Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 253
________________ ૨૫૨ આગમ કથાનુયોગ નામના પૂર્ભિગંધે જોયો. તેણે બોલાવીને વૈદ્ય પાસે પહેલા હતો તેવા રૂપવાળો કર્યો. ફરી અવિરતિમાં પ્રવર્યો. એ રીતે ત્રણ વખત કચરાગૃહ (પાયખાના)માંથી નીકળ્યો. પછી સાંકળથી બાંધી દીધો. છેલ્લે મૃત્યુ પામ્યો. આ મૈથુનનો આલોકસંબંધી દોષ કહ્યો. પરલોકમાં નપુંસકપણું આદિ મળે છે. ૦ આગમ સંદર્ભ :આવ.યૂ.– ૨૯૦, ૨૯૧; ૦ ૫૦૦ સુભટ :- (એકમત થવા વિશે દષ્ટાંત) કોઈ સમયે ૫૦૦ સુભટો એકઠા થયા. તેઓ પરસ્પર સંપ વગરના હતા. વળી દરેક સુભટ અભિમાની હોવાથી પોતાને જ મોટો માનતો હતો. તેઓ કોઈ રાજા પાસે નોકરી માટે ગયા. રાજાએ પરીક્ષા કરવા નક્કી કર્યું. તેઓને માત્ર એક પલંગ જ સુવા માટે આપ્યો. દરેક ગર્વિષ્ઠ હોવાથી નાના–મોટાનો વ્યવહાર રાખતા ન હતા. તેથી પલંગ પર સુવા માટે તેમને વિવાદ થયો. તે નિમિત્તે તેઓ પોતપોતાના જાતિ, કુળ, વય આદિને મોટા-મોટા બતાવી વિવાદ કરવા લાગ્યા. પણ પલંગ એક જ હતો. બધા સૂઈ શકે નહીં. છેવટે તેઓએ ઠરાવ કર્યો કે, આપણે બધાં જ મોટા છીએ. બધાં સરખો હક્ક ધરાવે છે. માટે પલંગ વચ્ચે રાખવો. તેની સન્મુખ બધા પગ કરીને સુવે. જેથી કોઈ નાનું કે મોટું કહેવાશે નહીં. આ પ્રમાણે વિવાદનો નિવેડો કર્યો. પલંગ પર કોઈ સંત નહીં. રાજાએ ખાનગી પરષોને તેમની પ્રવૃત્તિ જોવા નીમેલા. તેમણે રાજાને સમગ્ર વૃત્તાંતનું નિવેદન કર્યું. ત્યારે રાજાએ તેમને અહંકારી, કુસંપી અને ઠેકાણા વિનાના જાણીને કોઈને નોકરીમાં રાખ્યા નહીં ૦ આગમ સંદર્ભઃકલ્પસૂત્ર–૬૬ની વૃ — — — — ૦ માનવભવની દુર્લભતાના દશ દષ્ટાંતો : (ઉત્તરાધ્યયન નિર્યુક્તિ–૧૬૦ની વૃત્તિમાં આ દશ દૃષ્ટાંતો આપેલ છે. જેનો દૃષ્ટાંતરૂપ સંક્ષિપ્ત સાર અહીં રજૂ કરેલ છે.) (૧) ચોલકનું દષ્ટાંત : | (ચોલકનો અર્થ ભોજન છે) – કોઈ એક બ્રાહ્મણે બ્રહ્મદત્ત ચક્રીને જ્યારે બ્રહ્મદત્તરૂપે અનેક સ્થાને ભટકતો હતો ત્યારે વિવિધ પ્રકારે તે સહાયક બન્યો હતો. જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યો. ત્યારે પૂર્વે કરેલા ઉપકારનું સ્મરણ કરીને તે બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું, તે બ્રાહ્મણે પત્નીની સલાહ મુજબ દરરોજ એક નવા ઘેર ભોજન અને દક્ષિણામાં એક સોનામહોર મળે તેવી માંગણી કરી. ત્યારે ચક્રવર્તીએ પહેલા દિવસે પોતાને ત્યાં ભોજન કરાવીને એક સોનામહોરની દક્ષિણા અપાવી. ત્યારપછી તે બ્રાહ્મણને બત્રીસ હજાર રાજાઓ, છન્નુ કરોડ ગામો અને

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274