Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 13
________________ પ્રાસ્તાવિક છે. જ્યાં સુધી ધર્માં જીવંત હોય છે, ત્યાં સુધી સસ્કૃતિ ટકી રહે છે, ધના નાશ થતાં સંસ્કૃતિને ધીરે ધીરે લય થાય છે. વર્તમાન સમયમાં ધર્મોના તુલનાત્મક અભ્યાસની વિશેષ જરૂર છે. વમાન સમયમાં વિજ્ઞાનના વિકાસને લીધે માનવીમાં ભોતિક સુખ સાધનાની ભૂખ વધારે જાગી છે. ભૌતિક સાધના તરફ તે આંધળી દોટ મૂકે છે. પરિણામે માનવ જીવન લક્ષ્યહીન બની ગયું છે. માનવી વિજ્ઞાનના સદ્ઉપયોગ કરવાને બદલે દૂરઉપયાગ વધારે કરતા થયા છે. વિજ્ઞાનની સાચી સમજના આપણામાં અભાવ વર્તાય છે. ધર્મ શાસ્ત્રો ધર્મનું મહત્ત્વનું અંગ હોવાથી ધર્મ શાસ્ત્રના ખાટા અર્થધટને આપણામાં કેટલીક વિકૃત ભાવના જન્માવી છે. ધર્મ શાસ્ત્રોમાં મનુષ્યની ઉત્ત્પત્તિ માટે ઈશ્વરને જવાબદાર ગણ્યો હાવાથી ધર્મ ગુરુએએ જનતામાં એવા પ્રચાર આદર્યો કે વિજ્ઞાન ધર્માંથી વિરુદ્ધ છે. વૈજ્ઞાનિકા ઈશ્વરમાં માનતા નથી. પરિણામે વિજ્ઞાન અને ધ તેના યોગ્ય વિકાસ અટકી ગયા છે. હકીકતમાં ધર્મ અને વિજ્ઞાનનું ધ્યેય એક જ છે અને ‘તે સત્યની શોધ.' અલબત્ત, તેના મા જુદા છે. આથી માનવજીવનના વિકાસ માટે આપણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વય સાધવા જોઈએ. C ટ્રકમાં વિજ્ઞાન અને ધર્મના તુલનાત્મક અભ્યાસથી માનવીને સ્વધર્માંના દોષ અને પરધર્મ ના ગુણા જોવાની વૃત્તિ થશે. તેને સ્પષ્ટ સમજાશે કે કાઇ પણ “ધર્મ અંતિમ કે સંપૂર્યું નથી. દરેક ધર્મની ભાવના એક જ છે. ધ્યેય એક જ છે. બાહ્ય સ્વરૂપ જુદું છે. દરેક ધર્મમાં સત્ય રહેલું છે. દરેક ધર્મની ઈમારત સત્યના પાયા પર જ રચાઈ છે. ધર્મો ભલે અનેક હોય પણ ધાર્મિકતા એક છે, સંસ્કૃતિ અને ધ સંસ્કૃતિનું ઝરણું સતત પરિવર્તન પામતા નદીના પ્રવાહ જેવુ છે. તેના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરી ધીરે ધીરે તેનામાં અનેક પરિબળોનું મિશ્રણ થાય છે. સંસ્કૃતિનાં એ રૂપ છે : એક બાહ્ય અને ખીજું આંતરિક, સ ંસ્કૃતિનું બાહ્ય સ્વરૂપ આપણે નજરે નિહાળી શકીએ છીએ. લાગણીઓ દ્વારા અનુભવી શકીએ છીએ. જ્યારે તેના આંતરિક સ્વરૂપનું દર્શન માનવી પોતાના આત્મજ્ઞાન દ્વારા જ કરી શકે છે, આત્મજ્ઞાનને માટે ધર્મનું જ્ઞાન આવશ્યક છે. આથી જ ધર્મને સ ંસ્કૃતિના આત્મા કહ્યો છે. જગતની દરેક સંસ્કૃતિના પાયામાં ધમ રહેલા છે. ધર્મ અને સંસ્કૃતિના મૂળ સ્વરૂપને જુદાં પાડવાં મુશ્કેલ છે. પણ જ્યારે ધર્મ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેનામાં વિવિધ પરિબળે જેવાં કે અહંકાર, બલિદાન, કર્મકાંડ વગેરે દાખલ થાય છે. આ પરિબળા ધર્મના અસલ સ્વરૂપને નાશ કરે છે. ધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 240