Book Title: Amrutvelni Sazzay
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

Previous | Next

Page 4
________________ પ. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સ્તા ગુજરાતી ભાષામાં કાવ્ય રૂપે બનાવેલાં સ્તવનો, સઝાયો આદિની જે રચના છે તે એટલી બધી મનોહર અને ભાવવાહી છે કે જેને વારંવાર ગાયા જ કરીએ, બોલ્યા જ કરીએ, કંઠસ્થ કરીને ઉચ્ચારણ કર્યા જ કરીએ. એક-એક રચના અવર્ણનીય રસથી ભરેલી છે. જેમકે ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવનો, ચોવીશ પરમાત્માનાં ચોવીશ સ્તવનો, આઠ દૃષ્ટિની સજઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, સમ્યકત્વના ૬૭ બોલની સઝાય, ચડ્યા-પડ્યાની સઝાય, દ્રવ્યગુણ પર્યાયનો રાસ અને જસ્થાનની ચોપાઈ ઈત્યાદિ સુંદર-સુંદર ઘણી રચના છે. તેની અંદર “એક અમૃતવેલની સજઝાય” પણ છે. તે સઝાયમાં નામ જેવા જ ગુણો છે. જાણે અમૃતની વેલડી જ હોય તેમ પદ-પદે, ગાથાએ-ગાથાએ અમૃતના જેવો જાણે રસ ઝરતો હોય એવી મીઠાશ આવે. ગાથા માત્ર ૨૯ જ છે પણ તેમાં રહેલી મનોહરતા અમાપ-અપરિમિત છે. આત્માર્થી, દરેક મુમુક્ષુએ આ સઝાય કંઠસ્થ કરવા જેવી છે. પંચસૂત્રમાંના પ્રથમ સૂત્રનો જ સાર આ સઝાયમાં ભરેલો છે. મુખ્યત્વે ત્રણ કર્તવ્યો સમજાવ્યાં છે. એક ચતુદશરણ, બીજુ દુષ્કૃતગર્તા અને ત્રીજું સુકૃત અનુમોદના. રાગ મધુર, ભાષા મીઠી, પ્રસિદ્ધ શબ્દોમાં રચના, જાણે કોઈ ગાતું હોય તો સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ કે – ચેતન ! જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે ! ચિત્તડું ડમડોલતું વાળીએ, પામીએ સહજ સુખ આપ રે ચેતન! જ્ઞાન અજુવાળીએ ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 114