Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 219
________________ આગમ કથાનુયોગ-૬ (૧૫-૪૬૯ થી ૪૭૨) ક્ષુલ્લકમુનિ :– જ્યારે વજ્રઋષિ ૫૦૦ શિષ્યો સાથે રથાવર્ત્ત પર્વતે ગયા, માત્ર એક ક્ષુલકને ન લઈ ગયા, તે સુયશવાળા મુનિ અન્ય પર્વત રહ્યા. ત્યાં તે ઉપર તળે રહેલા એકાકી, ધીર, નિશ્ચયમતિક મુનિ પોતાના શરીરને વોસિરાવીને રહ્યા, ત્યાં તેમનું શરીર ઓગળી ગયું. અતિ સુકુમાલ એવા તે મુનિ સૂર્યના કિરણોના તાપથી માખણના પિંડ માફક વિલીન થઈને દેવલોકે ઉત્પન્ન થયા. ત્યારે તેના શરીરની રથલોકપાલોએ પૂજા કરી. તેથી આજ પર્યંત તે પર્વત રથાવર્ત્તગિરિ નામે લોકમાં વિખ્યાત છે. ૨૧૮ (૧૬-૪૭૩, ૪૭૪) વજ્રસ્વામી :– ભદંત વજ્રસ્વામી પણ બીજા પર્વતે (અનશન દ્વારા ઉત્તમાર્થને સાધ્યો ત્યારે) કુંજર સહિત શકે સારી રીતે તેમના દેહની પૂજા કરી રથસહિત પ્રદક્ષિણા કરી. એ રીતે સુરવરેન્દ્ર રથ રહિત તે પર્વતની પ્રદક્ષિણા કરી તેથી તેને કુંજરાવર્ત્ત પર્વત કહે છે.) (૧૭–૪૭૫–૪૭૭) અવંતિસેન અને મણિપ્રભ :– કૌશાંબીને મણિપ્રભે જ્યારે ઘેરી લીધી. અવંતીસેન ઘેરાઈ ગયો ત્યારે ધર્મયશ મુનિથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. વત્સકાતીરે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. નિર્મમ અને નિરહંકાર એવા તેમણે પર્વતના કંદરની શિલાએ એકાકીપણે ઉત્તમાર્થની સાધના કરી, આવો ભાવ સાધુએ ધારણ કરવો. (૧૮-૪૭૮) અર્હત્રક :– જે રીતે સુકુમાલ એવા અર્હત્રકે ઉષ્ણશિલાપટ્ટકે અનશન કરી શરીરને દ્રાવિત કર્યું, તે તેમનો ઉત્સાહને ચિંતવ. (૧૯–૪૭૯, ૪૮૦) ચાણક્ય :- નિઘૃણ સુબુદ્ધિએ પાદપોપગત ચાણક્યને છાણા વડે સળગાવ્યા છતાં ચલિત ન થયા, તેમની ધૃતિ ચિંતનીય છે. (૨૦-૪૮૧ થી ૪૮૩) બત્રીશ ઘટા પુરુષ :− (આ દૃષ્ટાંત “સંથારગ’’ પયત્રમાં આપ્યા પ્રમાણે જાણવું) (૨૧–૪૮૪) ઇલાપુત્ર :- જે રીતે ઇલાપુત્રના દૃષ્ટાંતમાં તે સંવેગ પામ્યો. તે રીતે જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તે સર્વ આદર વડે કરવું જોઈએ. (૨૨-૪૮૬) હસ્તિમિત્ર :– ઉજ્જૈનીના હસ્તિમિત્રને સાર્થ સાથે જતા વનમાં કંટક લાગતા પગ વીંધાયો, ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. (૨૩–૪૮૭) ધનમિત્ર :- ઉજ્જૈનીનો એક સાર્થવાહ, તૃષ્ણા પરીષહ સહન કરતો સમાધિ મૃત્યુ પામ્યો. (૨૪–૪૮૮, ૪૮૯) મુનિચંદ્ર તથા ચાર મુનિ :– રાજગૃહે મુનિચંદ્ર ઋષિએ મહાઘોર પરીષહો સહન કર્યા. રાજગૃહીથી જ નીકળેલા પ્રતિમા પ્રતિપત્ર ચાર મુનિઓ શીત પરીષહથી ક્રમે ક્રમે એકૈક પ્રહરે સિદ્ધિ પામ્યા. (૨૫-૪૯૦ થી ૫૦૪) ઉષ્ણાદિ પરીષહ :- ઉષ્ણ પરીષહથી તગર નગરીમાં અર્હત્રક, મશક પરીષહથી ચંપામાં સુમનોભદ્ર ઋષિ, ઉજ્જૈનીમાં ક્ષમાશ્રમણ આર્યરક્ષિત અચલકત્વ પરીષહ સહન કર્યા. અરતિમાં જાતિસૂકર, સ્ત્રીના વિષયે સ્થૂલભદ્ર, ચર્યા પરીષહમાં દત્ત, નૈષધિકીમાં કુરુદત્તસુત, ગજસુકુમાલ અને કૌશાંબીમાં સોમદત્તાદિના દૃષ્ટાંતો જાણવા. આક્રોશ પરીષહના વિષયમાં મથુરામાં મથુરક્ષપક તથા

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274