________________
ઈતિહાસના પૃષ્ટમાંથી અદશ્ય થઈ. માત્ર શિલાલેખમાં એમના પૂર્વજોનું જૈનધર્મી તરીકે નામ રહ્યું !! (ર) શાલાપતિ જ્ઞાતિ:
લેખાંક ૯ ૧૦ માં શલાપતિ જ્ઞાતિને ઉલ્લેખ છે. પાટણના જૈનશાલવીએ એ જ્ઞાતિના છે. આ જ્ઞાતિના લોકો માટે ભાગે પાટણમાં વસવાટ કરે છે. તેમના બંધાવેલા જિનાલયે અને ઉપાશ્રયે હાલ વિદ્યમાન છે. આ જ્ઞાતિને ઉલેખ અહીં એટલા માટે જરૂરી છે કે શ્રી આર્યરક્ષિતસૂરિ તથા શ્રી જયસિંહસૂરિ સૌ પ્રથમ એમના પ્રતિબંધકે હતા. અને એમના ઉપદેશથી તેમણે વેતાંબર જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પહેલા તેઓ દિગંબર હોય એવા પ્રમાણે મળે છે. રાજર્ષિકુમારપાલ આ જ્ઞાતિનું બહુમાન કરતે. (૩) ઓશવાલ:
સંવત ૧૯૪૫ માં આર્કિઓલેજીકલ સર્વેના સુપ્રિટેન્ડન્ટ મી. હેત્રી કાઉસેસે શત્રુજ્ય ઉપરના લેખે નોંધેલા, જેની પ્રસ્તાવનામાં છે. બુલરે ઓશવાલો અંગે જે વિધાન કરેલું છે તે અંગે શેડો ઉલેખ અહીં જરૂરી છે. ડે. બુહલર કહે છે કે “જૈન સાધુઓના વિભાગ પછી શ્રાવકોના વિભાગો જાણવા જરૂરના છે, અને સદભાગ્યે એવી બાબતેની માહિતી આપણું આ લેખસંગ્રહમાં આવી છે. લેખમાં જે જે ન્યાતના નામે વપરાયા છે તે સૌમાં એશવાલનું નામ ઘણીવાર આવે છે, કારણ કે આ ન્યાત જો કે બહુ ઉમદા કુલમાંથી ઉતરી આવેલી નથી, પરંતુ તે ઘણી પૈસાદાર છે.” ડો. બુલરનું કથન બ્રાંતિયુક્ત છે. કારણ કે આ જ્ઞાતિ વિશુદ્ધ ક્ષત્રિઓની બનેલી છે. ક્ષત્રિએમાં માંસભક્ષણ અને મદ્યપાન પ્રચલિત હોવાથી તેમનાથી જુદા કરવા માટે પૂર્વના જૈનાચાર્યોએ જૈનધર્માનુયાયી ક્ષત્રિઓને ઓશવાળ જાતિના રૂપમાં મૂક્યા છે. શ્રી પૂરણચંદ્ર નાહરે તે ઓશવાલોની ઉત્પત્તિ સંવત ૫૦૦ અને ૧૦૦૦ વચ્ચે ઠરાવી છે ! તેઓ તે અંગે ત્રણ કારણે નેધે છે.–(૧) શ્રી પાર્શ્વનાથ સન્તાનીય શ્રી રત્નપ્રભસૂરિએ રાજપ્રતને પ્રતિબધી જૈન બનાવ્યા જેમાંથી એશવાલોની સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. પરંતુ ફિક્ત ઘટના પહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પટ્ટપરંપરાનું નામ ઉપકેશ ગચ્છ નહોતું. (૨) શ્રી વીરનિર્વાણના ૯૦૦ વર્ષ પછી શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે જે જેનશ્રતને પુસ્તકારૂઢ કર્યો એ સમયના જૈન સિદ્ધાંત અને શ્રી કલ્પસૂત્રની સ્થવિરાવલી આદિ પ્રાચીન ગ્રંથામાં ઉપકેશગચ્છને ઉલેખ નથી. (૩) એશવાલોની આદિભૂમિ ઉપકેશપત્તન, જે
૧ સાક્ષર શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ પ્રકટ કરેલ કોઈ અજ્ઞાત લેખકની પટાવલીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે: “ તિહાં થકી વિહાર કરતા વિધિપક્ષગછ બિરૂદધારક શ્રી આર્યરક્ષિતસૂરિ ગુજરાતિ અણહિલ્લ પત્તનિ પંચાશ્વરનઈં નમવા આવ્યા. તિહાં શાલવી ગૃહસ્થનઈ તંતુઆ જીવની ઉત્પત્તી દેખાડી સ્વગછઈ લીધા. તિહાં ચઉમાસે રહ્યા.”—જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરડ” સને ૧૯૧૫ નો જુલાઈ
ઓકટોબરને સંયુક્ત અંક. 2 Epigraphia Indica Vol. II.