Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
View full book text
________________
દષ્ટાંત ઉપનય
૨૧૩
મુનિના મહાવ્રતો પણ નાશ પામે છે.
(૧૫) ઇન્દ્રિયરાગથી થતી હાનિ :- શ્રોત્ર ઇન્દ્રિય વડે પરદેશ ગયેલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગ વડે મથુરાનો વાણિયો, ઘાણને વિશે રાજપુત્ર, જીલ્લાના રસથી સોદાસ, સ્પર્શઇન્દ્રિય વડે દુષ્ટ સોમાલિકાનો રાજા નાશ પામ્યો. એકેક વિષયે જો તે નાશ પામ્યા તો પાંચે ઇન્દ્રિયોમાં આસક્તનું શું થાય ? વિષયની અપેક્ષા કરનારો જીવ દસ્તર ભવ સમુદ્રમાં પડે છે અને વિષયથી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રમાં તરે છે. તે વિષયમાં રત્નદ્વીપની દેવીને મળેલા (જિનપાલિત અને જિનરક્ષિત નામના) બે ભાઈઓનું દષ્ટાંત છે.
(૧૬) કષાયના પરિણામ :- ક્રોધ વડે નંદ વગેરે, માન વડે પરસુરામ આદિ, માયા વડે પાંડુ આર્યા અને લોભ વડે લોભનંદ આદિ દુઃખને પામ્યા.
(૧૭) ઉત્તમાર્થ આરાધક :- શિયાળણીથી અતિશય ખવાતા, ઘોર વેદના પામતા પણ અવંતિસુકુમાલ ધ્યાન વડે આરાધના પામ્યા, સિદ્ધાર્થ (મોક્ષ) જેને પ્યારો હતો એવા ભદંત સુકોસલ પણ ચિત્રકૂટ પર્વતે વાઘણ વડે ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમ અનશન કરનાર ચાણક્ય મંત્રીને સુબંધુ મંત્રીએ સળગાવેલા છાણાંથી બળાયા છતાં ઉત્તમાર્થને પામ્યા.
૦ આગમ સંદર્ભ :- (પૂર્વે લખેલો અંક દષ્ટાંતનો છે અને પછી લખાયેલો અંક “ભરપરિણા” આગમનો છે.
૧-૫૦, ૨-૬૨, ૩-૬૭, ૪-૭૫, ૫-૭૮, ૬-૮૧, ૭-૮૭, ૮-૮૮, ૯૯૬, ૧૦–૧૦૧, ૧૧-૧૦૬, ૧૨–૧૧૧ થી ૧૧૩, ૧૩–૧૨૨, ૧૪–૧૩૫ થી ૧૩૭, ૧૫–૧૪૫ થી ૧૪૭, ૧૬-૧૫૩, ૧૭–૧૬૦ થી ૧૬૨;
– ૪ –– » – સંથારગ – આ પ્રકિર્ણકમાં કેટલાંક અતિ સંક્ષિપ્ત દષ્ટાંત છે. જેમાં સંથારાની આરાધના કરનારાના નામ અને તેનો કિંચિંતુ માત્ર પરીચય છે. જો કે તેમાંના ઘણાં દષ્ટાંતો પૂર્વે શ્રમણશ્રમણી આદિ વિભાગોમાં વિસ્તારથી આવી ગયેલા છે. જેની નોંધ તેમના આગમ સંદર્ભોને અંતે પણ કરી જ છે. તો પણ આ વિભાગમાં તેનો ફરી ઉલ્લેખ કર્યો છે. તે સંથાર–આરાધકોના માહાસ્ય દર્શાવવાને માટે છે.
આગમ સંદર્ભ નોંધ – દૃષ્ટાંતો અતિ–અતિ લઘુ હોવાથી તે–તે દષ્ટાંતની સાથે જ “સંથાગ આગમના ક્રમાંકો મૂકી દીધા છે.
(૧-૫૬, ૫૭) અર્ણિકાપુત્ર આચાર્ય :- પોતનપુરમાં પુષ્પચૂલા આર્યાના ધર્મગુરુ શ્રી અર્ણિકાપુત્ર પ્રખ્યાત હતા. તેઓ એક અવસરે નાવ દ્વારા ગંગાનદીને પાર કરતા હતા. નાવમાં બેઠેલા લોકોએ તે વેળાએ તેમને ગંગામાં ધકેલી દીધા. ત્યારબાદ અર્ણિકાપુત્ર આચાર્ય તે સમયે સંથારાને સ્વીકારી સમાધિપૂર્વક મરણને પ્રાપ્ત કર્યું.
(૨-૫૮ થી ૬૦) સ્કંદકસૂરિ-પ૦૦ શિષ્યો :- કુંભકાર નગરમાં દંડકરાજાના પાપબુદ્ધિ પાલક નામના મંત્રીએ સ્કંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાના કારણે, ક્રોધવશ બની માયાપૂર્વક પંચમહાવ્રતયુક્ત એવા શ્રી કુંદકસૂરિ આદિ પ૦૦ નિર્દોષ સાધુઓને મંત્રમાં પીલી નાંખ્યા. મમતારહિત, અહંકારથી પર તેમજ પોતાના

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274