Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 19
________________ કહેવા લાગ્યા: ‘તમે આ પાટિયું કાઢી નાખો.' મહારાજશ્રીએ કહ્યું: ‘શા માટે ?' મિલમાલિક બોલ્યોઃ 'હું ઠીક કહું છું. એ પાટિયું બરાબર નથી.” મહારાજશ્રીએ કહ્યું: ‘અહીં તમે મોડા આવો છો અને પાછળ બેસવું પડે છે, એટલા માટે જ ને ? ધનિકોની સભામાં તમારું સ્થાન આગળ હોય તે હું સમજી શકું છું, અને તે તમોને મળે, પણ અહીં તો જે ધાર્મિક હોય તે જ આગળ હોય, ધર્મના સ્થાને ધનને પ્રતિષ્ઠા ન હોય માણસ ગમે ત્યાં બેસી ધર્મનું શ્રવણ કરી શકે. ત્યાગના સંદર્ભમાં, દવાની દુકાનનો એક પ્રસંગ ચિંતન પ્રેરક છે. ઠીક છે કહી ગ્રાહક ખિસ્સામાંથી તમામ પૈસા કાઢી કાઉંટર પર મૂક્યા પરચુરણ સાથે બધા ગણ્યા તો રૂપિયા પંચાવન થયા, ગ્રાહકે પાંચ રૂપિયા પછી આપી જવા કહ્યું. પરંતુ શેઠે તે કબૂલ્યું નહિ ગ્રાહકે દર્દીની ભયંકર સ્થિતિ જણાવી અને ઇજેકશનની. તાત્કાલિક જરૂરિયાત જણાવી પરંતુ શેઠે કહ્યું આ માલમાં રૂપિયા બાકી ન રાખી શકાય. બીજો કોઇ માલ હોત તો ઉધાર રાખતું, ગ્રાહક બિચારો નિરાશ વદને પાછો ગયો. શેઠના મિત્રે આ સંવાદ સાંભળી અને ગ્રાહકના ગયા પછી કહ્યું, પાંચ રૂપિયા ઓછા આવ્યા હોત તો તેમાં તારું શું ઓછું થઇ જવાનું હતું ? તે બિચારો આશીર્વાદ આપત ને ? આ ઇન્જકશનનો બાંધેલો ભાવ તો અઢાર રૂપિયા છે તેના તમે વીસ રૂપિયા લો પરંતુ તેના કાંઇ સાંઇઠ રૂપિયા મગાય ? શેઠજી અમારા જેવા ગરીબ માણસને એ કઈ રીતે પોષાય ? એમ આશીર્વાદ લેવા બેસીએ તો કામ ન આવે. વેપારના સમયે વેપાર હોય અને આશીર્વાદ લેવાના સમયે આશીર્વાદ લેવાય. હમણાં જ અમારા ગામમાં ધર્મશાળા બંધાતી હતી જેમાં મારા પિતાશ્રીનું નામ આપવાની શરતે રૂપિયા પચ્ચીશ હજાર આપ્યા. મળ્યું છે તો વાપરીએ, પરંતુ વેપારમાં તો પાઇપાઇનો હિસાબ માંડવો જોઇએ તે શેઠે ખુલાસો કર્યો અહીં એક એવી રૂઢ માન્યતા ઘર કરી ગઈ છે કે ધર્મ સમયે ધર્મ અને વેપાર સમયે વેપાર, પરવડે તો લો, હું પરાણે ક્યાં આપુ છું ? શેઠે કહ્યું. ભાઈસાબ તમે પરાણે નથી આપતાં તે તો ઠીક પણ જરા પ્રભુનો ડર રાખો તો સારું. ગ્રાહક કરગર્યો. વેપારમાં એમ દયા રાખવા બેસીએ તો કામ ન આવે, કાલે સવારે દુકાન બંધ કરી દેવી પડે સમજયાને ? ચાલીશ રૂપિયા લો તો મહેરબાની, એનો બદલો ભગવાન તમને બીજી રીતે આપશે. ગ્રાહકે કહ્યું. સાંઇઠ રૂપિયાથી એક પાઇ ઓછી નહિ ચાલે, બીજે તપાસ કરો. બજારમાં કોઇ દુકાનેથી આ ઇજેકશન જ નહિ મળે. આ તો મારે તમારી સાથે આંખની ઓળખાણ છે એટલે તમને હા પાડી. પરંતુ વેપાર અને વ્યવહારમાં પણ ધર્મને સ્થાન તો આપવું જ પડે. ઇજેકશન ન મળવાને કે મોડું મળવાને કારણે એક કુટુંબ નિરાધાર પણ થઇ શકે. અહીં પચ્ચીશ હજારની. ધર્મશાળામાં અપાયેલ દાન કરતાં પણ જો પાંચ રૂપિયાનો ત્યાગ કરવામાં આવ્યો હોત તો તેનું મૂલ્ય વધી જાત. જીવન વ્યવહાર અને દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવ અભિપ્રેત હોય તો તેનું સાફલ્ય છે. - ૩૨

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48