Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 256
________________ દષ્ટાંત ઉપનય ૨૫૫ ભ્રમણ કરતા આઠ ચક્રોની શ્રેણી બનાવી. ઉપર શોભાયમાન પૂતળી મૂકી. તેમાં નીચે ત્રાજવામાં એક એક પલ્લામાં એક-એક પગ મૂકી, સમતુલા જાળવી ઊભા રહેવાનું અને નીચે નિર્મળ તેલમાં પળતા પ્રતિબિંબમાં જોઈને ઉપર ચક્રાતિચક્રો ઉપર રહેલી પૂતળીને વીંધવાની શરત હતી રાજાના એક–એક પુત્રો આવીને બાણ છોડતા ગયા. બધાં જ નિષ્ફળ ગયા, છેલ્લે એક પુત્ર બાકી રહ્યો. તેણે વિદ્યાગુરુને નમસ્કાર કર્યા. એકાગ્રચિત્ત થયો. ચક્રોના આરાના છિદ્ર એકરૂપ થયા, ત્યારે છિદ્ર જોઈ એકદમ બાણ છોડી રાધાને વીંધી નાંખી, કન્યા પરણ્યો. આ રીતે રાધાવેધને વીંધવા સમાન મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. (૮) કાચબાનું દષ્ટાંત : કોઈ ગહન વનમાં અતિ વિશાળ અને ગહન દ્રહ હતો. અનેક જળચરોથી વ્યાપ્ત હતો. તેમાં ઉપર અતિ જાડા પડવાળી સેવાળ પથરાયેલી હતી. જેનાથી ઉપરના ભાગે કંઈ જ દેખાતું ન હતું. કોઈ સમયે કોઈ કાચબો આમતેમ ભટકતો ભટકતો ઉપર આવ્યો. ડોક લંબાવી, તે સમયે સેવાળમાં છિદ્ર પડ્યું. તે રાત્રિએ શરદપૂર્ણિમાનો ચંદ્ર સમગ્ર કળાથી ખીલ્યો હતો. વળી ચારે બાજુ તારામંડળ હોવાથી આહ્માદક જણાતો હતો. કાચબો તે ચંદ્ર જોઈને વિસ્મય પામ્યો. તેને થયું કે મારા સમગ્ર કુટુંબીજનોને બોલાવું. એમ વિચારી તેઓને શોધીને એકઠા કરવા પાણીમાં ડુબકી મારી, તેટલામાં વાયરાથી સેવાળનું છિદ્ર પુરાઈ ગયું. હવે જ્યારે બધાં કુટુંબી કાચબા ભેગા થાય, ફરી ક્યારે સેવાળમાં છિદ્ર પડે, ફરી ક્યારે શરદપૂનમ આવે અને ચંદ્ર સોળે કળાએ ખીલે, ફરી કાચબો ક્યારે તેનું દર્શન કરે, એ બધું જ જેમ દુર્લભ છે. તેમ એક વખત ગુમાવેલો મનુષ્યજન્મ ફરી મળવો દુર્લભ છે. (૯) યુગનું દૃષ્ટાંત : કોઈ બે કુતુહુલી દેવ મેર પર્વતે આવ્યા. એક હાથમાં ધૂસર લીધું. બીજાએ સમિલા લીધી. અવળી દિશામાં દોડી સમિલા અને ધુંસરું સમુદ્રના સામસામે કિનારે ફેંક્યા, અપાર સમુદ્રજળમાં તે ખીલી અને ધુંસરું પ્રચંડ પવનથી આમતેમ ફેંકાવા લાગ્યા. ઘણો કાળ ગયો પણ બંને ભેગા ન થયા. ભેગા થઈ જાય તો પણ ધુંસરાના છિદ્રમાં સમિલાનો પ્રવેશ આપમેળે થવો જેમ અતિદુર્લભ છે, તેમ મનુષ્યપણાની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (૧૦) સ્તંભનું દષ્ટાંત : - કોઈ કુતૂહલી દેવે આ કાષ્ઠાદિના સ્તંભના ચૂરેચૂરા કર્યા. તેનું બારીક ચૂર્ણ કરી એક નલિકામાં ભર્યું. મેરુપર્વત ચડીને દશે દિશામાં તે સ્તંભના તમામ પરમાણુઓ ઉડાડી દીધા. પછી જોવા લાગ્યો કે આ પરમાણું ફરી એકઠા થાય અને ફરી સ્તંભ બની જાય. જોત-જોતામાં અનેક હજારો વર્ષો વીતી ગયા. પણ ન પરમાણુઓ એકઠા થયા કે ન તેનો સ્તંભ બન્યો. જે રીતે પરમાણુઓ એકઠા થઈને સ્તંભ થવો મુશ્કેલ છે, તેમ ભવસમુદ્રમાં ભટકી ગયા પછી મનુષ્યપણું પામવું ઘણું દુર્લભ છે.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274