________________
કે, ‘આપણે તો આપણી વિશાળ સંપત્તિમાંથી એક નાનકડો હિસ્સો દાનમાં આપ્યો છે, જયારે ભીમાશાહે તેની તમામ સંપત્તિનું દાન કરી દીધું છે. માટે તેનું પહેલું નામ અને હું સંધપતિ ભલે છું. પરંતુ દાનની બાબતમાં હું ભીમાશાહની સર્વોપરીતા સ્વીકારું છું.’
ભૂદાનપ્રણેતા સંત વિનોબા ભાવેએ કહ્યું છે કે, દાનનો અર્થ ફેંકવું નહીં, પણ વાવવું તેવો થાય છે.
| સર્વોદય કાર્યકર્તા વિમલા ઠાકર ભૂદાન યજ્ઞમાં બિહારની રાંચી જિલ્લાના કોદરો ગામમાં ગયા, ત્યાં કેટલાક લોકો ૨૫ એકર ૪૦ એકર ૧૩ એકર અને ૭ એકર એમ જમીન દાનમાં આપી રહ્યાં. હતાં. ચીંથરેહાલ કપડામાં એક ગરીબ બાઇ આવી. તેની પાસે અડધા એકરથી થોડીક ઓછી જમીન હતી. તે તેણે વિમલાતાઇને દાનરૂપે સ્વીકાર કરવા વિનંતી કરી, કાર્યકરોએ કહ્યું, ‘આ કામવાળી બાઇ છે. તેની માત્ર અડધો એકર જમીન લેવાથી એ આપણને શું કામમાં આવશે ?' વિમલાતાઇએ તે બાઇને કહ્યું, ‘આ જમીન તમે વિનોબાજીની પ્રસાદી સમજી પાછી લઇ લો.' બાઇએ બે હાથ જોડી રડતાં રડતાં કહ્યું કે, 'હું ગરીબ છું એટલે મારું દાન નથી લેતા ? શું વિદુરની ભાજી ભગવાનને પ્રિય ન હતી ? શું સુદામાના ચોખાનો ભગવાન શ્રીકૃષ્ણ સ્વીકાર નહોતો કર્યો ?' આ પ્રસંગ વિશે વિમલાતાઇ લખે છે કે, ‘એ ગરીબ બહેનના મુખારવિંદ પર મને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર દર્શન થયું. આ પ્રસંગ પછી જે જમીનદારોએ ઓછી જમીન ભૂદાનમાં આપી હતી તેમાં તેઓએ ઉમેરો કરી વધુ જમીનો ભૂ-દાનમાં આપી.
૪. અહંત્વ, સ્વત્વ અને સ્વામીત્વના વિર્સજનની
ભાવનાદાનનું સાફલ્ય છે.
જેમ દાન દેનાર મહાન છે તેમ દાન લેનાર પણ ઉપકારી છે. દાતાએ સમજવાનું કે દાન લેનાર વ્યક્તિ, મારા પરિગ્રહમાં ઘટાડો. કરવામાં અને મને પુણ્ય ઉપાર્જન કરાવવામાં નિમિત બને છે.
પરિગ્રહ રાખ્યો તેનું પાપ લાગ્યું, અમ પાપના પ્રાયશ્ચિત્તા રૂપે થતું દાન સાચા અર્થમાં પરિગ્રહ ઘટાડી શકશે.
મુનિ સંતબાલ દાનને કર્તવ્ય ગણતાં. ૧૯૪૮ની દુષ્કાળની સમયે દુષ્કાળ પીડિતોને રાહત અપાવનાર સંસ્થાનું નામ 'દુષ્કાળા કર્તવ્ય રાહત સમિતિ” રાખ્યું હતું અને દુષ્કાળના આ વર્ષમાં અનેક પરિવારોને દાન અપાવ્યું, ૧૯૪૯માં જયારે સારી ઉપજ થઈ ત્યારે મદદ મેળવનાર લોકોને પૂજય સંતબાલે ‘પ્રતિદાન' દાન પાછું વાળવાની વાત સમજાવી ત્યારે અનેક ખેડૂતો અને પશુપાલકોએ પ્રતિદાન દ્વારા સમાજને રકમ પાછી આપી.
આમ ગરીબ વ્યક્તિનું દાન પણ મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી હોય છે.
- ૧૮