________________
- ૧૩ (૨) ગાત્રો–વંશે-જ્ઞાતિઓ-શાખાઓ:
આ સંગ્રહમાં શ્રાવકના વિભાગો, પિટા વિભાગો, વંશ, શાખાઓ, ગાત્રો અને જ્ઞાતિઓ વિષે પ્રત્યેક લેખમાં કોઈ ને કોઈ ઉલ્લેખ આવે છે, જે સમાજશાસ્ત્રના અભ્યાસ માટે ઉપયોગી છે. અમુક લેખોમાં આવતાં શ્રાવક-શ્રાવિકાઓનાં નામો જે જોડી દેવામાં આવે તે આપણી સમક્ષ અમુક કુટુંબનું પાંચ-છ પેઢીઓનું વંશવૃક્ષ તયાર થઈ જાય. આ બધું જ્ઞાતિઓના ઈતિહાસ માટે માહિતી પૂરક છે. આ અંગેના સૂચિપત્ર ઉપરથી જાણી શકાશે કે પ્રસ્તુત સંગ્રહમાં એશવાળ, શ્રીમાલ, શ્રીશ્રીમાલ, પિરવાડ, ડીસાવાલ, પલીવાલ, નાગર અને ગૂર્જર જાતિઓના લેખો સમાવિષ્ટ છે. (૧) નાગરજ્ઞાતિ:
જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓમાં નાગર પણ એક જ્ઞાતિ છે. શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણના સમયમાં વડનગરના વણિકને નાગર-નગરમાં વસનાર–એવું પદ આપવામાં આવેલું. એ જ્ઞાતિ કાલાનુક્રમે માણસા, વસઈ, પીલવાઈ, અમદાવાદ, સુરત ઈત્યાદિ સ્થળમાં સ્થળાંતર થઈ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ. આ જ્ઞાતિમાંથી માટે શ્રમણવર્ગ અસ્તિત્વમાં આવતાં નાગરગચ્છની પણ ઉત્પત્તિ થઈ. આ જ્ઞાતિના મુત્સદ્દીઓએ મંત્રીપદો તેમજ રાજ્યોમાં સર્વોચ્ચ સ્થાને ભાવ્યા છે. અમુક નાગરે કે જેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો નહોતે તેમને અંચલગચ્છનાયક શ્રી મેરૂતુંગસૂરિએ પ્રતિબંધ આપી જેનધર્મી બનાવ્યા હતા તેવા ઉલેખ પ્રાચીન હસ્તલિખિત પ્રતેમાંથી પ્રાપ્ત થાય છે.' અંચલગચ્છના પટ્ટધરોના નેતૃત્વ હેઠળ આ જ્ઞાતિએ ઘણી જ પ્રગતિ સાધેલી, કિન્તુ એ ગચ્છના એસરતા જતા પૂરે તેમને નવું નેતૃત્વ શેધવાને અવકાશ આપે. ગુજરાતમાં વલ્લભ સંપ્રદાયે એ અરસામાં લોકોમાં ખૂબ જ આકર્ષણ પેદા કર્યું હતું. તેની અસરથી પ્રભાવિત થઈ થોડાક નાગરે વૈષ્ણવ બન્યા. કેમે ક્રમે ધર્મ પરિવર્તન કરનારાઓની સંખ્યા વધતી જ ગઈ. છેલ્લે વડનગરમાં સંવત ૧૯૩૦-૪૦ માં આ જ્ઞાતિના ૨૦-૩૦ જૈનકુટુંબ જ રહ્યા. જેને લઘુમતિમાં આવતા જ વિષ્ણુવજ્ઞાતિબંધુઓએ તેમને સાફ શબ્દોમાં સંભલાવી દીધું કે જે કંઠી નહીં બાંધે તે કન્યાની લેવડ–દેવડ બંધ થશે. જેનનાગરેએ આથી અમદાવાદના સંઘને વિનંતિ કરી કે તેમને અન્ય જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં આવે, નહીં તે જૈનધર્મને ત્યાગ કરવાની તેમના ઉપર ફરજ પડશે. અમદાવાદના સંઘમાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચા. જૈનધર્માનુયાયી હોવા છતાં સંઘના કેટલાક અગ્રણીઓએ જ્ઞાતિબંધનને વધુ વજન આપ્યું અને પરિણામે રહ્યા-સહ્યા નાગને અસહાય દશામાં ધર્માતર કરવાની ફરજ પડી. આમ ગતશતાબ્દીના પૂર્વાર્ધમાં જ આ સમર્થ જ્ઞાતિ જૈનધર્મના
૧ આચાર્ય ઉદયસાગરસૂરિએ રચેલ “ગુણવર્મરાસ” (સં. ૧૭૯૭) ની ગ્રંથપ્રશસ્તિમાં આ પ્રમાણે ઉલ્લેખ છે:–“ ગણનાયક મેરૂતુંગસૂરિસર, જસ મહિમાં અત્યંત; નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રમુમત સુર મુનિ સંત રે.” ઉપાધ્યાય દશનસાગરજીનાં “ આદિનાજી રાસ ” (સ. ૧૮૨૪ ) ની પ્રશસ્તિમાં પણ એવો જ ઉલ્લેખ છે જુઓ પ્રશસ્તિ કંડિકા ૮ મી.