Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 12
________________ ભારતીય ધર્મો પડી ન હોય દા. ત. હિંદુધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાકત વગેરે, જૈન ધર્મમાં શ્વેતાંબર, અને દીગંબર વગેરે. બદ્ધ ધર્મમાં હિનયાન અને મહાયાન વગેરે. આ શાખાઓમાં પણ પેટા શાખાઓ અસ્તિત્વમાં આવી છે. ધર્મ અને પંથના ભેદ સમજાવતાં પંડિત સુખલાલજી કહે છે કે “ધર્મ એ ગુણજીવી હેવાથી એ આત્માના ગુણે ઉપર જ રહેલું હોય છે, જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હોવાથી તેને બધો આધાર બહારના રૂપ, રંગ અને ઝાકઝમાળ ઉપર હોય છે. તેથી તે પહેરવેશ કપડાને રંગ, પહેરવાની રીત, પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. ધર્મમાં એકતા અને અભેદના ભાવ ઊઠે છે અને સમાનતાની ઊર્મિઓ ઊછળે છે જ્યારે પંથમાં ભેદ અને વિષમતાની તીરાડ પડતી અને વધતી જાય છે.” (પંડિત, સુખલાલજી-દર્શન અને ચિંતન) પંથમાં ગુરુ શિષ્યની પરંપરા ઉભવે છે. ગુરુદીક્ષા મહત્તવની મનાય છે. ગુરુ ગાદી માટે શિષ્યમાં અનેક ઝઘડાઓ થાય છે. પંને નામે જુદાં જુદાં તીર્થસ્થાને અને સાહિત્ય ઉદ્દભવે છે. સાચા ધર્મમાં સમદષ્ટિ અને ત્યાગની ભાવના દેખાય છે. માનવતાનાં દર્શન સાચા ધર્મમાં થાય છે. બિનસાંપ્રદાયિકતામાં માનનાર સર્વ પિતાના દેશો તરફ હંમેશાં સજાગ હોય છે. દરેક ધર્મનાં સારાં તને ગ્રહણ કરે છે. ધર્મ અને પંથ વિષે પાણીને દાખલે આપીને ભેદ સમજાવતાં પંડિત સુખલાલજી જણાવે છે કે “પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણી, જે નહિ, પણ લેકેના ગળામાં પડેલા પાણી જેવો હોય છે. જ્યારે ધર્મ એ. આકાશમાંથી પડતા વરસાદના પાણી જેવો હોય છે. એમાં ઊંચ, નીચ, રૂપ, રંગ, સ્વાદ, વગેરેના કેઈ ભેદ નથી. તે સર્વને માટે છે.” પંથમાં ભેદ, સંકુચિતતા, અંધશ્રદ્ધા, અતિ આગ્રહ, ધર્મને અતિરેક, અન્ય ધર્મો તરફ તિરસ્કાર વગેરે અનેક દૂષણે હોય છે પંથમાં જ્યારે આચાર વિચારમાં શિથિલતા આવે છે ત્યારે તે માનવીને તેજ પંથે દોરી જવાના બદલે બરબાદીની ખાઈમાં ધકેલી દે છે. પરિણામે માનવી માનવી વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે ધાર્મિક મતભેદો ઊભા થાય છે. અજ્ઞાનતા પિષાય છે. કેઈક વાર લેહીની નદીઓ વહે છે. પંથ માનવીનું હિત કરવાને બદલે અહિત વધારે કરે છે. સમાજને બેજા રૂપ બને છે. સાચે ધર્મ તે એ જ છે કે જે માનવીમાં ચેતના પ્રગટાવે. માનવ જાતનું કલ્યાણ કરે. માનવીને આદર્શ માનવી બનાવે. સંસ્કારી બનાવે. ધર્મ એટલે સંસ્કૃતિને પ્રાણ. સંસ્કૃતિનું ચાલક બળ. દરેક સંસ્કૃતિના મૂળમાં ધર્મ રહેલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 240