Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 14
________________ ૫. દૂધનો રોટલો દક્ષિણા ચૂકવી. રાજા હરિશ્ચંદ્રની દાન ભાવના ભારતીય સંસ્કૃતિના પૂર્ણતઃસ્વત્વ વિસર્જનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઇ ગઇ. સમર્થસ્વામી રામદાસના શિષ્ય છત્રપતિ શિવાજીને પોતાના ગુરુની નિજાનંદી મસ્તી જોઇને વિચાર આવ્યો કે જીવનનો સાચો આનંદ રાજય વૈભવમાં નથી. રાજય કારોબારમાં તો નિત્યનવી સમસ્યા છે. આમાંથી નિવૃત્તિ લઇ સન્યાસ લઇ લઉં તો જીવનનો સાચો આનંદ માણી શકું. ગુરને પોતાના હૃદયની વાત કરી, ગુરુએ સાધુ જીવનની અનુમોદના કરી તો શિવાજીએ કહ્યું કે, ‘આપના. ખ્યાલમાં કોઇ યોગ્ય વ્યક્તિ હોય તો હું તેને રાજ કાર્યભાર સોંપી સંન્યાસ લઉં.' સ્વામીજીએ કહ્યું કે ‘મને રાજય સોંપી તું શાંતિથી વનમાં જા હું રાજય ચલાવીશ.' શિવાજીએ જળ લઇને રાજય દાનનો તરત જ સંકલ્પ કર્યો. પછી પોતાના ભવિષ્યના નિર્વાહ માટે થોડીક સુવર્ણ મુદ્રાઓ લેવા રાજકોષ તરફ ડગ માંડ્યા સ્વામીજીએ શિવાજીને રોકીને કહ્યું 'હવે એ રાજકોષ પર તારો અધિકાર નથી, સમગ્ર રાજય તેં મને દાનમાં આપી દીધું છે. શિવાજી પહેર્યો કપડે ચાલવા માંડ્યા. સ્વામી રામદાસે કહ્યું કે ‘તું જીવનનિર્વાહ માટે શું કરીશ ?' શિવાજી કહે ?' મહેનત મજદૂરી નોકરી !' સ્વામીજી કહે જો નોકરી જ કરવી હોય તો મારી નોકરી કર ! હવે તેં મને આ રાજય આપી દીધું છે. તેની વ્યવસ્થા દેખભાળ માટે હું કોઈ પણ વ્યક્તિની નિમણૂંક કરી શકું છું. મારે યોગ્ય વ્યક્તિ શોધવી પડશે, મને લાગે છે કે આ કામ માટે તુંજ સંપૂર્ણ યોગ્ય છો, મારા આ રાજય કારભારના પાલનની હું તને જવાબદારી સોંપું છું. તું ‘સેવકમાત્ર’ છો તે રીતે રાજ્ય સંભાળજે, રાજ્યને મારી થાપણ ગણી સંભાળજે ! સેવકભાવે રાજ્યની સંપત્તિનો ઉપયોગ કરતા રહી શિવાજી એક આદર્શ રાજ્યવહીવટક્ત બની ગયા. - ગાંધીજીને ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિ એ કહ્યું છે કે અહંત્વ, સ્વત્વ અને સ્વામીત્વ વિસર્જન દાનનું મુખ્ય સફળ અંગ છે. પૂર્વાચાર્યોએ માર્ગાનુસારીના ગુણોમાં ન્યાયસંપન્ન વૈભવને સ્થાન આપ્યું છે. ન્યાયસંપન્ન વૈભવ એટલે પ્રામાણિકતાથી મેળવેલી. સંપત્તિ, જે સંપત્તિ નીતિ, ન્યાય, અન્યનું શોષણ કર્યા વિના બીજાને. પીડા આપ્યા વિના, હક્કની સંપત્તિ મેળવી હોય તે પ્રામાણિકતાથી સંપન્ન કરી કહેવાય, ન્યાયસંપન્ન વૈભવની ભાવના ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં અભિપ્રેત છે. જે માયા કપટથી રહિત હોય, અહિંસક હોય, અન્યની પરિસ્થિતિનો વિચાર કરીને મેળવેલી સંપત્તિ હોય તે જ સ્વ પરનું કલ્યાણ કરી શકે. સત્યના આધારે નિર્વાહ કરતી વ્યક્તિનું જીવન સત્ત્વશીલ હોય છે. વિક્રમ સં૧૭૪૦માં કાઠિયાવાડ અને ગુજરાતના મોટાભાગમાં દુષ્કાળ પડ્યો, વરસાદ માટે પ્રાર્થનાઓ યોજાઇ. ગુજરાત નરેશે. યજ્ઞો કર્યા પરંતુ વરસાદ ન આવ્યો, પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ. મૂંગા પશુઓ પ્રાણી માટે તલસવા લાગ્યા. કેટલાક શાણા માણસોએ રાજાને કહ્યું કે આપણા રાજયનો એક વેપારી જો ધારે તો વરસાદ R

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48