________________
૬૦
આગમ કથાનુયોગ-૬
-
, ,
,
,
અસુરેન્દ્ર ચમરનો તિગિચ્છાકૂટ પર્વત મૂળમાં ૧૦૨૨ યોજન છે. ૧૭૨૧ યોજન ઊંચો છે. તેની સુધસભા ૩૬ યોજન ઊંચી છે. તે ૫૧૦૦ સ્તંભોથી રચિત છે.
અસુરેન્દ્ર અસુરરાજ ચમરની રાજધાની ચમચંચા છે અને ચમરચંય નામે આવાસ છે.
ચમરેન્દ્રની વિકવણા શક્તિ – તે વૈક્રિય સમુદ્યાતથી સમવહત થઈને સંખ્યાત યોજનનો લાંબો દંડ કાઢે છે, સ્થૂળ પુદગલોને છોડી દે છે, સૂક્ષ્મ પુદગલોને ગ્રહણ કરે છે. પછી બીજી વખત વૈક્રિય સમુદ્રઘાત કરે છે. એ રીતે અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ દ્વારા પરિપૂર્ણ જંબૂદ્વીપને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. તદુપરાંત તિછલોકમાં પણ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રપર્વતના સ્થળો આકીર્ણ – યાવત્ – ગાઢાવગાઢ કરી શકે છે. પણ તે કદાપી તેવું કરતો નથી – કર્યું નથી અને કરશે પણ નહીં
અસુરેન્દ્ર ચમરની આત્યંતર પર્ષદામાં ૨૪,૦૦૦ દેવો, મધ્યમ પર્ષદામાં ૨૮,૦૦૦ દેવો અને બાહ્ય પર્ષદામાં ૩૨,૦૦૦ દેવો છે. અત્યંતર પર્ષદામાં ૩૫૦, મધ્યમ પર્ષદામાં ૩૦૦ અને બાહ્ય પર્ષદામાં ૨૫૦ દેવીઓ છે. ૦ ભગવંત–વંદનાર્થે ચમરનું આગમન, ચમરની ગતિ વિષયે પૃચ્છા :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું – યાવત્ – ભગવંત ત્યાં પધાર્યા. પરિષદુ પર્યાપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે ૬૪,૦૦૦ સામાનિક દેવોથી પરિવૃત્ત અને ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં અમર નામના સિંહાસન પર બેઠેલો અસુરેન્દ્ર અસુરરાજ ચમરે રાજગૃહમાં બિરાજમાન ભગવને અવધિજ્ઞાન વડે જોયા – યાવત્ – નાટ્યવિધિ દેખાડી જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો.
હે ભગવન્! અસુરકુમાર દેવોનું અધોગમન સામર્થ્ય છે ? હાં, ગૌતમ ! છે. હે ભગવન્! અસુરકુમાર દેવોનું અધોગમન સામર્થ્ય કેટલું છે ?
હે ગૌતમ ! સાતમી પૃથ્વી (નરક) સુધી તેની જવાની શક્તિ છે. પણ તેઓ ત્રીજી નરક સુધી ગયા છે, જાય છે અને જશે.
હે ભગવન્! તેઓ ત્રીજી નરક સુધી જાય તેનું કારણ શું?
હે ગૌતમ ! પોતાના પૂર્વ શત્રુને દુઃખ આપવા અથવા પૂર્વના સાથીની વેદનાના ઉપશમનને માટે તેઓ ત્રીજી પૃથ્વી સુધી જાય છે.
એ – જ – રી – તે અસુરકુમાર દેવો તીર્થો અસંખ્યાત દ્વીપ સમૂદ્રો સુધી જઈ શકે પણ તેઓ નંદીશ્વરતીપ સુધી ગયા છે, જાય છે અને જશે. તેઓ અરિહંત ભગવંતોના જન્મ, નિષ્ક્રમણ, નાણા અને પરિનિર્વાણનો મહોત્સવ કરવાને માટે નંદીશ્વર હીપે ગયા છે – જાય છે કે જશે. એ – જ – રી – તે અસુરકુમાર દેવો અય્યતકલ્પ સુધી જવા સમર્થ છે. પણ તેઓ સૌધર્મકલ્પ સુધી ગયા છે, જાય છે અને જશે. તેનું કારણ એ છે કે, જો તેમને વૈમાનિક દેવો સાથે ભવપ્રત્યયિક વૈરાનુબંધ હોય, તો ક્રોધવશ વૈક્રિય શક્તિ દ્વારા વિવિધરૂપ બનાવીને તથા પરકીય દેવીઓની સાથે સંભોગ કરતા,