________________
પ્રાસ્તાવિક
વિજ્ઞાનના વિકાસની સાથે ભૌતિક સુખ સગવડતાઓ મેળવવા ઘેલો બને છે. બુદ્ધિ ના પ્રતાપે પિતાની સુખ સગવડતાઓ વધારતે ગયો છે, પણ જીવનની મૂળ દૃષ્ટિ તે ઈ બેઠો છે. તેનું જીવન લક્ષ્યહીન બની ગયું છે. તેની વૃત્તિઓ પાશવી બની ગઈ છે. - વિજ્ઞાને અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં તે માનવીને શાંતિ અપી શકતું નથી. આજને માનવી જીવનની અનેક વિટંબણુઓમાંથી પસાર થઈ રહ્યો છે. તે ગૂંગળામણ અનુભવે છે. તેમાંથી પાર નીકળવા માટે તેને વ્યાપક જીવનદૃષ્ટિ અને સદાચારની જરૂર છે. આ દષ્ટિ તેને ધર્મ આપી શકે છે. તેથી વર્તમાન જીવનમાં સંસ્કૃતિને તેના મૂળ સ્વરૂપે ટકાવી રાખવા ધર્મના અભ્યાસની આવશ્યકતા છે, પણ આ અભ્યાસ એવો હોવો જોઈએ કે જે માનવીને બ્રહ્મને માર્ગ બતાવે. તેના જીવનમાં પ્રકાશ પાથરે. આ અભ્યાસ સાંપ્રદાયિક ન હો જોઈએ. જેના દ્વારા માનવી હિંસા અને અહંકારના માર્ગે વળે તે સંકુચિત ન હો જોઈએ. ભૂતકાળમાં ધર્મના નામે અનેક માનવીઓનાં લેહી રેડાયાં છે. ધર્મગુરુઓના આડંબરે વધ્યા છે. એવા ધર્મની વર્તમાન સમાજને કોઈ જરૂર નથી.
ધમ કેઈ અન્ય વસ્તુ નથી તે સંસ્કૃતિના વિકાસ સાથે માનવીને તેના અંતિમ ચેય દિવ્ય જ્ઞાન તરફ દેરી જાય છે. ધર્મ મનુષ્યની સમજશક્તિને ગહન બનાવી જીવનમાં સ્વસ્થ સમન્વય સ્થાપિત કરે છે. આજના માનવીએ સત્યની શોધમાં આગળ વધવું જોઈએ. વિજ્ઞાનનો ઉપયોગ તે જીવનની સાચી દૃષ્ટિનું મૂલ્યાંકન કરવામાં કરશે તે તે પિતે શાંતિ પામશે અને આદર્શ બનશે. માનવી આદર્શ બનશે તે સમાજ આદર્શ બનશે. તંદુરસ્ત સમાજ માનવ કલ્યાણના માર્ગે ગમન કરશે. સંસ્કૃતિ ચિરંજીવ રહેશે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ધર્મને ફાળે
ધર્મ એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ છે. તેના વિકાસમાં આદિકાળથી ધર્મો અગત્યનો ભાગ ભજવે છે. પ્રાચીન કાળમાં આર્યોના આગમન પહેલાં અહીં જે પ્રજા વસતી હતી તેમને પિતાને સ્વતંત્ર ધર્મ હોય તેમ હડપ્પા, મેહેજો-દડો, લોથલ વગેરે પ્રદેશના ખેદકામમાંથી મળેલા અવશેષ ઉપરથી જણાય છે. અહીંના મકાનના અવશેષોમાંથી અગ્નિપૂજા માટેની વેદીઓ મળી છે. માતાજીની આકૃતિઓ અને લિંગે વગેરેના અવશેષે મળ્યા છે. આ ઉપરથી અહીંની પ્રજામાં ધર્મભાવના વ્યાપક પ્રમાણમાં વિકસી હોય તેમ જણ્ય છે. અહીં પ્રકૃતિના તત્તની પૂજા સવિશેષ પ્રચલિત હશે. બલિદાનની પ્રથા પ્રચલિત હશે. અહીં ધર્મ એ વ્યક્તિને અંગત વિષય હોય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org