Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 6
________________ જતું હોય, તેવું દાન કરીએ તો જ ખરેખર તે દાન પાછળનો હેતુ સાર્થક થશે. જે દાન દેવાથી કોઇનું કલ્યાણ થાય તો તે દાન ઊગી નીકળ્યું કહેવાય, તેવું દાન અનેકોના અંતરના આશીર્વાદ મેળવી આપશે અને સ્વને માટે શ્રેયસ્કર અને પરને માટે કલ્યાણકારી બનશે. આનંદ શ્રાવક, કર્ણ અને બલિરાજા જેવા દાનવીરોને ભાવપૂર્વક વંદના કરીએ. સાંપ્રતસમયમાં જે દાનવીરો પરમાર્થે પોતાની સંપત્તિનો ઉપયોગ કરી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી રહ્યા છે તેઓને અભિનંદની. ૨. દાનમાં સંપત્તિના વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્કયસ્મૃતિમાં દાન સંદર્ભે કહ્યું છે કે, દાન ગ્રહણ કરનાર પાસે દાતા પોતે જઇને દાન દે છે તે ઉત્તમ. દાન છે. લેનારને પોતાની પાસે બોલાવી અને દાન દે તે દાના મધ્યમદાન છે. વારંવાર ધક્કા ખવડાવીને દાન દે તે કનિષ્ઠ દાના છે. દાન લેનાર પાસે ખૂબ સેવા કરાવીને દાન દે તે નિષ્ફળદાન છે. આચારમૂલક બ્રાહ્મણ સાહિત્યના આરણ્યકમાં કહેવાયું છે કે દાનથી શત્રુ મિત્ર બની જાય છે. ગીતામાં સાત્વિકદાન, રાજસદીને અને તામસદીન રૂપે દાનની દાર્શનિક વ્યાખ્યા કરી છે. જે દાન કર્તવ્ય સમજી અને ઉદારભાવથી દેવામાં આવે છે, દેશકાળા અને પાત્રનો વિચાર કરીને આપવામાં આવે છે, જેણે પોતા પર ઉપકાર નથી કર્યો તેવી વ્યક્તિને દેવામાં આવે તેને શ્રેષ્ઠ દાન કે સાત્ત્વિકદાન કહે છે. કોઇપણ જાતના ફળની આશા રાખ્યા વિના દેવાયેલું દાન મધ્યમ કે રાજસદાન કહેવાયું છે. જે દાન આદર સત્કાર વિના કે અપમાનથી અથવા પાત્રનો વિચાર કર્યા વિના, દેશકાળનો વિચાર કર્યા વિના દેવાતા કુપાત્રે દાનને અધમદાન કે તામસ દાન કહેવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48