Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 252
________________ દૃષ્ટાંત ઉપનય ૨૫૧ ત્યારે રાજાએ કહ્યું, બાહુનું લોહી પીધું. સાથળનું માંસ ખાધું. ગંગામાં પતિને વહાવી દીધો. ખરેખર ! તારું પતિવ્રતાપણું ઘણું જ શોભન અને પ્રશંસનીય છે. બંનેને દેશનિકાલની આજ્ઞા આપી. એ રીતે સુકુમાલિકા સ્પર્શનેન્દ્રિય વિષયે ઘણું દુઃખ પામી. ૦ આગમ સંદર્ભ :આયામૂ. ૧૧૦ની જ આવ.નિ. ૯૧૮ની વૃ; આવ.૨.૧–૫ ૫૩૪; ભત. ૧૪૬; ૦ સોદાસ :- (જીન્દ્રિય વિષયમાં દષ્ટાંત) સોદાસ નામે એક રાજા હતો. તેને માંસ ઘણું પ્રિય હતું. પોપટને માર્યો. તેનું માંસ બિલાડો લઈ ગયો. કષાય પાસે માંસ માંગ્યું. ત્યાં પણ ન મળ્યું. ત્યારે કોઈ બાળકને મારીને તે માંસને સંસ્કારિત કર્યું. તેને તે માંસ ખૂબ જ ભાવ્યું. તેણે નોકરોને આવું માંસ રોજ લાવવા કહ્યું. પછી રોજ એક–એક મનુષ્યને મારીને તેને માંસ આપવા લાગ્યા. કોઈ આચાર્ય કહે છે. વિરહમાં મનુષ્યને મારતો હતો. – ૪ - ૪ - ૪ - મરીને રાક્ષસ થયો. ૦ આગમ સંદર્ભ :આયાત્મૃ. ૧૦૬; આયા.મૂ. ૧૧૦ની , ભા. ૧૪૫; આવ.નિ. ૧૫૫૦; આવનિ ૯૧૮– આવ.૨.૧–૫૩૪, ર-ર૭૧; – ૮ – – ૦ સોમિલ :- (અંધત્વ સંબંધી દષ્ટાંત) ઉજૈની નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ હતો. તે અંધ થઈ ગયો. તેને આઠ પુત્રો અને આઠ પુત્રવધૂ હતી. તેણે પુત્રોને કહ્યું, આંખની ચિકિત્સા કરાવો. તેઓ બોલ્યા કે, તમારે આઠ પુત્રોની સોળ આંખો છે. પુત્રવધૂની પણ સોળ આંખો છે. બ્રાહ્મણીને બે આંખો છે. આ રીતે ચોત્રીશ આંખો છે. બીજા પરીજનોને જે આંખો છે, તે બધી તમારી જ છે. કોઈ વખતે ઘર સળગ્યું. તે વખતે કોઈ તેને લઈ ગયું નહીં અને તે રડતા-રડતો સળગી ગયો. આ રીતે સંસારમાં અશુભ કર્મોથી બળવું નહીં ૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૧૧૫ર, ૧૧૫૩ + વૃક – ૪ – ૪ – ૦ સૌમિલિક :- (ચતુર્થવ્રત સંબંધી દોષનું દૃષ્ટાંત) એક સૌમિલિક નામે વણિકપુત્ર હતો. બીજો એક વણિક તેના ઘરની પાસે રહેતો હતો. તે સૌમિલિકની બહેન સાથે રહેવા લાગ્યો. એ રીતે કાળ પસાર થતો હતો. કોઈ વખતે તે વણિકને આ વાતની ખબર પડી ગઈ. સરકીને ઘરમાં જઈ તેને પકડી લીધો. કચરાના કૂવામાં નાંખ્યો, તે ત્યાં વિષ્ટાને ખાતો અને મૂત્ર પીતો રહ્યો. કોઈ વખતે વરસાદમાં ત્યાંથી પાણીમાં ઘસડાઈને ખાળ વાટે બહાર નીકળ્યો. પોતાના ઘેર ગયો. નાસ

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274