________________
(૯) લેખાંક ૩૩૬ માં કચ્છના રાઓશ્રી પ્રાગમલ્લજી તથા કેકારાના રાજ્યાધિકારી મકાજી જાડેજાને પણ ઉલ્લેખ છે. આ શિલાલેખ શેઠ વેલજી માલુ, શેઠ શિવજી નેણશી તથા શેઠ કેશવજી નાયકે સાથે મળીને કઠારામાં બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયને છે. મંદિર બંધાયા પહેલા તેને ૭૮ ફૂટ લંબાઈ, ૬૪ ફૂટ પહોળાઈ અને ૭૩ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ સૂચવતે પરિમાણદર્શક નકશે જાડેજા શાસકો પાસે મંજૂરી માટે મૂકવામાં આવેલ જે પ્રથમ નામંજૂર કરવામાં આવ્યો. કારણ કે જે બે માળની ઉંચાઈ સૂચવતે નકશે મંજૂર કરવામાં આવે તે એટલી ઉંચાઈથી રાજાને ઝનાને વિક્ય બને, જે એમની પરંપરાગત પ્રણાલિકાથી વિરૂદ્ધ હતું. ત્રણે શ્રેષ્ઠીઓ ભવ્ય જિનાલય બંધાવવા કૃતનિશ્ચયી હેઈને આખરે એવો નિર્ણય લેવામાં આવ્યું કે અવિલેક્ય બને એટલી વધારે ઉંચાઈની દિવાલે જાડેજાના રાજમહેલને ફરતી પોતાને ખરચે જ અંધાવી દેવી. આ પ્રસ્તાવ જાડેજાઓએ માન્ય રાખતાં મંદિરને મૂળ નકશે મંજૂર કરવામાં આવેલ. આ જિનાલય કચ્છનું સર્વોત્કૃષ્ટ સ્થાપત્ય હેઈને તેનું રેખાચિત્ર, તળને નકશે અને તેના સ્થાપત્યની ખૂબીઓ સમજાવતે લેખ આર્કિઓલોજીકલ સર્વે તરફથી પ્રકાશિત કરવામાં આવેલ. આ જિનાલયને શિલાલેખ પણ ખૂબ જ મહત્ત્વને હેઈને તેમના તરફથી પ્રકટ થયે."
(૧૦) પાલીતાણાના રાજ્યકર્તાઓ અંગે પણ આ સંગ્રહ ઘણુ માહિતી પૂરી પાડે છે. લેખાંક ૩૧૫ માં કાંધુજી અને તેના કુંવર શિવાજીને ઉલ્લેખ છે. તેઓ કાંધુજી ૨ જા અને શિવાજી ૨ જા હતા. લેખાંક ૩૨૫ અને ૩૨૬ માં ઉન્નડજીનો ઉલ્લેખ છે. લેખાંક ૩૩૩ માં નોંઘણજી અને તેના કુંવર પ્રતાપસિંહજીને ઉલેખ છે. લેખાંક ૩૩૪ માં પ્રતાપસિંહજીને રાજા તરીકે ઉલ્લેખ છે. પરંતુ તેઓ તે વખતે તખ્તનશીન થયા નહતા. પાલીતાણાના રાજકવિ શ્રી જેઠાલાલભાઈએ મને જે ને બતાવી છે તે અનુસાર પ્રતાપસિંહ સંવત ૧૯૧૬ માં તખ્તનશીન થયા હતા. તેમના કહેવા પ્રમાણે નોંઘણજી એ અરસામાં રાજકાજથી અલિપ્ત રહેતા. રાજ્યની લગામ પ્રતાપસિંહજીના હાથમાં હતી એટલે તેને રાજા તરીકે ઉલ્લેખ થયે હેય એ શક્ય છે. લેખાંક ૩૪૮ અને ૩૮૦ માં સૂરસિંહને રાજા તરીકે ઉલ્લેખ છે. ત્રિપુટી મહારાજ આ શિલાલેખેમાં એના રાજા તરીકે થયેલા ઉલેખ અંગે જણાવે છે કે “સને ૧૮૬૩-૬૪ માં વિ. સં. ૧૯૨૧ મહા સુદ ૭ ગુરૂવારે સવારે શેઠ કેશવજી નાયકે ટૂંક બંધાવી હતી તેમાં ઠાકેરે દખલ કરી, તેના શિલાલેખમાં પિતાને રાજા તરીકે લખવાનું દબાણ કર્યું હતું, તે દિવસથી જેનોએ પહાડ ઉપર કે બનાવવાનું બંધ કર્યું. ત્રિપુટી મહારાજનું આ વિધાન
1 Archeolagical Survey of Western India, Report on the Architectural and Archaeological Remains in the Province of Kachh by Dalpatram Pranjivan Khakhar. આ જિનાલય અંગે વિશેષ માહિતી માટે જુઓ Gazetteer,
Bombay Presidency, Vol. V pp. 231-232. ૨ “જૈન પરંપરાને ઇતિહાસ” ભા. ૩ જે, પૃ. ૨૫૦.