________________
દશા–વીશા ભેદ:
જાતિઓ, વંશ, કુલે, ગોત્ર ઉપરાંત દશા–વીશાના ભેદ સૂચવતા લેખે પણ આ સંગ્રહમાં છે. લઘુ-વૃદ્ધ શાખા, સંતાન કે સાજનિક શબ્દો દ્વારા આ ભેદે દર્શાવાયા છે. કેટલાક લેખેમાં વડહરા શાખા (લેખાંક ૧૫૩, ૧૭૦ ) છે, તે વળી કેટલાકમાં મહાશાખીય (લેખાંક ૨૧૮) એ પણ શબ્દ પ્રયોગ છે. કયાંક વૃદુ શબ્દ પણ આ ભેદ સૂચવવા જાય છે. (લેખાંક ૪૮૫) આ બધા શબ્દ દશા–વીશા ભેદસૂચક છે.
() દશા–વિશા ભેદને નિર્દેશ કરતે આ સંગ્રહને સૌથી પ્રાચીન લેખ સંવત ૧૪૭૧ ની સાલન છે. મતિલેખ કે શિલાલેખોને અભ્યાસ કરતાં જણાય છે કે પંદરમી શતાબ્દી પહેલાના એકેય લેખમાં આ ભેદ દર્શાવાયો નથી. અલબત્ત, પ્રાચીન ગ્રંથોમાં આ ભેદનું ઉદ્દભવસ્થાન, વસ્તુપાળ-તેજપાળ-જેઓ ગુજરાતના મહામાત્ય થયા પછી ૮૪ જ્ઞાતિઓને નિમંત્રે છે, તે પ્રસંગ સાથે નિરુપવામાં આવ્યું છે.' જે એ વાત સ્વીકારવામાં આવે તે સંવત ૧૨૭૫ માં આ ભેદ અસ્તિત્ત્વ ધરાવતે હેય. દશા–વીશા ભેદસૂચક પ્રાપ્ત થતા પંદરમી શતાબ્દીના લેખોના પ્રકાશમાં, વસ્તુપાળ-તેજપાળના ઉક્ત પ્રસંગને વર્ણવતાં શતાબ્દીઓ પછીના ગ્રંથે આ બાબતમાં કેટલા પ્રમાણભૂત ગણી શકાય તે વિદ્વાને પ્રથમ નક્કી કરવાનું રહેશે.
(૨) આ સંગ્રહના લેખાંક ૨૫ તથા પ૭ માં વિશા શબ્દ પાસે આમ ૨૦ ને આંકડો મૂકવામાં આવ્યો છે. આ લેખે દશા–વીશા ભેદ સંખ્યાવાચક છે તે વાતની પ્રતીતિ કરાવે છે. અલબત્ત, આ સંખ્યા શેની છે તે નકકી કરવામાં વિદ્વાનોમાં ઉગ્ર મતભેદ પ્રવર્તે છે.
(૪) ગુજરાતની બહારના પ્રદેશના વણિકમાં દશા–વીશા ભેદ ન હોય તેવાં પ્રમાને વિદ્વાને ઘણી જ મહત્તા આપે છે. આ સંગ્રહના પલ્લીવાલ જ્ઞાતિના લેખાંક ૫ માં આવા ભેદને નિર્દેશ નથી. ડીસાવાલ જ્ઞાતિના લેખાંક ૧૩ માં પણ આવા ભેદને નિર્દેશ નથી. આ બને જ્ઞાતિએ ગુજરાત બહારની છે. આઝાદશક લેખ:
(૪) લેખાંક ૩૨૧ માં ગાય માર્યાનાં પાપ અંગે ઉલ્લેખ છે. અગાઉ દાનપત્રે કે આવા લેખેમાં અતે આવી આજ્ઞાને ભંગ કરે તેને માથે ગૌહત્યાનું પાપ વિગેરે અનેક
૧ પંડિત મેરુવિજય કૃત “વસ્તુપાળ તેજપાળને રાસ” રચના સંવત ૧૭૨૧. ૨ “પ્રબંધ ચિંતામણી” માં મેસતુંગરિએ મહાઅમાત્યો વિધવા-પુત્ર હવા સંબંધે વિસ્તૃત વર્ણન
આપ્યું પણ દશા-વીશા ભેદ અંગે ક્યાંયે ઉલલેખ કર્યો નથી. સંવત ૧૩૬ માં રચાયેલ આ ગ્રંથ સૌથી વધારે પ્રમાણભૂત છે. વિદ્વાનોએ આ પ્રશ્નને નિર્ણય કરતાં પહેલા આ હકીકત પ્રત્યે દુર્લક્ષ સેવવું જોઈએ નહીં.