Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાસ્તાવિક જોવા મળે છે. હિંદુએડી દેવ સખ્યા તેત્રીસ કરોડની હોવા છતાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સત્ય એક જ છે, જેને ડાહ્યા માણસા અનેક રીતે જુએ છે.' હિન્દુ ધર્મ સાધનામાં ભક્તિ સાથે કને મહત્ત્વ આપે છે. આ માટે શરૂઆતમાં આપણુને યજ્ઞની સંસ્થા જોવા મળે છે. આપણાં બધાં જ કર્માં ઈશ્વરને સમર્પણુ કરી દેવાં જોઈએ અને જીવન નિષ્કામ રીતે ગુજારવું જોઈએ. કમ કરતી વખતે ફળ પ્રાપ્તિની ઈચ્છા કઈએ પણ રાખવી જોઈએ નહિ. તેમજ કમ થી બંધન થતુ હોઈ જીવનથી ડરી જઈને કાઈએ પણ નિષ્ક્રિય રહેવું જોઈએ નહિ. હિન્દુએ સ્પષ્ટપણે માને છે કે કમ એજ ધર્મ છે. આપણે એવાં કર્મો કરવાં જોઈએ કે કાઈ પણ જીવને મન, વાણી કે કાયાએ કરીને કંઈ પણ નુકસાન ન થાય. ભક્તિ અને કર્મની સાથે હિન્દુ વિચારસરણીમાં જ્ઞાનના સ્વીકાર પણ કરેલા છે. કાઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય તો આત્મદર્શન થયા વિના રહેતુ નથી. અહીં દર્શનના અર્થમાં જ્ઞાન એટલે જીવ, જગત અને ઈશ્વર, એ ત્રણ તત્ત્વાનું જ્ઞાન. ઉપનિષદોમાં કહ્યું છે કે “આ સ ંસારમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ બીજી કાઈ નથી.” હિન્દુ વિચાર! સ્પષ્ટપણે માને છે કે જીવનમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એ ત્રણેયને સમન્વય થવા જોઈએ. જીવનને પરિપૂર્ણ કરવા માટે આ ત્રણે બાબતાનું પાલન જરૂરી છે. સત્ય અને ધર્મના આચરણ દ્વારા મેાક્ષના સાક્ષાત્કાર થઈ શકે, ધર્મ મનુષ્યા પાસે બળજબરીથી સદાચારનું પાલન કરાવતા નથી. પણ તેમને સદાચારી બનવાની કેળવણી આપે છે. આપણે કેવળ પશુની જેમ જીવન જીવ્યા કરીએ તેમાં જીવનના કાઈ હેતુ સિદ્ધ થતા નથી. ધર્મ નું આચરણ કરીને જ જીવન ચરિતાર્થ કરી શકીએ. ૩ · Jain Education International ધર્મ અને પથ ભારતીય ધર્મના ઇતિહાસ તપાસતાં જણાય છે કે ધર્મમાં લાંખે ગાળે મૂળ સ્થાપકના અવસાન બાદ તેમના અનુયાયીએમાં આચાર-વિચારના મતભેદ પડતાં વિભાજન થયું છે. આ વિભાજન પંથના નામે વિકસે છે. પથ એટલે ધમ ને નામે પાષાયેલું માનવીનું સ ંકુચિતપણું. ધર્મગુરુઓએ પંથને નામે ભારતમાં અનેક મત મતાંતરો ઊભા કર્યાં છે. ધર્મને નામે દરેક ધર્મગુરુઓએ પોતાના અનુયાયીઓની સ ંખ્યા વધારી પેાતાના મતને સ્વતંત્ર ધર્મ તરીકે વિકસાવવા પ્રયત્નો કર્યો છે. સામાન્ય રીતે ભારતના દરેક ધર્મીમાં ધર્મને નામે સંકુચિતતા પોષવામાં આવી છે. તેના પરિણામે ભારતને કાઈ પણ ધર્મ એવા નથી કે તેમાં વિવિધ શાખાઓ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 240