Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 234
________________ દૃષ્ટાંત ઉપનય ૨૩૩ નામે સાહસિકયોધી મલ્લ આવ્યો. ખંડકર્ણ અમાત્યે મહાકાલ મશાનમાં છાગ, સુરાકુટ અને મદિરાઘટ વડે તેની પરીક્ષા કરી. ત્યાં તાલ પ્રમાણ પિશાચના હાથમાં માંસ આપ્યું. બીજો મલ્લ આવ્યો. તેની પણ તે જ પ્રમાણે પરીક્ષા કરી. કેવળ તાલ પિશાચના ભયથી તે ચાલ્યા ગયેલા. પણ તે મલ માંસ ખાધ, દારૂ પીને ઊભો રહ્યો. તાલપિશાચે આવીને હાથ ફેલાવીને કહ્યું કે, મને પણ આપ. ત્યારે તે સહસ્ત્રયોધી મલે કર્યા વિના પિશાચને પણ આપ્યું. પોતે પણ ખાધું. આ વાત રાજાના ગુપ્તચર પુરુષોએ ખંડ કર્ણને જણાવી. તેઓએ જાણ્યું કે ખરેખર આ સહસ્ત્રયોધી છે. આ પ્રમાણે આચાર્યોએ પણ તપ વગેરે દ્વારા આ સમ્યક્ પરિકર્મા છે કે નહીં ? તેની પરીક્ષા કરવી જોઈએ. ૦ આગમ સંદર્ભ :વ.ભા. ૭૮૩ + 4 ૦ ગંધપ્રિય :- (પ્રાણ ઇન્દ્રિય વિષયે મૃત્યુ) ગંધપ્રિય નામે કુમાર હતો, તે વારંવાર નાવ દ્વારા ક્રીડા કરવા જતો. શૌકયા માતાએ પેટીમાં વિષ રાખીને નદીમાં વહાવી. તેણે એકાંતમાં આ પેટી જોઈ. પેટીને બહાર કાઢી. ઉઘાડવા માટે પ્રયત્ન કર્યો. તેમાં પેટીમાં એક કપડામાં વીટેલ સમુદુગક (ડબ્બો) જોયો. તેને ઉઘાડીને સુંઘવા ગયો. સુંઘતાની સાથે જ મૃત્યુ પામ્યો. ધ્રાણેન્દ્રિય વશ જીવને આવા દુઃખો પડે છે. ૦ આગમ સંદર્ભ :આયા ૧૧૦ + વૃક્ષ આવ રૃ.૧–પૃ. ૫૩૩, આવ નિ ૯૧૮ની વૃ: ૦ ચારુદત્ત :- (દ્રવ્ય માર્ગનું દષ્ટાંત) એક ગાથાપતિનો પુત્ર હતો. તેણે પોતાની સર્વ સંપત્તિ વૈશ્યા પાછળ વેડફી દીધી. ત્યારપછી તે આજીવિકા માટે તેના મામા સાથે અહીં-તહીં સર્વત્ર ભટકવા લાગ્યો. તે ત્યારપછી સુવર્ણભૂમિ પણ ગયો – આ તેનો દ્રવ્ય માર્ગ જાણવો. ૦ આગમ સંદર્ભ :આયા.ધૂ. ૫૦; સૂય યૂ૫ ર૩૯, ૨૪૦; સૂય.નિ ૧૦૮ વૃ – ૪ –- ૪ - ૦ જિનદાસ (દાત્રક) :- (પચ્ચકખાણના ફળનું દષ્ટાંત) રાજપુર નગરે એક કુલપુત્ર થયો. તેને જિનદાસ નામે મિત્ર હતો. તે તેને સાધુ પાસે લઈ ગયો. તેણે મત્સ્ય માંસનું પચ્ચકખાણ કર્યું. દુકાળમાં લોકો માછલા ખાવા લાગ્યા. તે પણ શ્યાલ મહિલાના કહેવાથી ગયો. માછલાની પીડા જોઈને તેને પચ્ચક્ખાણ યાદ આવ્યું. તેણે માછલાને છોડી દીધો. એ રીતે ત્રણ દિવસમાં ત્રણ વખત માછલાને પકડ્યો અને છોડી દીધો. પછી તે જિનદાસમિત્ર અનશન કરીને રાજગૃહ નગરમાં મણિકાર શ્રેષ્ઠી પુત્ર દામન્નક નામે થયો.

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274