ આજુબાજુ એટલી પ્રસરે છે તે દિવ્ય સુગંધ લેવા લોકોના ટોળાં હવેલી બહાર ઊભા રહે. કઠિયારો મનમાં કૃતનિશ્ચયી બને છે કે કોઈ પણ ભોગે હું આ ભાતનો કોળિયો ખાઇશ. સુગંધ ભંડારી નામે ઓળખાતા શ્રેષ્ઠીને આંગણે જઇને કઠિયારો ભાતનો એક કોળિયો આપવા વિનવે છે. ભંડારી. તેને તિરસ્કૃત કરી અને કહે છે કે 'મફતમાં એક કોળિયો તો શું એક દાણો સુધ્ધાં નહીં મળે..... !' કઠિયારો કહે હે શેઠ, ‘આ ભાતની કિંમત તો આપ મને કહો ?' ‘તારા જેવા નિર્ધન....કંગાલ માણસ મારા ભાતની કિંમત ન ચૂકવી શકે’ શેઠે રુવાબભેર કહ્યું. કોઇપણ ભોગે હું ભાત મેળવવા નિશ્ચયી છું.' કઠિયારાએ જણાવ્યું. ‘એક મહિનો તું મારી ગુલામી કરે તો હું તને એક થાળી ભરીને ભાત ખાવા આપીશ', સુગંધ ભંડારીએ ભાતની કિંમત. બતાવી. કઠિયારાએ આ શરત મંજૂર કરી. એક મહિના સુધી હવેલીમાં સતત શેઠની સેવા-ચાકરી કરી, એક મહિનાની ગુલામીને અંતે શેઠે કઠિયારાને થાળી ભરીને ભાત આપ્યો. કઠિયારો ભાતની અલૌકિક સુગંધ થી પ્રસન્ન થઇ ગયો અને ભાત જમતા પહેલા હાથ મોં ધોવા માટે ઊભો થયો. ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કર્યાનો આનંદ અને સંતોષ તેના મુખારવિંદ પર હતો. એટલામાં તેણે એક સંતોનું વૃંદ શેઠની હવેલીમાં જોયું. તે સંતો ભિક્ષા ગ્રહણ કરવા આવ્યા હતા. સંતોને ભિક્ષા આપવાની શેઠે ના પાડી એટલે તે ભિક્ષા લીધા વિના જ પાછા ફરી રહ્યાં હતાં. ભિક્ષા ન મળવા ૨૬ -

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48