________________
લાવી શકે. રાજા તે વેપારી પાસે ગયા અને કહ્યું તમે પ્રભુને પ્રાર્થના કરી વરસાદ લાવો. વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું કે હું તો એક નાનકડો વેપારી છું મારી પ્રાર્થનાથી શું થશે ? કોઇ મોટા સાધુ-સંત, ભક્ત, મહંત પ્રાર્થના કરે કે યજ્ઞ કરવામાં આવે તો વરસાદ આવે, રાજાએ કહ્યું અમે બધાં પ્રયત્નો કર્યાં છે. સમગ્ર રાજય વતી હું આપને પ્રાર્થના કરું છું. કે ભૂખ્યા પ્રજાજાનો અને અબોલ પશુઓ પર દયા કરી આપ પ્રભુ પાસે વરસાદ માંગો,
રાજાની વિનંતીથી આખરે વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી, તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઇને કહ્યું કે, “જો આ ત્રાજવાથી મેં ક્યારેય કોઇને ઓછું અધિકું તોલી દીધું ન હોય તો, નીતિનું જ સેવન કર્યું હોય, સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ તમે અનુગ્રહ કરજો, મેઘરાજ અમારું કલ્યાણ કરવા પધારો.'
હજુ વેપારીએ પ્રાર્થના પૂરી કરી તેટલામાં વાદળા ઘેરાવા લાગ્યા અને થોડીવારમાં મેઘરાજાની મહેર થઇ.
પ્રામાણિક્તા અને ન્યાયસંપન્નતાથી પરમતત્ત્વો પણ વશમાં વર્તે છે.
સંત ગુરુ નાનક ફરતાં ફરતાં એક નાનકડા શહેરમાં પહોંચ્યા ત્યાં એક શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને ઘેર એક ભોજન સમારંભ હતો. તેણે ઘણા સાધુબાવા, સંતો, કીરો, ઓલીયા પીરને જમવાનું આમંત્રણ આપેલું, તેમણે નાનકજીને પણ આમંત્રણ મોકલ્યું. જમવા સમયે નાનકજી જેવા વિખ્યાત સંત મારે ત્યાં આવે તો મારી વાહવાહ થઇ જાય જેથી પોતે બોલાવવા ગયા. સંતે શેઠને કહ્યું કે હવે બહુ મોડું થઇ ગયું છે તો જેથી હું તમારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું અહીં જે ટુકડો મળે તે ખાઇ લઇશ.
શેઠને થયું મારી ઈજજતનો સવાલ છે જેથી તેણે અનુચરોને પોતાને ત્યાંથી ભોજનનો થાળ લાવવાની આજ્ઞા કરી.
૨૩
એટલામાં લાલજી નામનો એક ગરીબ ભક્ત ભોજનનો થાળ લઇને આવ્યો, ગરીબ લાલો બે ગાય રાખીને થોડી મજૂરી કરી, થોડું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા દૂધમાંથી છાશ બનાવી પોતે ઉપયોગ કરે અને બીજી ગરીબોને મફત આપે અને સંતોની ભક્તિ કરે. ભોજનમાં તે છાશ રોટલો લાવેલો.
એટલામાં શેઠના માણસો પકવાન ભરેલો ભોજનનો થાળ લઇ આવ્યાં. નાનકજીએ રોટલોને છાશ ખાવા લાગ્યાં શેઠે કહ્યું કે મારા પકવાનનાં થાળ આરોગો. ગુરુ નાનકે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં પકવાન લીધો રોટલામાંથી દૂધની ધાર થઇ અને પકવાનમાંથી લોહીની ધાર છૂટી.
લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. શેઠ પણ દંગ થઇ ગયા.
શેઠે કહ્યું આમ કેમ ? સંતે કહ્યું આની થોડી લક્ષ્મી છે પણ મહાલક્ષ્મી છે તેથી આનું અન્ન પવિત્ર છે. નીતિન્યાયથી શ્રમ કરીને મેળવ્યું છે અને ભક્તિભાવથી પીરસ્યું છે. આ દૂધનો રોટલો ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. ઉત્કૃષ્ઠ દાનનું પ્રતીક છે.
આપ ધીરધારના ધંધામાં ગરીબો પાસેથી જે વધુ પડતું વ્યાજ લો છો તેનાથી લાચાર ગરીબોનું શોષણ થાય છે. ગરીબોના લોહી ચૂસીને એકઠી કરેલી સંપત્તિ દ્વારા તમારા અહંને પોષવા તમે આ પકવાન પીરસ્યો છે. તેથી લોહીની ધાર થઇ છે. આ પ્રસંગે શેઠના જીવનનું પરિવર્તન થઇ ગયું.
આ તો માત્ર ઉપનય કથાઓ છે લોહી શોષણનું અને ત્રાજવું અને દૂધ ન્યાયસંપન્ન આજીવિકાનું પ્રતીક છે.
ન્યાયસંપન્ન વૈભવનો પ્રભાવ, સ્વપરને માટે કલ્યાણકારી છે.
*
૨૪