Book Title: Ayurvedno Itihas Author(s): Durgashankar Kevalram Shastri Publisher: Gujarat Vidya Sabha View full book textPage 4
________________ નિવેદન આયુર્વેદના ઇતિહાસને ઓછા વધુ અંશે નિરૂપવાના ભૂતકાળમાં થયેલા પ્રયત્નોની નેંધ પ્રવેશકમાં કરી છે અને તેમાંથી મને મળેલા લાભને ઋણસ્વીકાર પણ ત્યાં જ કર્યો છે. પણ અહીં નિરૂપણની મારી પદ્ધતિ વિશે થોડી સ્પષ્ટતા કરવાની છે. આયુર્વેદિક અન્યકારેના સમયની સંક્ષિપ્ત નેંધ કરીને આયુર્વેદિક સાહિત્યમાં જે વિષયની ચર્ચા મળે છે તેની નેધ સવિસ્તર કરવી એ એક પદ્ધતિ છે. જુલિયસ જેલીએ પોતાના “મેડિસિન” નામના જર્મન ગ્રન્થમાં એ પદ્ધતિને સ્વીકાર કર્યો છે. જેને ઉદ્દેશીને એ લખાય છે તે આયુર્વેદના મૂળ ગ્રન્થથી અજાણું પ્રાચ્યવિદ્યાના પંડિતેને એવો ગ્રન્થ જ ઉપકારક થાય. પણ આ ઇતિહાસના વાંચનાર માટે આયુર્વેદિક વસ્તુનું એવું સવિસ્તર નિરૂપણ મને આવશ્યક નથી લાગતું. આયુર્વેદના મુખ્ય ગ્રન્થ સુલભ છે; ટિપ્પણીઓમાં પૂરા ઉલ્લેખે આપ્યા છે અને આ ઇતિહાસને વાંચનાર આયુર્વેદિક ગ્રન્થથી પરિચિત હોવાનો સંભવ છે, એટલે વિશેષ માહિતીના જિજ્ઞાસુઓ મૂળ ગ્રન્થમાં યથેચ્છ અવગાહન કરી શકશે. અહીં આયુર્વેદશાસ્ત્રના વિકાસક્રમને ખ્યાલ આવી શકે એટલી વીમતો આપી છે. જોકે ચરકસુશ્રતના વર્ણન-પ્રસંગમાં આયુર્વેદનાં જુદાં જુદાં અંગેનાં વસ્તુની વિગતવાર નેંધ કરી દેવાથી વૈદ્યક સિદ્ધાન્તની નવી વાત જેમાં નથી એવા પાછળના ગ્રન્થની નેધ ટૂંકામાં લીધી છે. બીજું આયુર્વેદિક ગ્રન્થકારના સમયની બાબતમાં તે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસની જે સામાન્ય સ્થિતિ છે તે જ સંદિગ્ધ અટકળોવાળી સ્થિતિ આ ઇતિહાસમાં પણ છે અને કોઈપણ ગ્રન્થકારના જીવન વિશે તે અલ્પતમ માહિતી પણ ભાગ્યે જ મળેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 306