Book Title: Ayurvedno Itihas
Author(s): Durgashankar Kevalram Shastri
Publisher: Gujarat Vidya Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ૪ છે. આ સ્થિતિમાં ગ્રન્થકારોનાં ચરિત્ર સાથે એના ગ્રન્થાના સબંધ દર્શાવે એવા ઇતિહાસ લખવાના તા સંભવ જ દુર છે, પણુ કાલાનુક્રમને ચુસ્તપણે વળગી રહેલું પણુ શકય નથી, કારણ કે સમયની સૌંદિગ્ધતા ઉપરાંત ગ્રન્થા અને તેની ટીકાઓને એવા નિકટ સંબંધ છે કે મૂળ ગ્રન્થની વાત સાથે જ એના ઉપર બસે ચારસ વર્ષ પછી લખાયેલી ટીકાની વાત કરી લેવી જોઈ એ. વળી આ સાહિત્યના ઇતિહાસ છે, રાજકીય કે ખીજા બનાવાના ઇતિહાસ નથી; એટલે આવેદિક સાહિત્યના ભિન્નભિન્ન પ્રવાહોના સાતત્યને દૃષ્ટિપથમાં લેવા માટે પણ કાલાનુક્રમનું ચુસ્ત અનુસરણ જતું કરવું પડે છે. છતાં કાલાનુક્રમ નક્કી કરવાના બનતા પ્રયાસ કર્યાં જ છે. પણ આ ગ્રન્થને પુરાતત્ત્વીય ઊહાપેાહનું સંગ્રહસ્થાન બની જતા અટકા વવાની મતલબથી એ પ્રકારની સવિસ્તર ચર્ચા મૂળમાં ભાગ્યે જ કરી છે, પણ પહેલાં થયેલી ચર્ચાના ઉલ્લેખા ટિપ્પણીઓમાં આપીને સતાષ માન્યા છે. ઃ છેક વિ. સં. ૧૯૭૧માં સૂરતમાં ભરાયેલી ગૂજરાતી સાહિત્ય પરિષદમાં આપેલા ગૂજરાતનું વૈદ્યક સાહિત્ય' એ નિબંધ દ્વારા આયુર્વેદના ઇતિહાસને લગતી ચર્ચાને મેં આરંભ કર્યાં અને સ. ૧૯૭૪માં આયુર્વે’વિજ્ઞાન માસિક શરૂ કર્યા પછી આયુર્વેદના પ્રતિહાસ કાઈક દિવસ લખવાનો ધારણાથી આયુર્વે་વિજ્ઞાન માં ઐતિહાસિક ઊહાપેાહના લેખા—સ્વતંત્ર કે અનુવાદાત્મક-ચાલુ પ્રકટ થયા કરે એવા પ્રયત્ન જારી રાખ્યા. પરિણામે ઠીક સામગ્રી એકઠી થઈ ગઈ હતી અને આ ઇતિહાસ લખતાં પહેલાં થઈ ગયેલા ઐતિહાસિક ઊહાપોહની પુનરુક્તિ કરવાની જરૂર ન હોવાથી મૂળમાં નિયા આપવાનું અને ટિપ્પણીઓમાં પહેલાં પ્રસિદ્ધ થયેલ ચર્ચાના ઉલ્લેખા આપવાનું ધારણુ રાખ્યું છે. ઉલ્લેખામાં ‘આયુર્વેદવિજ્ઞાન' વિશેષ પ્રમાણમાં જોવામાં આવશે; તેના આ ખુલાસા છે. (

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 306