________________
૧૯ નં. ૩૪૮)ને લેખ આખો આપ્યો છે, કારણ કે તેમાં અંચલગચ્છની હકીક્ત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખ હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતિને ઉપયોગ કરે છે તેના નમૂનારૂપે છે; તથા જૂના ગ્રંથ અને લેખોમાં વપરાતી મિશ્રભાષાનું મૂળ શેધી કાઢવામાં સહાયભૂત થશે અને પ્રાચીન જન વિદ્વાને જેવા કે મેરતુંગ, રાજશેખર અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમો લગાડવાનું પણ સુલભ થઈ પડશે.”
રાજકીય: જ આ સંગ્રહ ધાર્મિક, સામાજિક ઉપરાંત રાજકીય ઈતિહાસ ઉપર પણ પ્રકાશ પાડે છે. વિસ્તૃત શિલાલેખમાં પટ્ટધરે તેમજ શ્રેષ્ઠીઓના ઈતિહાસ સાથે રાજકર્તાઓની પણ નેધ લેવાઈ છે. રાજાઓની સૂચિ ઉપરથી આ બાબત જાણી શકાશે. રાજકીય બાબતેને સ્પશતા થોડાક મુદ્દાઓની નેંધ પણ લેવા જેવી છે.
(૧) મારવાડના બાહડમેરના સંઘે શ્રી ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું હતું તેના સભામંડપના શિલાલેખ (લેખાંક ૨૮૩)માં જોધપુરના મહારાણા ઉદયસિંહના નામનો ઉલ્લેખ છે તેમને માટે કર્નલ ટેડ જણાવે છે કે “ઉદય સિંહના રાજ્યાભિષેક સંબંધમાં પૃથક પૃથક ભટ્ટગ્ર માં ભિન્ન ભિન્ન વિધાન ઉપલબ્ધ થાય છે. કેટલાક જણાવે છે કે રાજા માલદેવનું મૃત્યુ થયા પછી અલ્પકાળમાં, અર્થાત ઈ. સ. ૧૫૬૯માં તે મારવાડના સિંહાસન પર બેઠા હતા, અને કેઈ તેને ઈ. સ. ૧૫૮૪ માં સિંહાસનરૂઢ થયેલો જણાવે છે. આ ઉભય તેમાંથી કયે મત સત્ય છે, તેને નિર્ણય અમારાથી થઈ શકતું નથી.”
ઉક્ત શિલાલેખમાં સં. ૧૮૫૯ હેઈને તે ધર્મમૂર્તિસૂરિ કે મહારાણા ઉદયસિંહના શાસનકાળ સાથે બંધબેસતું નથી. શ્રી પુરણચંદ નાહર આ લેખ એકસાઈથી તેમજ સંપૂર્ણ રીતે ઉકેલી શક્યા નથી, નહીં તે ઉપરોક્ત બાબતમાં ઘણો જ પ્રકાશ પાડી શકાત, મહારાણા ઉદયસિંહને જયેષ્ઠ પુત્ર શરસિંહ સંવત ૧૬૫૧ માં તખ્તનશીન થયે હેઈ આ લેખ તે પહેલાને હોવો જોઈએ. અન્ય દેષ્ટિથી સં. ૧૫૯ પણ હોઈ શકે. - (૨) લેખાંક ૩૨૧ માં રાઘવ દેવજીના નામનો ઉલ્લેખ છે. મેવાડના દેલવાડાના ખંડિત થઈ ગયેલા અંચલગચ્છના ઉપાશ્રયને એ લેખ છે. એના વર્ણન ઉપરથી જાણ શંકાય છે કે સંવત ૧૭૯૮ માં દેવપત્તનના નામથી સુપ્રસિદ્ધ થયેલું એ નગર સમૃદ્ધ હતું. રાજા રાઘવ દેવજી એને શાસક હતા. તે પ્રજાનું શ્રેય કરનારે તેમજ બધા ધર્મોને સમ
Epigraphia Indica, Vol. II. ૨ કર્નલ ટોડ પ્રણિત “રાજસ્થાનને ઇતિહાસ” ભા. ૨, પૃ. ૪૨-૪૩. ૩ “જૈન લેખસંગ્રહ” (સંશ્રી પરણચંદ નાહર ) નં. ૧, લેખાંક ૪૩.