Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 221
________________ ૨૨૦ આગમ કથાનુયોગ-૬ તે જ વાળ વડે તે ઝેર આપ્યું. તે તુરંત વિનાશ પામ્યો. પછી તેમાંથી બધું વિષમય થવા લાગ્યું. આ રીતે તે શતસહસ્ત્ર વેધી ઝેરનો પ્રભાવ હતો. ત્યારે રાજાએ પૂછ્યું કે, આના નિવારણની કોઈ વિધિ છે ખરી ? વૈદ્ય કહ્યું, તે પણ છે. અગદે તેને ઉપશાંત કરવાની વિધિ પણ બતાવી. આ અગદની વૈનેયિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૯૪૪ + 9 આવ.૨.૧–પૃ. ૫૫૪; નંદી. ૧૦૨ + વૃ ૦ અગsદત્ત :- (કવ્યનિદ્રા પ્રતિષઁઘનું દષ્ટાંત છે.). ઉજ્જૈનીમાં જિતશત્રુ રાજા હતો. અમોઘરથ નામે રથિક હતો તેને યશોમતી નામની પત્ની હતી. અગsદત્ત પુત્ર હતો. અગડદત્ત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પાખ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછયું ત્યારે તેણીએ કહ્યું કે, આવા અમોઘપ્રહારી રથિક તારા પિતા હતા. ત્યારે અગડદને પૂછયું કે, એવું કોઈ છે કે, જે મને આ વિદ્યા શીખવે. ત્યારે માતાએ કહ્યું કે, કૌશાંબીમાં દૃઢપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે તે શીખવી શકે. ત્યારે અગડદર કૌશાંબી ગયો. તેણે બાણ, અસ્ત્ર, શસ્ત્ર, રથચર્યા કુશળ એવા દૃઢપ્રહારી આચાર્યને જોયા. ત્યારપછી તેણે પણ પોતાના પુત્રની માફક અગડદત્તને બધી વિદ્યાકળાઓ શીખવી. કોઈ દિવસે ગુરુજનની અનુજ્ઞા લઈને તે વિદ્યાસિદ્ધ પોતાની શિક્ષાનું દર્શન કરાવવા રાજકુળે ગયા. ત્યાં પોતાની બધી કળા બતાવી. સર્વે લોકો હતહૃદયવાળા થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું કે, આમાં કોઈ આશ્ચર્ય કે વિસ્મયનું કારણ નથી. બોલ તારે શું જોઈએ છે ? રાજાએ કહ્યું કે, પૂર્વે અહીં સંધિછેદકો હતા. અત્યારે પણ દ્રવ્યનું હરણ, ચોરી વગેરે થાય છે. માટે તું આ નગરનું રક્ષણ કર. પછી સાત અહોરાત્રમાં ચોરના સ્વામીને પકડી લાવવાનો નિર્ણય કરો. રાજાએ પણ તે વાત સ્વીકારી. ત્યારપછી અગવદત્ત ખુશ થતો નીકળ્યો. તેણે વિચાર્યું કે, આવા ચોર આદિ લોકો વિવિધ–છદ્મ વેશે ભટકતા હોય છે. તો હું તેમની આવા સ્થાનોમાં તલાશ કરું. ત્યાંથી નીકળી કોઈ શીતળ છાયાવાળા વૃક્ષની નીચે દુર્બલમલિન વસ્ત્ર ધારણ કરી, ચોરને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે જ વૃક્ષની છાયામાં કોઈ પરિવ્રાજક પણ પ્રવેશ્યો. તેના લક્ષણો જોઈને અગડદત્તને થયું કે નક્કી આ ચોર જણાય છે. તે પરિવ્રાજક તેને પૂછયું, તમે કોણ છો ? કયા નિમિત્તે ફરી રહ્યા છો ? અગડદત્તે કહ્યું કે, હું ઉજ્જૈનીનો છું, સંપત્તિ ખલાસ થઈ જતા ભટકી રહ્યો છું. ત્યારે તેણે કહ્યું કે, હું તને વિપુલ ધન આપીશ. ત્યારપછી રાત્રિ પડી. તે પરિવ્રાજકે ત્રિદંડનું શસ્ત્ર બનાવ્યું અને બોલ્યો કે, હું નગરમાં જઈ રહ્યો છું ત્યારે સાશંક એવો અગડદત્ત તેની પાછળ ચાલ્યો. તેને થયું કે આ જ તે ચોર છે. પછી તે પરિવ્રાજક કોઈ પુણ્યવાના શ્રીભવનમાં સંધિ છેદ કરીને ગયો. અનેક ભાંડાદિથી ભરેલ પેઢીઓ કાઢી, ત્યાં તે સ્થાપીને ગયો. અગડદત્તે તેનો પીછો કર્યો.

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274