________________
દુઃખવિપાકી કથા
૧૪૩
ઉપગીયમાન–પ્રશસ્યમાન થતી વિચરવા લાગી.
ત્યારપછી સિંહસેન રાજા મધ્યરાત્રિએ અનેક પુરુષો સાથે ઘેરાઈને કૂટાગાર શાળાએ આવ્યો. બધાં જ દરવાજા બંધ કરાવી દીધા, ચારે તરફ આગ લગાડી દીધી. સિંહસેન રાજા દ્વારા આદીપ્ત કરાયેલ, સળગાવાએલ, ત્રાણ અને શરણરહિત થયેલી તે ૪૯૯ રાણીઓ અને તેની માતાઓ રદન, ઇંદન અને વિલાપ કરતી મૃત્યુ પામી. ૦ સિંહસેન રાજાનું મૃત્યુ અને ગતિ :
આ પ્રકારના કર્મ–વિજ્ઞાન અને આચરણવાળો સિંહસેન રાજા અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરીને ૩૪૦૦ વર્ષનું આયુ ભોગવીને ૨૨ સાગરોપમની સ્થિતિવાળી છઠી નરકે રિયિકરૂપે ઉત્પન્ન થયો. – તે સિંહસેનનો જીવ નારકીથી નીકળીને આ રોહિતક નગરમાં ત્તિ સાર્થવાહની કૃષ્ણશ્રીની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થયો. ૦ દેવદત્તાનો ભવ :
ત્યારે તે કૃષ્ણશ્રીએ નવ માસ પૂર્ણ થતા એક કન્યાને જન્મ આપ્યો. તે અતિ કોમળ હાથ-પગવાળી તથા સ્વરૂપવાનું હતી. પછી તે કન્યાના માતાપિતાએ બારમા દિવસે વિપુલ અશનાદિક તૈયાર કરાવ્યું – યાવતું – મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધીને નિમંત્રિત કરીને અને ભોજનાદિથી નિવૃત્ત થઈ તે કન્યાનું નામકરણ કરતાં દેવદત્તા નામ રાખ્યું. તે કન્યા પાંચ ધાવ માતા દ્વારા સંરક્ષણ અને વૃદ્ધિ પ્રાપ્ત કરતા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ. ત્યારપછી યૌવન, રૂપ, લાવણ્યથી અત્યંત ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ. કોઈ વખતે દેવદત્તા સ્નાનાદિ નિવૃત્ત થઈને સમસ્ત આભુષણોથી વિભૂષિત થઈ અનેક દાસીઓ સાથે પોતાના મકાન ઉપર સોનાના દડા વડે ક્રિડા કરતી વિચરતી હતી.
- આ તરફ સ્નાનાદિથી નિવૃત્ત – કાવત્ – સર્વાલંકાર વિભૂષિત વૈશ્રમણદત્ત રાજા અશ્વ પર બેસી અનેક પુરુષો સહિત અશ્વક્રિડાર્થે જતો દત્ત ગાથાપતિના ઘર પાસેથી નીકળ્યો. તેણે દેવદત્તા કન્યાને જોઈ. તેણીના રૂપ, યૌવન, લાવણ્યથી વિસ્મિત થયો. કૌટુંબિક પુરુષોને પૂછયું કે, આ બાલિકા કોણ છે ? તેનું નામ શું છે ? ત્યારે કૌટુંબિક પુરુષોએ કહ્યું, હે સ્વામી ! આ કન્યા દત્ત ગાથાપતિ અને કૃષ્ણશ્રીની પુત્રી છે. ૦ પુષ્પનંદી સાથે દેવદત્તાના લગ્ન :
ત્યારપછી રાજા વૈશ્રમણદત્ત અશ્વવારિકાથી પાછા આવીને પોતાના આત્યંતર સ્થાનીય બોલાવીને કહ્યું, તમે જાઓ અને દત્ત સાર્થવાહ તથા કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા કન્યાની પુષ્પનંદીની ભાર્યારૂપે માંગ કરો. ત્યારે તે આગંતર સ્થાનીય પુરુષોએ રાજાની આજ્ઞા સ્વીકારી – યાવત્ – સ્નાનાદિ ક્રિયા કરીને તથા પ્રાવેશ્ય ઉત્તમ વસ્ત્રો પહેરીને દત્ત સાર્થવાહને ઘેર આવ્યા. દત્ત સાર્થવાહ પણ તેમને જોઈને પ્રસન્નતા સાથે ઊભો થયો, સાત-આઠ ડગલા સામે ચાલ્યો. તેઓનું સ્વાગત કરી આસને બેસવા કહ્યું, પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને સુખપૂર્વક આસને બેઠા. પછી દત્ત સાર્થવહે તેમને પૂછયું કે, આપના શુભાગમનનું પ્રયોજન કહો.
ત્યારે રાજપુરુષોએ કહ્યું કે, હે દેવાનુપ્રિય ! અમે આપની પુત્રી દેવદત્તા કન્યાની યુવરાજ પુષ્પનંદીની ભાર્યારૂપે માંગણી કરવા આવ્યા છીએ. જો અમારી માંગ આપને