Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 232
________________ દૃષ્ટાંત ઉપનય ૨ ૩૧ કરતા મૃત કરીને લાવ્યો. તેને પૂછયું તારો કોઈ સાક્ષી છે ? ઘોડાના સ્વામીએ કહ્યું, આનો પુત્ર મારો સાક્ષી છે. તેના પુત્રએ કહ્યું, આ વાત સત્ય છે. ત્યારે તે સંતુષ્ટ થયો. લોકો દ્વારા તે પ્રશંસા અને પૂજા પામ્યો. એ પ્રમાણે મૃષાવાદ વિરમણના ગુણો જાણવા ૦ આગમ સંદર્ભ :આવપૂ. ૬૫ની વૃ આવયૂ.ર-૫. ૨૮૫; – ૪ – ૪ – ૦ કોંકણક સાધુ – (થીણદ્ધિ નિદ્રાનું દષ્ટાંત). એક આચાર્ય ઘણાં શિષ્ય પરિવાર સહિત વિચરતા સંધ્યા કાળ સમયે અનેક સિંહવાળી અટવીમાં પહોંચ્યા. તે ગચ્છમાં દઢ સંઘયણવાળા એક કોંકણક સાધુ હતા. ગુરુએ કહ્યું, હે આર્યો ! અહીં સાવજ નો ઉપદ્રવ થાય તેનું નિવારણ કરે તેવા કોઈ સાધુ છે ? ત્યારે તે કોંકણગ સાધુએ કહ્યું, કઈ રીતે નિવારણ કરું ? વિરાધના કરીને કે વિરાધના કર્યા વિના ? શક્ય હોય ત્યાં સુધી વિરાધના ન કરવી, પછી વિરાધના કરવી જ પડે તો દોષ નથી. ત્યારે તે કોંકણગ સાધુએ કહ્યું, સુખે સુવો. હું તમારું રક્ષણ કરીશ. સાધુઓ સૂઈ ગયા. તે એકલા જાગતા સિંહને જોતા રહ્યા. સિંહને “હટ” કહ્યું તો ન ગયો. કપડાં વડે માર્યો ચાલ્યો ગયો. ફરી આવતો જોયો. તેને થયું કે આ બરાબર પરિતાપિત થયો નથી. તેથી પાછો આવ્યો. પણ સવારે જોયું તો એકેક પ્રહરે તેણે એક સિંહને આહત કરેલ, તે ત્રણે સિંહ મરેલા પડ્યા હતા. ત્યારે તે કોંકણકે આચાર્ય પાસે આલોચના કરી, શુદ્ધિ કરી. એ રીતે આચાર્ય પાસે કારણે અપરાધની શુદ્ધિ થઈ શકે. ૦ આગમ સંદર્ભ :નિસીભા. ૨૮૯, ૩૮૧૪ની ચું, -– ૪ – ૪ – ૦ કોંકણક :- (અનર્થડે સંબંધે દષ્ટાંત) કોઈ કોંકણકે દીક્ષા લીધી. વાયુને વાતો જોઈને તેણે વિચાર્યું કે મારા પુત્રો શું કરતા હશે ? તેઓ તો પ્રમાદી છે, તેમને પોતા કે પારકા વિશે કોઈ બુદ્ધિ નથી, ઇત્યાદિ– (તેઓ ખેતર ખેડશે નહીં તો કંઈ પાકશે નહીં. પછી પોતે શું ખારું ? બીજાને શું ખવડાવશે ? બાપડા દુઃખી થઈ જશે. એ પ્રમાણે ઇરિયાવહી દરમ્યાન ચિંતવના કરી. આ તેનું અપધ્યાન આચરણ કહેવાય.) ૦ આગમ સંદર્ભ :ગચ્છા ૪૩ની . આવયૂ.ર- ર૯૭; આવ.મૂ. ૭રની કલ્પસૂત્રવૃત્તિ. ૦ ભારવાહી પુરુષનું દષ્ટાંત - કોંકણ દેશમાં કોઈ દુર્ગમાં ભાંડાદિને ચઢાવતા–ઉતારતા તેમાં કોઈને

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274