________________
૨૪૦
આગમ કથાનુયોગ-૬
જાય, એવા વિષ્ણુ દેવકીના ઉદરમાં સમાઈ જાય, જો બધું શક્ય બને તો તું કહે છે તે કેમ શક્ય ન બને ?
પછી સસક કહેવા લાગ્યો, હું કૌટુંબિક પુત્ર, ક્યાંક ખેડતો હતો. હું શરદકાલે ખેતરમાં ગયો, તેમાં તલ થયા. તે એટલા મોટા થયા કે કુહાડાથી છેદવા પડ્યા. ઇત્યાદિ – ૪ – ૪ – તલના છોડ કુલાલ ચક્રની માફક પરિભ્રમણ કરતા હતા. વાદળા પણ તલની જ વૃષ્ટિ કરતા હતા. ભ્રમણ કરતા ચક્રની માફક તે તેલ પીલાયા. ત્યારે તિલોદા નામની નદીમાં પૂર આવ્યું. ત્યાં તિલ ચાલણી ખુંચી જતા મરી ગયો. મર્યા પછી તેનું ચામડું પણ દાંતરડા વડે કાપ્યું. તેલના રસથી ભર્યું. હું પણ દસ ઘડા તેલ પી ગયો. પછી તેલ પ્રતિપૂર્ણ દયિત લઈને ગામમાં પ્રવેશ્યો. એમ ભમતો ભમતો અહીં આવ્યો. મેં આવો પૂર્વે અનુભવ કર્યો. જેને પ્રતીતિ ન થાય તે ભોજન આપે.
ત્યારે બાકીનાએ કહ્યું કે, આવો ભાવ ભારહ રામાયણની કૃતિમાં જોવા મળે છે – તેના કટ, તટ, હાથીઓએ મદબિંદુથી ભાંગી નાંખ્યા. નદી હાથી, રથ, ઘોડાને વહાવવા
લાગી.
પછી મૂળદેવે શરૂ કર્યું. તરુણવયે હું ઇચ્છિત સુખાભિલાષી હતો. ધારાધરણ કરવા માટે સ્વામીગૃહે છત્ર–કમંડલ જોયું. હું વનમાં ગયો, મારો વધ કરવા આવનાર હાથીને જોઈને હું ડરી ગયો. પોતાને અશરણ જાણી, ન દેખાવા માટે નાળચા વાટે હું કમંડલમાં ચાલ્યો ગયો. તે હાથી પણ મારા વધને માટે અંદર આવ્યો. છ માસ સુધી તે હાથીને તે કુંડીમાં ભમાડ્યો. છ માસ પછી હું બહાર આવ્યો. તે હાથી પણ બહાર આવ્યો. તો પણ તે કુંડીમાં એક વાળ માત્રનો સ્પર્શ થયો નહીં. હું પણ પછી આગળ જોત-જોતો સ્વામી ગૃહે પહોંચ્યો. ત્યારપછી ભૂખ-તરસથી મેં ગણાય નહીં તેટલા ધારિયાની ધારાએ છ માસ ખાધું–પીધું, પછી અહીં આવ્યો. બોલો આ સત્ય છે ?
તેઓએ કહ્યું કે, બરાબર છે. કેમકે જે રીતે બ્રહ્માના મુખથી વિપ્રો નીકળ્યા. હાથમાંથી ક્ષત્રિયો, પેટમાંથી વૈશ્યો અને પગેથી શુદ્રો નીકળ્યા. જ્યારે આટલા લોકો તેના ઉદરમાં સમાઈ ગયા તો તું અને હાથી કુંડીમાં કેમ ન સમાઓ ? પછી કોઈ વખતે બ્રહ્મા વિષ્ણુનો ઉડ્ડાણ માટે દોડ્યા. દિવ્ય સહસ્ત્ર વર્ષ સુધી દોયા. તો પણ શિવના લિંગનો છેડો ન મળ્યો. તો જ્યારે આવડું મોટું લિંગ ઉમાના શરીરમાં સમાઈ શકે તો તું અને હાથી કુંડીમાં કેમ ન સમાઈ શકો ? વળી વિષ્ણુએ જગત્ રચ્યું. તેની નાભિમાંથી બ્રહ્મા પઘગર્ભ સમાન નીકળ્યા. તો પણ તેની નાભિમાં કાદવ ન લાગ્યો, તો પછી તું અને હાથી નીકળ્યા, તો પણ એક વાળ માત્ર પણ સ્પર્શ ન થયો તેમાં નવાઈ શી ? ઇત્યાદિ – ૪ – ૪ –
પછી ખંડપાણાએ કથા કહી. એ જ રીતે ધૂતણીએ કથા કહી. આ બધો લૌકિક મૃષાવાદ જાણવો – ૪ – ૪ –
૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૨૯૪પર૧૧ની ચૂત
બુ.ભા. ૨૫૬૪ની
–
૪
—
—
—