Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 10
________________ ભારતીય ધર્મો ભારતમાં ધર્મની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેવી વ્યાખ્યા દુનિયાના અન્ય કે દેશમાં જોવા મળતી નથી. ધર્મ શબ્દને સાચા અર્થ આપી શકે તેવો અન્ય શબ્દ દુનિયાની અન્ય ભાષાઓમાં જડવો મુશ્કેલ છે. ધર્મ શબ્દ સંસ્કૃત . ધાતુ ૬-ધારાતિ ઉપરથી બને છે. ધર્મ એટલે જે ધારણ કરે છે, ટકાવી રાખે છે તે. મહાભારતમાં કહ્યું છે કે “ધમ ટકાવી રાખે છે, ધારણ કરે છે એટલે જ ધર્મ કહેવાય છે. ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વને ટકાવી રાખનારું ચાલક બળ છે. ધર્મ એ મનુષ્ય માત્રને ઉન્નત સ્વભાવ છે. બીજી રીતે કહીએ તે એ જીવનને નિયમ છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે કે “આ નિયમ કઈ વહેમ નથી, સત્તાધીશોને કાયદે નથી, કે સ્વાર્થી ધર્મગુરુઓએ પ્રજાની અજ્ઞાનતાને લાભ લઈ ઘેનમાં નાખવા યોજેલું અફીણું નથી, પરંતુ જીવનને માર્ગ છે. દરેક હિંદુને મન ધર્મ એ સત્ય સ્વરૂપ છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી. ધર્મને જે કંઈ પણ ખરા અર્થ થતા હોય તે તે નિર્ભયતા સાથેની સત્યની શોધ છે. ધર્મ વિષે ભારતીય પ્રજાના ખ્યાલ દરેક હિંદુને મન ધર્મ એ જીવનપંથ ઉજાળનાર પ્રદીપ છે. ધર્મનું કાર્ય મનુષ્યને એકપંથી કે સંકુચિત ભાવનાવાળે બનાવવાનું નથી, પણ તેને કર્તવ્યની કેડી ઉપર લઈ જઈ જીવનનું આખરી ધ્યેય સિદ્ધ કરવાનું છે. ધર્મનું ધ્યેય નાતજાતના ભેદ પેદા કરવાનું નથી, પરંતુ મનુષ્યને પશુતામાંથી માનવતામાં અને માનવતામાંથી દિવ્યતા તરફ લઈ જવાનું છે. ઉપનિષદે કહે છે કે ધર્મનું ધ્યેય મનુષ્યને તિમિરમાંથી તેજમાં અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જવાનું છે. હિંદુઓ સ્પષ્ટ રીતે માને છે કે ધર્મને પ્રાણુ વિચાર છે. જે ધર્મ વિચાર ન પ્રગટાવે તે પિતાને આત્મા ગુમાવે છે અને પ્રામાં પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. ધર્મ એ એક રીતે તે વ્યક્તિગત અને સામાજિક પેદાશ છે. ધર્મ એ વ્યક્તિમાં ઉત્પન્ન થાય છે અને સમગ્ર માનવ સમાજની ભૂમિને હરિયાળી બનાવે છે. એક રીતે કહીએ તે ધર્મ એ આત્મામાંથી જન્મે છે, અને આત્મામાં જ ડોકિયું કરે છે. દરેક હિંદુને મન જીવનને આખરી મુકામ તે આત્મસાક્ષાત્કાર છે. હિંદુઓ માને છે કે આત્મા એ જ પરમાત્મા. જીવનની બધી જ ક્વિા આત્મશોધન માટે હેવી જોઈએ. આત્મ દર્શન માટે હિંદુ વિચારકેએ ભક્તિ, જ્ઞાન, કર્મ એવા ત્રણ ગાગને સ્વીકાર કરે છે. આ જગતમાં જે કંઈ દિવ્ય દેખાય છે તેની ભક્તિ કરવામાં હિંદુઓ પિતાને ધર્મ સમજે છે. આ કારણથી જ તેમની ધર્મ ભાવનામાં “દેવ” શબ્દ વખતોવખત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 240