________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : આત્મભાવના
આત્માનું સ્વરૂપ કહીશ. અહીં પણ પૂજ્યપાદસ્વામી કહે છે કે શુદ્ધ આત્માને સમ્યપણે જાણીને હું મૃતથી, અનુમાન વગેરે યુક્તિથી અને આત્મશક્તિઅનુસાર કહીશ. સુખના અભિલાષી જીવોને માટે આ શાસ્ત્રમાં હું કર્માદિથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ. અશુદ્ધતાને તો જગત અનુભવી જ રહ્યું છે, પણ શુદ્ધ આત્માને કદી જાણ્યો નથી, તેથી જે સુખનો અભિલાષી છે તેણે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ જ જાણવા યોગ્ય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ જ આરાધ્ય છે. આ સમાધિશતકમાં જ આગળ પ૩ મી ગાથામાં કહેશે કે જેને મોક્ષની અભિલાષા છે એવા જીવોએ તો જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માની જ કથા કરવી, બીજા અનુભવી પુરુષોને પણ તે જ પૂછવું, તે આત્મસ્વરૂપની જ ઇચ્છા અર્થાત્ પ્રાપ્તિની ભાવના કરવી ને તેમાં જ તત્પર થવું, કે જેથી અવિધામય એવી અજ્ઞાનદશા છૂટીને જ્ઞાનમય નિજપદની પ્રાપ્તિ થાય. આત્માર્થીને પોતાના આત્મસ્વરૂપની વાત સિવાય બીજી વાતમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com