________________
શરણ લેવાનું સારી રીતે સમજાવાયું છે. ત્યાર બાદ બીજા કર્તવ્ય તરીકે નાનાં-મોટાં આપણાથી થયેલાં દુષ્કતો-પાપોની નિંદા-ગહ કરવાનું કહ્યું છે. પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકોનું વર્ણન કરીને મારા જીવનમાં જે કોઈ પાપસ્થાનક સેવાઈ ગયું હોય તેની હું વારંવાર નિંદા-ગહ કરું એવી હિતશિક્ષા તેમાં ભરેલી છે. કરેલા પાપોની નિંદા-ગહ કરવાનું ગુરુજી વારંવાર કહે છે.
ત્રીજા કર્તવ્ય તરીકે સુકૃતની અનુમોદના વર્ણવી છે. હે જીવ! તે જે જે સુકૃતો કર્યો હોય, તેની ભૂરિ ભૂરિ અનુમોદના, કર જેનાથી પરિણામની ધારા ઉલ્લાસવાળી બને, તથા પંચપરમેષ્ટિનાં દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાનાં અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોનાં જે જે સુકૃતો હોય તેની તું અનુમોદના કર. તથા મિથ્યાદષ્ટિ જીવોમાં પણ જે જે સારા સારા ગુણો દેખાય, તે ગુણો પોતાનામાં લાવવાની પ્રેરણા મળે માટે તેની પણ તું અનુમોદના કર.
. આમ ત્રણે કાર્યોને સારી રીતે સમજાવીને ખુબ જ સારી હિતશિક્ષા આપી છે. ઉત્તમ આત્માઓએ પોતાના આત્મકલ્યાણ માટે આ સઝાય વારંવાર ભણવા જેવી, કહેવા જેવી અને નિરંતર ગાવા જેવી છે.
અમે લખેલા આ ભાવાર્થને ત્યારે સફળ માનીશું કે વધારેમાં વધારે ચતુર્વિધ શ્રી સંઘ આ પુસ્તકનો લાભ લે, વાંચે, વંચાવે અને જૈન શાસનની પ્રભાવના કરે એ જ આશા.
ધીરજલાલ ડી. મહેતા
એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯. ગુજરાત, ઈન્ડિયા. Ph. : 0261-2763070 M : 9898330835