________________
પત્તન ઉપર જૈન ઘણી જ ઉપયોગી માહિતીઓ રજૂ કરે છે જેના સંદર્ભમાં આ સંગ્રહના લેખમાં આવતું પત્તન શબ્દ સમજ જરૂરી થશે.
” લેખાંક ૨૬૩ માં પત્તનસહાનગરે એ ઉલ્લેખ આવે છે. આ પણ ચર્ચાસ્પદ મુદ્દો રજૂ કરે છે. લેખાંક ૩૨૧ માં દેવપત્તનને ઉલ્લેખ છે. પૂ. જયંતવિજય આબુ ઉપરના દેલવાડાને દેવપત્તના નામથી ઓળખાવે છે. પ્રાચીન ગ્રંથોમાં સોમનાથ પાટણને પણ એ જ નામથી ઓળખાવાયું છે. ઉક્ત લેખના વર્ણન ઉપરથી કહી શકાય છે. કે મેવાડના ગિરિપ્રદેશમાં પણ એ નામનું એક સમૃદ્ધ નગર સંવત ૧૯૮ માં વિદ્યમાન હતું. આમ એક જ નામથી ઓળખાતા અનેક નગરો અસ્તિત્વ ધરાવતા હતા. ભારતીય શકે :
મોટા ભાગના લેખે વિક્રમ સંવત અને શાલિવાહન શક કે વીર સંવતથી અંકિત છે. છેલ્લા એક વર્ષ પછીના લેખોમાં તે ઈશસંવતે પણ પ્રવેશ કર્યો છે. લેખાંક ૨૦૧૮ ૪૪૧ માં વળી ઈલાહી સનને ઉલ્લેખ છે. પહેલા. ચારે સંવતે વિષે આપણે જેટલા પરિચિત છીએ તેટલા જ આ સન માટે અપરિચિત છીએ એટલે તે અંગે થોડો ઉલ્લેખ જરૂરી બને છે. •
(૧) “તારીખ-ઈ-ઋલાહી” નામને આ શક મોગલ બાદશાહ અકબરે શરુ કર્યો હતું અને તે જે વર્ષે ગાદી ઉપર બેઠે તે વર્ષ આ સનનું પહેલું વર્ષ હતું એમ અબ્દુલ કાદિર બદાયૂની નામના અકબર બાદશાહના રાજદરબારના એક વિદ્વાને પોતાના “મુંતખવુંતવારીખ” એ નામના ગ્રંથમાં નોંધ્યું છે. વાસ્તવિક દૃષ્ટિથી જોતાં આ સન અકબર બાદશાહ ગાદી ઉપર બેઠા પછી ૨૯ માં વર્ષે, એટલે કે હિજરી સન ૯૨, ઈ. સ. ૧૫૮૪ માં શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ પછીના વર્ષોની ગણત્રી કરીને અકબર જે વર્ષે ગાદી ઉપર બેઠો તે આ શકનું પ્રથમ વર્ષ થાય એવી વ્યવસ્થા કરાઈ હતી. આ સન અકબર અને જહાંગીર એ બે બાદશાહના શાસનકાળ સુધી જ ચાલુ રહી શકે. શાહજહાં તખ્તનશીન થયો કે તરત જ તેણે તે બંધ કરાવી દીધો. આમ અકબર અને જહાંગીરના સમયના ફરમાનપત્ર, સિક્કાઓ કે તત્કાલીન ઐતિહાસિક ફારસીઝ સિવાય બીજે કયાંયે આ સનને નિર્દેશ મળતું નથી. " (૨) સંવતના ઉલ્લેખ પછી લગભગ બધા જ લેખોમાં માસ, પક્ષ, તિથિ અને વાર આપેલા હોય છે. કેઈ કેઈ લેખમાં તે ઘટિકાને ઉલ્લેખ પણ છે. “એપિશાફિઆ ઈન્ડીકા” ની પ્રસ્તાવનામાં છે. બુહલર આવા લેખેને અંગ્રેજી તારીને ભારતીય તિથિઓ સાથે સરખાવવાના અગત્યના સાધનરૂપે ઓળખાવે છે. કારણ કે પ્રત્યેક લેખમાં દિવસની સાથે વાર પણ આપેલા છે. ૧ “હિન્દુસ્તાનમાં જુદા જુદા શક”–શ્રી મંજુલાલ સેવકલાલ દલાલ કૃત, બ૦ શ્રી સયાજી સાહિત્યે
માલા, વડોદરા.