________________
- (९) पृष्ठ २५ में केवल “ उपदेशात्" शब्द मिलने से लेख के अंचलगच्छीय होने की सम्भावना की है वह भी विचारणीय ही है ।
कई लेख प्रस्तुत संग्रह में ऐसे भी आ गये हैं जो वास्तव में अंचलगच्छ के नहीं हैं। सम्भावना या भ्रान्तिवश ऐसा हो ही जाता है । ६
उपरोक्त संशोधन सूचित करने का आशय यह कदापि नहीं है कि श्री “ पार्श्व" ने कोई जानबूझ कर गलती की है। पर ऐसी भूल-भ्रान्तियों की परम्परा आगे नहीं बढ़े इसी लिये इतना लिखना पडा है। वैसे मैं श्री “पार्श्व" के प्राथमिक प्रयास की अवश्य ही सराहना करूंगा जिन्होंने इतने परिश्रम से ऐसे महत्त्वपूर्ण ग्रन्थ का सम्पादन किया है । भविष्य में उनसे अनेकों और भी शुभ कार्यों की आशायें हैं । अंचलगच्छ का संघ उन्हें इसी तरह प्रोत्साहन देता रहा तो अवश्य ही उनके द्वारा गच्छ की बड़ी सेवा हो सकेगी और अपेक्षित इतिहास ग्रन्थ के द्वारा गच्छ की कीर्ति स्थायी बन सकेगी ।
( ૨ )
અંચલગચ્છ સાથે સંબંધ ધરાવતા વિક્રમની ૧૩ મી સદીથી ૨૧ મી સદી સુધીના ૫૧૪ જેટલા સંસ્કૃત અને ભાષાના લેખેને આ સંગ્રહ પ્રાચીન ઈતિહાસ જાણવા માટે ઘણે ઉપયોગી છે. એ ગચ્છના આચાર્યોના ઉપદેશથી ધર્મનિષ્ઠ શ્રીમાન જૈન સદગૃહસ્થાએ અને કેટલીક શ્રાવિકાઓએ પણ ભિન્ન ભિન્ન તીર્થ નગર આદિ સ્થળમાં જે શુભ કાર્યો કર્યાંમંદિર, મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવ્યાં, ઉપાશ્રય, ધર્મશાળા, કુડે-જલાશો આદિ કરાવ્યાં તેના પ્રામાણિક આધાર-ઉલેખવાળે આ સંગ્રહ સમાજને વિશિષ્ટ પ્રેરણા આપે તે છે. પ્રથમ ખંડમાં સંવત ક્રમથી આપેલા લેખેની પૂર્તિ બીજા-ત્રીજા ખંડમાં કરી છે. પ્રસ્તાવનામાં તેની ઉપયોગિતા દર્શાવી છે, તેમ જ પરિશિષ્ટોમાં વિશેષ નામની સૂચીઓ, સ્થળ નામ સૂચી, તથા સંવત સૂચી આપી આ સંગ્રહ વિશેષ ઉપયોગી થાય તે સંપાદકને પ્રયત્ન પ્રશંસનીય કહી શકાય . આશા છે કે આ સંગ્રહના લેખો સંબંધમાં વિશેષ પરિચય, પ્રકાશ સંપાદક “અંચલગચ્છદિગ્ગદર્શન” નામના બીજા ગ્રંથમાં આપશે. સંપાદક અને પ્રકાશકને અમારા અભિનંદન.
લાલચંદ્ર ભગવાન ગાંધી (નિવૃત્ત જેન પંડિત” વડોદરા રાજ્ય)
૯ આ સંગ્રહમાં અન્ય ગોના લેખો છે તેમાં અંચલગચ્છના શ્રાવકના ઉલ્લેખ હેઈને તે સંપાદિત કર્યા છે. દા. ત. શેઠ શ્રી કેશવજી નાયકે સમેતશિખર તીર્થમાં વિજયગચ્છીય આચાર્યની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરાવી હતી તે અંગેના લેખો આ સંગ્રહમાં છે. આમ સંભાવના કે ભ્રાંતિનો પ્રશ્ન જ નથી. પ્રસ્તાવનામાં પણ “અંચલગચ્છીય લેખ” એ શીર્ષક હેઠળ, પૃ. ૮ માં મેં આ મુદ્દો સ્પષ્ટ કર્યો છે.
- સંપાદક