Book Title: Bharatiya Sanskritima Dan Bhavna Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 8
________________ ભગવાનને વિનંતી કરી રત્નકંબલનો એક ટુકડો સોમશર્માને ભગવાને આપ્યો, અહોભાવથી આપણું મસ્તક ઝૂકી જાય તેવી પ્રભુની પરિગ્રહ પ્રત્યેની નિઃસ્પૃહતા અને પવિત્ર દાનભાવના હતી. વસ્તુપાળ તેજપાળ, જગડુશા, ભામાશા અને જાવડશા જેવા વીરદાનવીરોનાં નામો ઇતિહાસને પાને સુવર્ણક્ષરે અંકિત છે. કચ્છના ભદ્રેસર ગામમાં એક ગુરુ પધાર્યા. શેઠ જગડુશા દર્શનાર્થે ગયા, ગુરુજીએ ભાવિના ગોઝારા દિવસોની આગાહી કરતાં કહ્યું કે ત્રણ ત્રણ વરસનો કપરો દુકાળ આવી રહ્યો છે. ધાન્યનો એક એક કણ મોતી કરતાં મોંધા મૂલનો થશે, પેટની આગ ઠારવા લોકો ઢોરઢાંખર તો ઠીક પરંતુ પેટના જણ્યાંનેય વેચવા તૈયાર થાય તેવી પરિસ્થિતિ સર્જાશે, ગુરુજીએ શેઠને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં એટલું કહ્યું કે ‘સમયને ઓળખી પાણી પહેલાં પાળ બાંધજો' જગડુશાએ હુકમ છોડ્યો દેશ-વિદેશની પોતાની તમામ પેઢીઓ દ્વારા જેટલું અને જે ભાવે અનાજ મળે તે ખરીદી કોઠારો ભરી લીધા. સવંત ૧૩૧૩ ની સાલ ભયંકર દુષ્કાળ, લોકોએ પોતા પાસે ખાઇને વર્ષ પૂરૂં કર્યું. સં.૧૩૧૪ ની સાલ કારમો દુકાળ, પરસ્પર મદદ કરી જેમ તેમ કરીને વસમાં દિવસો વીતાવ્યા ૧૩૧૫ ની સાલમાં પણ અવની પર દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા, બાળકના હાથમાંથી બટકુક રોટલો ઝૂંટવીને ખાવાનો ક્ષોભ જતો રહ્યો તેવી પરિસ્થિતિમાં જગડુશાએ દાન કરી પુણ્ય કરવાની પળ પારખી લીધી અને પોતાના ભંડારો ખુલ્લા મુક્યા. ગુજરાતના રાજા વિશળદેવે શ્રેષ્ઠીવર્ય જગડુશાને દરબારમાં બોલાવી તેની પ્રવૃત્તિની કદર કરી પછી કહ્યું ‘શેઠ સાંભળ્યું છે કે પાટણમાં તમારા સાતસો કોઠારો ધાન્યથી ભરેલા પડ્યા છે....!' મને એ અનાજ આપો હું મોં માગ્યા દામ દેવા તૈયાર છું. શેઠે ૯ કહ્યું ના મહારાજ, એ કોઠારોમાં મારું કાંઇ નથી. રાજાને શંકા થઇ વિચાર્યું કે વાણિયાને લાલચ જાગી લાગે છે. આવેશમાં આવી રાજાએ કોઠારોના તાળાં તોડાવ્યાં, અંદર જોયું તો ભરપૂર અનાજ હતું. વિશળદેવે કરડી નજરે ઉપાલંભ સાથે કહ્યું શેઠ ! વસમી વેળાએ પણ તમને વેપારી વૃત્તિ સુઝી ? વિશળદેવ આગળ બોલે તે પહેલા એક સિપાઇ કોઠાર બાજુથી દોડતો આવ્યો અને રાજાના હાથમાં તામ્રપત્ર મૂકતા બોલ્યો કે આવું તામ્રપત્ર પ્રત્યેક કોઠારમાં દેખાય છે. રાજાએ તામ્રપત્ર પર કોતરાવેલું લખાણ વાંચ્યું. કહેવાય છે કે જગડુશા શેઠે ‘લજજાપિંડ’ લાડવા બનાવ્યા હતા એ લાડવાની અંદરના ભાગમાં સોનું રૂપું મૂકતા. એવા કુટુંબો કોઇની સામે હાથ લંબાવી શકતા નહોતા ને ભૂખે મરતા હતા, જગડુશા શેઠ દરરોજ વહેલી પરોઢે આ ‘લજજાપિંડ' લાડવો લઇને જાતે આબરૂદાર કુટુંબોમાં વહેંચી આવતા. આવી હતી આપણા દાનવીરોની ઉદાત્ત ભાવના. આપણાં રાષ્ટ્રપિતા ગાંધીજીને પરિગ્રહ દુઃખદ લાગેલ. તેઓ દાનની ભાવનાને અન્યની સેવાકાજે સ્વેચ્છા પૂર્વકના ત્યાગને સંદર્ભે સમજાવતા લખે છે કે, ‘મેં જયારે અન્યની સેવા કાજે સર્વસ્વનો ત્યાગ કર્યો ત્યારે મારા ખભા પરથી ભારે બોજો દૂર થઇ ગયેલ. તેમની શ્રધ્ધા સ્વેચ્છાપૂર્વકના ત્યાગમાં આરોપિત થઇ અને આ શ્રધ્ધા જયારે ઐચ્છિક ગરીબાઇના વ્રતમાં પરિણમી ત્યારે તે વિચારધારાએ સમગ્ર રાષ્ટ્રને સમાજવાદ્નો આદર્શ આપ્યો. રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન પણ આધુનિક યુગની દાન ભાવના છે. શૈશવકાળથી યુવાન વય સુધી પુત્રીને પારકી થાપણ ગણી મોટી કરી અન્યને સોંપી દેવી તે લગ્નવિધિમાં કન્યાદાનનો પણ દાનની વિભાવનામાં સમાવેશ થાય છે. ૧૦Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48