________________
*
દષ્ટિથી જોનારે હતે. તેની સહાયથી ત્યાંના અંચલગચ્છીય સંઘે ઉપાશ્રય તથા જિનાલય બંધાવ્યા હતા. (લેખાંક ૩૨૨). - કર્નલ ટેડે મેવાડના રાજકર્તાઓમાં રાઘવ દેવજીને ઉલ્લેખ કર્યો ન હોઈને એમ જણાય છે કે તેઓ દેવપત્તનના માત્ર વહિવટકર્તા કે ખંડિયા રાજા હોય. આ લેખ ઉપરથી એમ પણ જણાય છે કે ગુજરાતના રાજાઓની જેમ મેવાડ, મારવાડ કે રાજસ્થાનના રાજ્યકર્તાઓએ જૈનધર્મને પોષવામાં સારે ફાળો નોંધાવે છે.
(૩) લેખાંક ૩૧૫ માં મોગલ શહેનશાહ જહાંગીરને આ પ્રમાણે ઓળખાવ્યા છે – “પતિશાહ જિહાંગીર શ્રી સલેમશાહ ભૂમંડલા બંડલ વિજયરા” શત્રુંજયના જિનાલયના આ શિલાલેખ ઉપરની કહી શકાય છે કે ત્યાંના રાજાઓએ જહાંગીરની આણું સ્વીકારી લીધી હશે.
(૪) લેખાંક ૩૦૦-૩૦૮ ની પ્રતિમાઓના મસ્તક ઉપર જહાંગીરનું નામ ઉત્કીર્ણિત છે. આ લેખો મોગલ શાસનમાં પ્રવર્તમાન ધર્મો ધતાનું આપણને દર્શન કરાવે છે. શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી આગરાના જિનાલયની તથા જિનબિંબની પ્રતિષ્ઠા થયેલી તે વખતના આ લેખે છે. જનશુતિ કહે છે કે એ વખતે જહાંગીરને કહેવામાં આવ્યું કે “સેવડોને મૂર્તિમાં બનાવાઈ હ ઔર હજૂર, નામકે અપને ભૂતકે પકે નિચે લિખા દિયા હૈ.” એક તે ધર્મોધ શાસકેના રાજ્યમાં મંદિર બને અને મૂર્તિઓના ચરણભાગમાં શહેનશાહનું નામ લખાય પછી પૂછવું જ શું? સમાચાર સાંભળતાં જ પાદશાહના ધન અને લોકોના ઉશ્કેરાટને પાર ન રહ્યો. એ વખતે સંઘના અગ્રણુંએએ દૂરદર્શિતા દાખવીને પાદશાહનું નામ મસ્તકભાગમાં કેતસવીને રાજ્ય તરફથી આવનારા અનિષ્ટો દૂર કર્યા. જે આમ સમયસૂચકતા વપરાઈ ન હોત તો અન્ય મંદિરની જેમ આ મંદિર પણ પાયાથી ખેરાઈ જાત !
(૫) લેખાંક ૨૮૮ માં કુરપાલ ને સોનપાલને જહાંગીરના મંત્રી કહ્યા છે. એમના નામનો ઉલ્લેખ કરતા અને એમના સુકૃત્યને વર્ણવતા અનેક શિલાલેખે આ સંગ્રહમાં છે. . બનારસીદાસ કહે છે કે જહાંગીરના શાસનકાળ સંબંધમાં તેઓ બધા ફારસી ગ્રંથે જોઈ ગયા પરંતુ એમના નામને ક્યાંય ઉલેખ જણાયે નથી. શક્ય છે કે તેઓ ૧ શ્રી પૂરણચંદ નાહર સંપાદિત “જૈન લેખ સંગ્રહ” 4િ. . લેખાંક ૧૫૭૮. ૨ હું શિલાલેખો માટે અમરેલી ગયેલો ત્યારે આવી બાબતે પર ચર્ચા થતાં ત્યાંના લોકોએ અમરેલીના અચલગચ્છીય ઓશવાળ અને પટ્ટણીઓએ બંધાવેલા જિનાલયના શિખર ઉપર મજીદ આકારનું ચણતર હોવાનું મને કહ્યું. મેં શિખર ઉપર ચડીને જોયું તે મજીદની મિનારાયુક્ત નાની પ્રતિકૃતિ જોઈ. આનું કારણ શું હશે ? ઉપરોક્ત ઘટનાને મળતું જ કોઈ ગુપ્ત કારણ આમાં છુપાયું હોય તે ના નહીં. મુસલમાની મંદિર વિઠશક પ્રવૃત્તિથી ત્રાહિત થઈને અમરેલીના સાથે આવું કર્યું હોય તે સંભવિત છે. કેમકે જે મંદિરનો નાશ કરવામાં આવે તે શિખર ઉપરની મજીદ પણ નાશ પામે, જે કોઈ પણ મુસ્લીમ સાંખી ન શકે! ૩ “ જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૨, અંક ૧, પૃ. ૨૯-૩૫.