________________
૧૭
જાતના પાપ અથવા તા ભગ કરનાર અસહ્ય દુ:ખા ભાગવશે; અનેક વર્ષો સુધી નરકના દુઃખેા પામશે ઈત્યાદિ ભીતિઓના નિર્દેશ હાય છે, જેથી માણસા એને ભંગ કરતા ડરે.
(૬) લેખાંક ૪૪૮ માં આજ્ઞાના ભંગ કરનાર સમસ્ત સંઘના ખૂની છે એમ કહેવામાં આવ્યું છે. શત્રુજય ઉપર એટલા બધા જિનાલયેા અંધાવા લાગ્યા કે યાત્રિકાને જવા આવવાના રસ્તાની પણ અડચણુ પડવા લાગી. સંવત ૧૮૬૭ માં ઘણા ગામાના સ`ઘા ભેગા થઈને ઠરાવ કર્યો કે હવે પછી કાઇએ હાથી પેાળના ચેાકમાં નવું મદિર ન ખંધાવવું.
ગાય માર્યોના પાપ કે નરકના દુઃખા સૂચવતા લેખા અંગે પૂ॰ જય'તવિજયજી કહે છે કે “ પરંતુ આવા ડર આયલાકે રાખે; પણ મુસલમાન, ઈસાઈ, અથવા સાવ નાસ્તિક હોય તે એવા પાપાથી પણ ન ડરે એટલે એને ભૂડી-અકથ્ય ગાળા લખેલી જોવામાં આવે છે. ભાષા–લિપિ અને સજ્ઞાઓ :
'
(૧) લેખની શરુઆતમાં કોઈ મંગળ ચિહ્ન જોવામાં આવે છે. દા. ત. ૐ, ૐ, ૐ, મૈં ॥ ઈત્યાદિ. કાઇ કાઇ લેખામાં તે વળી નવી જ જાતના ચિહ્નો જોવામાં આવે છે. મેં આવા ચિહ્નો લેખામાં દર્શાવ્યા નથી. સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા પ્’૦ ગૌરીશ’કર ઓઝાના મતાનુસાર ઉપરોક્ત બધી સંજ્ઞાએ “એમ”ની ભિન્ન ભિન્ન લિપિઓ જેવી છે.
(૨) લેખના અંત ભાગમાં આ પ્રમાણે લખાયેલું હોય છેઃ—શ્રી, શ્રીરસ્તુ, કલ્યાણુમસ્તુ, શ્રેયસ્કૃત', શુભભૂયાત્, ચિર' નતુ, શ્રી ભવતુ, શ્રી ભ્રૂયાત્, ચિર વિજયતાં, આચંદ્રાક. વિજયતામ્, શ્રેયાઽસ્તુ, અત્ર ભદ્રમ્, પ્રવૃદ્ધે માનભદ્રં માંગલિક ભૂયાત્ ઇત્યાદિ. આ સંજ્ઞાઓ લેાકેાની ધાર્મિક માન્યતાએ સૂચવે છે.
(૩) લેખા દેવનાગરી લિપિમાં મુદ્રિત છે કિન્તુ એમની મૂળ લિપિતા જૈનલિપિજ છે. આ લિપિ દેવનાગરીલિપિને ઘણી જ મળતી આવે છે. પરંતુ એના ઘેાડાક અક્ષરામાં ઘણા જ ફેર છે. અક્ષમત્ત, જૈલિપિ ચાલુ વ્યવહારમાંથી નાશવંત હોઈને એ લિપિના ખ્યાલ આપવા આ ગ્રંથમાં તેની ફ્રાટોગ્રાફ્સ દ્વારા પ્રતિકૃતિએ રજૂ કરી છે. લિપિ ભિન્ન હોવા છતાં લગભગ બધા લેખા શુદ્ધ સંસ્કૃતમાં છે.
(૪) ડા. ખુહુલર, તેમણે સંપાદિત કરેલા લેખસંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે કે, “ બીજા વિભાગના લેખામાંથી ઐતિહાસિક ખાખતા બહુ થાડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ્ તેમના ટુંક સાર આપ્યા છે.` પરંતુ નં. ૧૦૯ ( આ સગ્રહમાં
૧ ૬ શ્રી અક્ષુઃ પ્રાચીન જૈન લેખ–સદાહ આખુ ભા. ૨, લેખાંક ૮૪,
૨ આ લેખા મે* શોધી કાઢીને બધા આ સંગ્રહમાં રજૂ કર્યાં છે. જુએ લેખાંક ૩૧૧, ૩૨૪, ૩૨૬. ૩૨૮, ૩૩૪, ૩૮૦. આ લેખેના અંગ્રેજી ભાષાંતર ઉપરથી સુપ્રસિદ્ઘ ફ્રેન્ચ વિદ્વાન ડા. એ. ગેરીનેટે ફ્રેન્ચ ભાષામાં Reportoire D'epigraphia Jaine નામના પુસ્તકમાં નોંધા લીધી છે.
૩