________________
२
સ્વીકારી શકાય એવું નથી; કેમકે શેઠશ્રી કેશવજી નાયક અને ઠાકોર સુરસિંહજી વચ્ચે. મિત્રતાભર્યા સંબંધે હતા. બીજું, એ પછી પણ શત્રુંજય ઉપર જિનાલયે બંધાયા છે.
પાલીતાણાના રાજ્યકર્તાઓ અંગેના છેલ્લા ઉલ્લેખો લેખાંક ૩૮૮ તથા ૪૯ માં છે. પાલીતાણાની શ્રી વીરબાઈ જૈન પાઠશાળાનું ખાતમુહૂર્ત ઠાકર માનસિંહજીના શુભ હસ્તે થયું ત્યારના તથા પાલીતાણાની શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિબંધુઓએ અંધાવેલી ગૌશાળા માટે મહારાજાએ રાજ્ય તરફથી જમીન આપી તે અંગેના એ લેખો છે. પ્રાચીન નગરે:
(૧) લેખમાં અનેક પ્રાચીન નગરોના ઉલેખે પણ છે. અત્યારે કેટલાક નગરોના નામે પણ તદન ફરી ગયા છે. દા.ત. સ્તંભતીર્થ તે હાલનું ખંભાત, મંડપદુર્ગ–માંડવગઢ,
જીરાપલ્લી–જીરાવલા, જીર્ણદુર્ગ—જૂનાગઢ, ઉગ્રસેનપુર–આગરા, નવિનપુર–નવાનગર, જિક્ષકુલ-જખૌ, પાદલિત-પાલીતાણા, વિમલાચલ-શત્રુંજય ઈત્યાદિ.
(૨) કેટલાક ગામનું અસ્તિત્વ હાલ છે કે નહીં એ કહેવું પણ મુશ્કેલ છે. પ્રાચીન ગામે, પુરે અને નગરોના નામોની સૂચિ ઉપરથી એ બધાના ઉલ્લેખ પ્રાપ્ત થઈ શકશે.
(૩) પિરાણિક પરંપરાઓ આનર્તપુરને સૌપ્રથમ વ્યક્ત કરે છે. આ આનર્તપુર તે આનંદપુર અને હાલનું વડનગર એમ વિદ્વાને માને છે. આ સંગ્રહના લેખાંક ૧૮૫ માં વૃદ્ધનગરને ઉલલેખ છે તે વડનગર હોય એમ જણાય છે. એવી જ રીતે લેખાંક ૧૫૩ માં કેરડાગ્રામ અત્યારનું ઉદયપુરની પાસે આવેલું કરેડા સંભવે છે, જે કરેડા પાર્શ્વનાથના તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. લેખાંક ૩૧૬ માં દિવબંદરને ઉલ્લેખ છે. લેખાંક ૧૨૫ માં બેટ, લેખાંક ૧૫ માં બેટનગર તેમજ લેખાંક ૩૧૩ માં દ્વીપબંદરના ઉલ્લેખ છે જે દિવબંદરના પ્રાચીન નામ હોય એમ જણાય છે. લેખાંક ૧૧૭ માં જણાવેલું રત્નપુર તે મારવાડનું રત્નપુર હોઈ શકે. તેમજ હાડાલાગામ (લેખાંક ૧૪૨) મોરબી પાસેનું ગામ હોય એ સંભવિત જણાય છે. આમ ઘણાયે ગામ કે નગરે માટે આવા અનુમાને કરી શકાય છે.
(૪) આ સંગ્રહમાં પત્તનના ઘણુ જગ્યાએ ઉલ્લેખે આવે છે પત્તન એ નામથી ઘણા શહેર પ્રસિદ્ધ હતા. દા.ત. સપારાપાન, દેવપત્તન ઈત્યાદિ. જેનગ્રંથોમાં પત્તન એ વસાહતને એક પ્રકાર છે. શ્રી હર્ષ કુલસૂત્રકૃતાંગ દીપિકામાં આ પ્રમાણે વર્ણન આવે છે–
જેને ફરતી વાડ હોય તે ગ્રામ, વિશાળ ચાર ગોપુરેથી શોભે તે નગર, નદી અથવા ડુંગરથી વેષ્ટિત ખેટ, બધી બાજુએ પર્વતથી ઘેરાયેલું તે ખર્વટ, હજાર ગામેથી યુક્ત તે મંડલ, રત્નનું ઉત્પત્તિસ્થાન તે પત્તન, સમુદ્રની વેલાથી વલયિત દ્રણ અને અદ્રિશંગમાં સંબોધ”, મલયગિરિ પન્નવણાની વૃત્તિમાં પટ્ટણની વિસ્તારથી ચર્ચા કરે છે. એમના મતાનુસાર જલપત્તન તે પટ્ટણ અને જલસ્થળ માર્ગે જવાય તે પત્તન. આમ