Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 18
________________ સરકારે ધર્માદા ટ્રસ્ટોને કરવેરામાં છૂટછાટો આપી તેનો કેટલીક વ્યક્તિઓ, વ્યાપાર અને ઉદ્યોગગૃહોએ ગેરલાભ લેવાનું શરૂ કરતાં સરકારે ટ્રસ્ટો પર વ્યાજબી અને ગેરવ્યાજબી નિયંત્રણો નાખ્યા. વળી ટ્રસ્ટોની આવક અને સંપત્તિમાંથી કાંઇક મેળવી લેવાની સરકારી લાલસા ટ્રસ્ટોના અસ્તિત્વ માટે ભયજનક પુરવાર થઇ શકે. રાજકારણીઓ સત્તાધારી વહીવટકર્તાઓ દાનમાં કર્તવ્યની ભાવના સમજે તો નીતિનાશના માર્ગે જતા અટકે. સરકારી નિયંત્રણો અને ઘટતાં જતા વ્યાજના દરે ટ્રસ્ટીઓ અને સંચાલકોની મૂંઝવણ વધારી છે પરંતુ, આ મૂંઝવણનો ઉકેલ અપણે જ કાઢવો પડશે અને દરેક સંસ્થાઓ આર્થિક રીતે પગભર થઇ શકે તેવી યોજનાઓ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી પણ સંચાલકોની છે. દાન એવી યોજનામાં આપવું જોઈએ જેથી સંસ્થા. કાયમી ધોરણે અથવા લાંબાગાળા માટે પગભર કે સક્ષમ બને. પ્રામાણિકતાથી અને પરસેવો પાડીને મેળવેલ નાણા દાનમાં આપનાર દાતા આજે મુશ્કેલીથી મળે છે. નીતિગ્રંથમાં એક સુંદર શ્લોક છે. શતેષુ જાય તે શૂરઃ સહસ્તેષુ ચ પંડિતઃ વતા દશ સહએષ, દાતા ભવતિવાનવા સેંકડો માનવીમાંથી એક શૂરવીર નીકળે છે, હજારોમાંથી એકાદ પંડિત નીપજે, લાખોમાંથી એક સારો વક્તા નીકળે પણ લાખોમાંથી એક દાતા મળે કે ન પણ મળે. ન્યાય નીતિ જાળવી અથાગ મહેનત કરી દાતા બની શકનાર જવલ્લે જ મળી શકે છે. ધર્મ પ્રધાનને બદલે અર્થપ્રધાન સમાજ રચના સાધન શુધ્ધિ અને ન્યાયસંપન્ન વૈભવના ખ્યાલને હાનિ પહોંચાડે છે. મુનિશ્રી સંતબાલજીના મતે ભારતની સમાજરચના ધર્મમયને બદલે દિવસેદિવસે અર્થમય બનતી જાય છે. એનું એક પ્રધાન કારણ ધર્મસંસ્થાઓ તરફથી પણ ધનને પ્રતિષ્ઠા આપવી એ છે જયારે ધર્મસંસ્થાના સમારંભો હોય ત્યારે ધનપતિને જ ઉચ્ચસ્થાને કે ઉચ્ચપદે બેસાડવામાં આવે છે તેવી જ રીતે ધર્મસ્થાનના હોદેદારો પણ તેવા અનીતિમાન ધનિકોને બનાવવામાં આવે છે. ધર્મસંસ્થાના બીજા ગૃહસ્થ સભ્યો, કહેવાતાં ધનિકોને પોતાના વ્યક્તિગત વહેવારમાં માનપાન આપે તે સમજાય, પણ ધર્મસંસ્થાના અગ્રસ્તંભ મુનિવરો કે સાધ્વીઓ પણ જયારે અનીતિમાન ધનિકોને ધનને લીધે જાહેર પ્રતિષ્ઠા આપે ત્યારે તો હદ થઇ કહેવાય ! એક બાજુ જે અર્થમયી સમાજરચનાને તોડવા માગે છે, બદલવા માગે છે, તે જ ધર્મધુરંધરો તેની જડોને સીંચે, તેના મૂળિયાંને પોષે, ત્યારે શી રીતે સમાજરચના બદલાવી શકાય અને ધર્મમયી સમાજરચના સ્થાપી. શકાય ? કોઇ પણ ખોટાં મૂલ્યોને બદલવા માટે તેના મૂળ ઉપર પ્રહાર થવો જોઇએ. કોઇ વ્યક્તિ મૂળ ઉપર પ્રહાર કર્યા વગર, માત્ર પાંદડાંને તોડે તો જેમ તે વૃક્ષ ઉખડતું નથી, તેમ મૂડીવાદીની નિંદા કરવાથી કે અર્થપ્રધાન સમાજરચના ખોટી છે અગર તો. અર્થસંગ્રહી પાપી છે, એમ ઉચ્ચારવા માત્રથી કામ થવાનું નથી, એટલા માટે સર્વપ્રથમ આજની અર્થપ્રધાન બનેલી સમાજ રચનાને બદલવા ઇચ્છનાર સાધુસાધ્વીઓએ જાહેર સમારોહો, ધર્મસ્થાનો, સભાઓ, ઉત્સવો કે જાહેર સંસ્થાઓમાં ધનને કે કહેવાતા ધનિકને પ્રતિષ્ઠા ન તો પોતે આપવી જોઇએ, ન તો અપાવવી જોઇએ. આથી મૂડીવાદી લોકોને કમમાં કમ એટલું તો. ભાન થાય કે ‘હું જે અનીતિ વગેરેથી ધન કમાયો છું તે પાપમય છે, પ્રતિષ્ઠાલાયક નથી.' અમદાવાદમાં એક મિલમાલિક દરરોજ પ્રવચનમાં મોડા આવતા, છતાં આગળ આવીને બેસવાનો પ્રયત્ન કરતા. એક દિવસ વધારે મોડા પડ્યા, એટલે પાછળ બેસવું પડયું. પણ તે તેમને રુચ્યું નહિ. પ્રવચન પૂરું થયા પછી તેઓ મહારાજશ્રી પાસે આવીને ૨૯ ૩૦

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48