Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
View full book text
________________
૨૩૬
આગમ કથાનુયોગ
૦ તોસલિ :- (વ્યાઘાત મરણનું દષ્ટાંત)
તોસલિ નામે આચાર્ય હતા. વનમાં મહિષી દ્વારા ઉપસર્ગ થયો. તોસલિદેશે ઘણી મહિષીઓ હતી. તેમાં કોઈ એક સાધુને અટવીમાં પરેશાન કર્યા. ભૂખથી પીડાઈને નિર્વાહ અશક્ય બનતા તેમણે ચારે પ્રકારના આહારનો પરિત્યાગ કર્યો. આ વાઘાતિમ મરણનું દૃષ્ટાંત જાણવું.
૦ આગમ સંદર્ભ :આયા.નિ. ૨૬૭ + વૃ;
આયા.. ર૪૯; –– ૮ – ૮ – ૦ તોસલિક :- (આચાર્યને શિષ્યોએ કેમ સાચવવા?)
કોઈ વણિક્ સમુદ્રમાં ગયેલો. વહાણને ગાઢ તોફાન નડ્યું. તે વણિકે ડરીને ઉપ-યાયના શરૂ કરી. તેણે માનતા માની કે, જો હું આ તોફાનમાંથી ઉગરીશ તો મણિમય એવી બે જિનપ્રતિમા કરાવીશ, ત્યારે દેવતાના અનુભાવથી તોફાન શાંત થઈ ગયું. પાર ઉતર્યા પછી લોભથી એક મણિરત્નમાંથી એક જ જિનપ્રતિમા કરાવી. પછી બીજા મણિરત્નથી બીજી પ્રતિમા પણ કરાવી. પછી તે ઘણાં પ્રયત્નથી પ્રતિમાનું રક્ષણ કરવા લાગ્યો. તેમાં એક પ્રતિમામાં એવો પ્રાતિહાર્ય ઉત્પન્ન થયો કે, તે સ્વયં પ્રકાશિત બની. તૌલિક રાજાએ આ વાત જાણી ત્યાર તે પ્રતિમા ગ્રહણ કરીને પોતાના શ્રીગૃહ ભાંડાગારમાં મુકી દીધી. પછી મંગલ બુદ્ધિથી તે પ્રતિમાની પૂજા કરવા લાગ્યો. જે દિવસથી તે પ્રતિમા શ્રીગૃહમાં આવી, ત્યારથી કોશાદિમાં વૃદ્ધિ થવા લાગી.
- આ રીતે પ્રતિમાની જેમ આચાર્યને શિષ્યોએ સાચવવા જોઈએ. ૦ આગમ સંદર્ભ :વિવ.ભા. ૨૨પ૬ થી ૨૫૬૧ + 4
– – – ૦ દેવદત્તા :- (અર્થ કથાનું દષ્ટાંત)
કોઈ વખતે બ્રહ્મદત્તકુમાર, અમાત્યપત્ર, શ્રેષ્ઠીપુત્ર અને સાર્થવાહ પુત્ર પરસ્પર વાત કરતા હતા કે, આપણામાંનો કોણ કઈ રીતે આજીવિકા ચલાવશે ? (જીવશે ?) ત્યારે રાજપુત્રે કહ્યું, હું પુણ્ય વડે જીવું છું, અમાત્ય પુત્રે કહ્યું, હું બુદ્ધિ વડે જીવું છું, શ્રેષ્ઠીપુત્ર કહ્યું, હું રૂપથી જીવું છું. સાર્થવાહ પુત્રે કહ્યું, હું દક્ષપણાથી જીવું છું.
તેઓ જ્યાં કોઈ જાણતા ન હોય તેવા નગરે ગયા. સાર્થવાહ પુત્રને દક્ષતાથી ભોજનાદિ લાવવા કહ્યું. તે કોઈ સ્થવિરવણિકની દુકાને રહ્યો. ત્યાં ઘણાં ખરીદનારા આવતા હતા. તે વખતે સાર્થવાહ પુત્રે પોતાની દક્ષતાથી તેને પડીકા બાંધવા આદિમાં મદદ કરી, વણિકને ઘણો લાભ થયો ત્યારે વણિકે તેને ભોજનાદિ માટે નિમંત્રણ આપ્યું. ત્યારે ચારે મિત્રો તેને ત્યાં ગયા. વિપુલ અશનાદિનો ભોગ કર્યો.
બીજે દિવસે વણિક પુત્રને કહ્યું, તે રૂપથી જીવવામાં માનતો હતો. દેવદત્તા નામની પુરુષ હેષિણી ગણિકાને ત્યાં ગયો. તેના રૂપમાં લુબ્ધ બનેલી ગણિકાએ દાસીની માફક

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274