Book Title: Bharatiya Sanskritima Dan Bhavna Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 5
________________ આહારદાન, ઔષધદાન અને અભયદાન વ. અનેક પ્રકારના દાનનાં વર્ણનો વિવિધ ગ્રંથોમાં આવે છે. ભગવાન મહાવીરે ‘સૂત્રકૃતાંગસૂત્ર' માં અભયદાનને શ્રેષ્ઠ દાન ગણ્યું છે તેને જીવતદાન પણ કહી શકાય. માટે જ જૈનો જીવદયાને કુળદેવી સ્વરૂપે માને છે. દાન અને દાનવીરને મેઘની ઉપમા આપતાં જણાવ્યું છે કે, મેઘના ચાર પ્રકાર છે ઃ એક ગરજે છે પણ વરસતો નથી, બીજો વરસે છે પણ ગરજતો નથી, ત્રીજો ગરજે છે અને વરસે પણ છે અને ચોથો ગરજતો પણ નથી અને વરસતો પણ નથી. આમ મેઘ સમાન મનુષ્યના પણ ચાર પ્રકાર છે. કોઇક દાન વિષે બોલે છે - ગાજે છે એટલે કે મોટી જાહેરાતો કરે છે, પણ દાન દેતા નથી, કોઇક દાન દે છે પણ બોલતાંનથી. કોઈક બોલે છે અને દાન પણ આપે છે. અને કેટલાક બોલતા પણ નથી અને દાન દેતા પણ નથી. ભગવાન મહાવીરે આ કથનથી દાનની ગરિમાને સ્પષ્ટ કરી દીધી છે. અહીં ધર્મનાં ચાર અંગોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ આ ચાર અંગમાં દાનને પ્રથમ અંગે ગણવામાં આવ્યું છે. ધર્મનાં આ ચાર અંગોમાં દાનમાર્ગ ઘણો જ સરળ છે. તપોમાર્ગ આબાલવૃદ્ધ બધાંને માટે એટલો સરળ નથી. પ્રત્યેક ગૃહસ્થ માટે દરરોજ શીલપાલન પણ સરળ નથી. વ્યાપાર, વ્યવસાય, ખેતી, કારખાનાં વ. આરંભ સમારંભમાં સતત વ્યસ્ત રહેવાવાળા આપણને શુદ્ધ ભાવમાં રહેવું પણ મુશ્કેલ છે. પરંતુ, દાન એક એવો માર્ગ છે કે જે સર્વજનો માટે સુલભ અને સરળ માર્ગ છે. બાળક, યુવાન અને વૃદ્ધ એટલે કે આબાલવૃદ્ધ દાન કરી શકે છે. દાન એક એવો રાજમાર્ગ છે કે જયાં માનવી સરળતાથી મંજિલ સુધી પહોંચવા અવિરત કૂચ કરી શકે છે. તપ, શીલ, શુભ ભાવમાં દરરોજ રહેવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ ૩ દાનભાવમાં દરરોજ રહી શકાય છે. દાનથી સામેની વ્યક્તિનું હૃદયપરિવર્તન પણ થઇ જાય છે. શ્રેષ્ઠીવર્ય જિનદાસના વિષયમાં એક વાત સુપ્રસિદ્ધ છે. શેઠ રાત્રિના ધર્મક્રિયા કરી રહ્યા હતા ત્યારે કેટલાક ચોરોએ મોકો જોઇ અને તેમના ઘરમાં ચોરી કરી, શેઠ તો આત્મચિંતનમાં લીન હતા. સવારે જયારે તેણે જાણ્યું કે ચોર મુદામાલ સાથે રંગે હાથ પકડાઇ ગયા છે અને જેલમાં છે, ત્યારે રાજા પાસે જઇ પ્રાર્થના કરી અને ચોરોને છોડાવ્યા અને ચોરી કરેલા માલમાંથી ચોરોને જેટલું જોઇતું હતું તેટલું ધન દાનમાં આપતાં કહ્યું કે, “તમે ગરીબીને કારણે ચોર બન્યા છો માટે આમાંથી જેટલું જોઇએ તેટલું ધન લો અને ચોરી કરવાનું છોડી દો.' ચોરની મા તો ગરીબી છે, તે જ મનુષ્યને ચોર, ડાકુરૂપે જન્મ આપે છે. દાનની અપાર શક્તિ વડે એ ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. તે દિવસે ચોરોના હૃદયનું પરિવર્તન થયું. દાન અસંખ્ય પાપોનો છેદ કરે છે તો ક્યારેક દાન પ્રાયશ્ચિત્તનું પાવન કાર્ય પણ કરી દે છે. માટે જ દાનને આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર ગણવામાં આવે છે. આપણે આપણા ભવિષ્ય માટે લાંબા ગાળાના બોન્ડમાં રૂપિયાનું રોકાણ કરીએ છીએ, તેનું ફળ આ ભવમાં મળે છે, ત્યારે દાનમાં ત્યાગ કરેલ રૂપિયા કે સંપત્તિનું અનેકગણું ફળ ભવભવાંતરમાં મળે છે. વાહવાહ માટેનું દાન દેવા કરતાં જેનાથી અન્યોના જીવનની દિશા બદલાઈ જતી હોય, કોઇકના જીવનમાં શુભ પરિવર્તન થઇPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48