________________
| (૩) પ્રાચીન અસ્પષ્ટ લેખ ઉકેલવામાં થતી ક્ષતિઓને પરિણામે કેટલાક લેખમાં વાર-તિથિ વચ્ચે અસંબંધતા સર્જાય છે. કિન્તુ આ સંગ્રહના લેખાંક ૨૮૮ માં સંવત ૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને ગુરુવાર છે. જ્યારે ૨૯૨ થી ૩૦૮ વચ્ચેના બધા જ લેખોમાં સંવત૧૬૭૧, વૈશાખ સુદિ ૩ ને શનિવાર આવે છે. સને ૧૯૨૦ માં આગરાના જિનાલયની પથ્થરોથી ભરેલી ઓરડીમાંથી પ્રાપ્ત થયેલો આ લેખ સૌ પ્રથમ પ્રો. બનારસીદાસે નેધેલો અને પોતાના વિસ્તૃત વિવેચન સાથે પ્રકાશિત કરેલો. એ જ લેખ શ્રી નાહરે પણ ડાક ફેરફાર સાથે પ્રકાશિત કરેલ. ઉપરોક્ત બંને વિદ્વાનેએ સરખી રીતે ગુરુવાર વાંચ્યું હઈને પ્રશ્ન થાય છે કે એક જ સ્થળમાં, એક જ સંવતમાં, એક જ મહિનામાં અને એક જ તિથિમાં ગુરુવાર અને શનિવાર કેમ સંભવી શકે ? ભારતીય પંચાંગ અનુસાર તે દિવસે શનિવાર આવે છે. તે પછી આવા તફાવતનું રહસ્ય શું હશે? આ એક ગૂઢ પ્રશ્ન છે. લેખો અને પ્રાચીન અવશેની જાળવણી:
પ્રસ્તુત લેખસંગ્રહ દ્વારા ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતે પર સંક્ષિપ્ત છણાવટ કરી અંતે આ મુદ્દા ઉપર હું આવું છું. શત્રુંજયના લેખે આ સંગ્રહમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. જેનોનું તે મેટું તીર્થ મનાય છે. ત્યાં સેંકડો મંદિરે અને હજારે પ્રતિમાઓ છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જતાં તેના ઉપર જેટલા શિલાલેખે મળવા જોઈએ તેટલા મળતા નથી. તેનું કારણ શું હશે? ત્યાં સમારકામ ચાલુ જ હેય છે. લેકેનું ઈતિહાસ તરફ દુર્લક્ષ હેઈને મંદિરનાં જીર્ણોદ્ધાર વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહીં. શિલાલેખો કે પ્રાચીન અવશે ઉખેડીને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતા હતા અથવા તે ભીંતમાં જ ચણી દેવામાં આવતા હતા. કર્નલ ટેડના કથન અનુસાર, પરસ્પર એકબીજા સંપ્રદાયોએ પણ આપસની ઈર્ષા અને અસહિષ્ણુતાને લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મોટે ભાગ ભજખ્ય છે.?
આ સંગ્રહને લેખાંક ૪૪૭ શત્રુંજયના અબ્દુ જિનાલયને છે. એ લેખ હેત્રી. કાઉન્સે નોંધેલ અને તેને ડે. બુહુલ સંપાદિત કરી. “એપીગ્રાફિ ઈન્ડીકા”માં પ્રકાશિત કરેલો. આ લેખ લગભગ આખે જ ડે. કાઉસેન્સ પેલે. માત્ર આચાર્યનું નામ અને ગચ્છનું નામ તેઓ કદાચ ન ઉકેલી શક્યા હોય અને માત્ર એટલો જ ભાગ તેમણે બાકી રાખ્યું હોય એમ વિચારી હું કુતૂહલ ખાતર વાંચવા ગયેલો. પરંતુ જોયું તો ગચ્છના અને આચાર્યના નામ ઉપર કેઈએ ચા મારી દીધા છે! આચાર્યના. બિરુંદ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. એ ઉપરથી કહી શકાય છે કે એટલો ભાગ સ્વાભાવિક
૧ “ જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૨, અં. ૧, પૃ. ૨૯-૩૫. ૨ “જૈન લેખ સંગ્રહ” દ્વિ, ખં. લેખાંક ૧૪૫૬. 8 જાન જૈન ઢલ હ ભા. ૨, સં. મુનિ જિનવિજયજી, અવલોકન પૃ. ૨.
Epigraphia Indica, Vol. II, P. 72.