________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : આત્મભાવના રૂપ જાણીને મારી શક્તિથી હું તે કહીશ; જેને શુદ્ધાત્માની જિજ્ઞાસા છે -આત્માના આનંદની જિજ્ઞાસા છે–એવા ભવ્યજીવો આ શુદ્ધાત્માને જાણો. મને મારું સુખ કેમ થાય, મારા આત્મામાં શાંતિનું વેદન કેમ થાય-એવી જેને અંતરની ઊંડી અભિલાષા છે તે જીવને અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ સંભળાવે છે. આગમમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું છે?
एको मे सासदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।। મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
મારો આત્મા એક શાશ્વત જ્ઞાનદર્શનલક્ષણરૂપ છે, ને બાકીના સર્વે સંયોગલક્ષણરૂપ ભાવો મારાથી બાહ્ય છે.
વળી કુંદકુંદસ્વામી સમયસારમાં કહે છે કે – अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी। णवि अत्थि मज्झ किंचिवि अण्णं परमाणुमितं पि।। હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન-દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારુ જરી પરમાણુમાત્ર નથી અરે!
આ રીતે કુંદકુંદાચાર્યદવ વગેરે સંતોએ નિયમસાર, સમયસારાદિ પરમ આગમોમાં શુદ્ધાત્માનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જાણીને, તે અનુસાર હું શુદ્ધઆત્માનું સ્વરૂપ કહીશ.
વળી કહે છે કે હું લિંગથી એટલે કે યુક્તિ અને અનુમાનવડે, દેહાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. તે આ પ્રમાણે: શરીરાદિથી આત્મા ભિન્ન છે કેમકે તે ભિન્ન લક્ષણથી લક્ષિત છો; જેઓ ભિન્ન લક્ષણ વડે લક્ષિત થાય છે તેઓ ભિન્ન હોય છે,-જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com