________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : આત્મભાવના
માટે આગમથી, યુક્તિથી ને અનુભવથી આવા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવાયોગ્ય છે.
આગમઃ મારો આત્મા એક શુદ્ધ જ્ઞાનદર્શન-લક્ષણ-સ્વરૂપ છે, આ સિવાય જે બાહ્ય ભાવો-રાગાદિ શરીરાદિ-છે તે બધાય મારાથી ભિન્ન સંયોગલક્ષણવાળા છે;–આ રીતે લક્ષણ દ્વારા પરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા આગમોમાં બતાવ્યો છે, તે-અનુસાર જાણીને હું તેનું વર્ણન કરીશ.
અનુમાન-યુક્તિ: દેહ અને આત્મા ભિન્ન છે, કેમ કે બન્નેનાં લક્ષણ ભિન્ન છે, જેનાં લક્ષણો જુદાં હોય તે ચીજો જુદી હોય છે, જેમ કે અગ્નિ અને પાણી; આત્મા તો ઉપયોગલક્ષણી છે ને દેહાદિ તો ઉપયોગરહિત અચેતન છે, માટે બન્ને ભિન્નભિન્ન છે. કોઈને દેહ નાનો હોય છતાં બુદ્ધિ ઘણી હોય, ને કોઈને દેહુ મોટો હોય છતાં બુદ્ધિ થોડી હોય-એમ દેખાય છે; જો દેહ અને આત્મા એક હોય તો એમ બને નહિ, માટે બન્ને જુદા છે, દેહ તો જડ છે, ને બુદ્ધિ એટલે કે જ્ઞાન તે તો આત્માનું લક્ષણ છે; એ રીતે દેહ અને આત્મા ભિન્નભિન્ન છેઆ પ્રમાણે યુક્તિ વડે હું દેહાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ.
દેહાદિની ક્રિયાવડે આત્મા લક્ષિત નથી થતો, તેનાથી તો જડ લક્ષિત થાય છે. આત્મા તો જ્ઞાનલક્ષણવડ લક્ષિત થાય છે.-એ રીતે બન્ને ભિન્ન છે.
વળી અંદર રાગ-દ્વેષાદિ ભાવો થાય છે તે પણ ખરેખર આત્માના જ્ઞાનલક્ષણથી ભિન્ન છે; કેમ કે રાગ-દ્વેષ તો આકુળતા લક્ષણવાળા છે, તે સ્વ-૫૨ને જાણતા નથી, તે બિહ્રમુખ ભાવ છે, ને જ્ઞાનસ્વભાવ તો શાંત અનાકુળ છે, અંતમુર્ખ થતાં તે વેદાય છે, સ્વ-૫૨ને જાણવાનો તેનો સ્વભાવ છે; આ રીતે ભિન્ન લક્ષણ દ્વારા રાગાદિને અને જ્ઞાનને ભિન્ન જાણીને, તે જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com