Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 215
________________ ૨૧૪ આગમ કથાનુયોગ-૬ શરીરને વિષે પણ અપ્રતિબદ્ધ એવા તે ૪૯૯ મહર્ષિ પુરુષો તે રીતે પીલાવા છતાંય સંથારાને સ્વીકારીને આરાધકભાવમાં રહીને મોક્ષને પામ્યા. (૩-૬૧, ૬૨) દંડરાજર્ષિ–ચવરાજર્ષિ :- દંડ નામના પ્રખ્યાત રાજર્ષિ કે જેઓ પ્રતિમાને ધારણ કરનારા હતા. એક અવસરે યમુનાવક્ર નગરમાં ઉદ્યાનમાં તેઓ પ્રતિમાને ધારણ કરીને કાર્યોત્સર્ગ ધ્યાને ઊભા હતા, ત્યાં યવન રાજાએ તે મહર્ષિને બાણથી વીંધી નાંખ્યા, તેઓ તે વેળાયે સંથારાને સ્વીકારી, આરાધક ભાવમાં રહ્યા. ત્યારબાદ યવનરાજાએ સંવેગ પામીને શ્રમણપણાને સ્વીકાર્યું, શરીરને વિશે સ્પૃહારહિત બનીને કાયોત્સર્ગધ્યાને ઊભા રહ્યા. તે અવસરે કોઈએ તેઓને બાણથી વીંધ્યા, છતાંયે સંથારાને સ્વીકારી તે મહર્ષિ સમાધિમરણને આપ્યા. (૪-૬૩, ૬૪) સુકોશલ ઋષિ – સાકેતપુરના શ્રી કીર્તિધર રાજાના પુત્ર શ્રી સુકોશલ ઋષિ ચાતુર્માસના માસક્ષમણના પારણાના દિવસે, પિતામુનિ સાથે પર્વત પરથી ઉતરતા હતા. તે વેળાએ વાઘણ એવી પૂર્વજન્મની માતાએ તેઓને ફાડી ખાધા, છતાંયે તેમણે ગાઢ રીતે ધીરતાપૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં પુરા ઉપયોગશીલ રહ્યા. વાઘણથી ખવાતા એવા તેણે અંતે સમાધિપૂર્વકના મરણને પ્રાપ્ત કર્યું. (પ-૧૫, ૬૬) અવંતિસુકુમાલ :- ઉજ્જૈની નગરીમાં અવંતિસુકુમાલે સંવેગ ભાવને પામીને દીક્ષા લીધી. યોગ્ય અવસરે પાદપોપગમન અનશન સ્વીકારીને તેઓ મશાન મધ્યે એકાંત ધ્યાને રહ્યા હતા. રોષાયમાન એવી શિયાલણે તેઓને ત્રાસપૂર્વક ફાડી ખાધા. આ રીતે ત્રણ પ્રહર સુધી ખવાતાં તેઓ સમાધિપૂર્વક મરણને પામ્યા. ' (૬-૬૭ થી ૯૯) કાર્તિકાર્ય ઋષિ :- શરીરનો મલ, રસ્તાની ધૂળ અને પરસેવા આદિથી કાદવમય શરીરવાળા, પણ શરીરનાં સહજ અશુચિ સ્વભાવના જ્ઞાતા, સુરવણગ્રામના શ્રી કાર્તિકાર્યઋષિ શીલ તથા સંયમગુણોના આધારરૂપ હતા. ગીતાર્થ એવા તે મહર્ષિનો દેહ અજીર્ણ રોગથી પીડાતો હોવા છતાંયે તેઓ સદાકાળ સમાધિ ભાવમાં રમણ કરતા, એક સમયે રોહિડક નગરમાં પ્રાસુક આહારને ગd,તા તે ઋષિને પૂર્વવરી કોઈ ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. દેહ ભેદાવા છતાંયે તે મહર્ષિ એકાંત ઉજ્જs અને તાપ વિનાની વિશાલ ભૂમિ પર પોતાના દેહને ત્યજીને સમાધિમરણને પામ્યા. (૭-૭૦ થી ૭૨) ધર્મસિંહ :- પાટલીપુત્ર નગરમાં શ્રી ચંદ્રગુપ્ત રાજાનો શ્રી ધર્મસિંહ નામક મિત્ર હતો. સંવેગભાવ પામીને તેણે ચંદ્રગુપ્તની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી. શ્રી જિનકથિત ધર્મમાં સ્થિત એવા તેઓએ ફોલ્લપુર નગરમાં અનશન સ્વીકાર્યું અને ગૃધ્રપૃષ્ઠ પ્રત્યાખ્યાનને શોક રહિતપણે કર્યું. તે વેળા જંગલમાં હજારો પશુઓએ તેઓના શરીરને ચૂંથવા માંડ્યું. આમ જેનું શરીર ખવાઈ રહ્યું છે એવા એ મહર્ષિ, શરીરને વોસિરાવીને પંડિત મરણને પામ્યા. (૮-૭૩ થી૭૫) ચાણક્ય :- પાટલિપુત્ર નગરમાં ચાણક્ય નામે મંત્રી પ્રસિદ્ધ હતો. અવસરે સર્વ પ્રકારના પાપારંભોથી નિવૃત્ત થઈને તેઓએ ઇંગિની મરણને સ્વીકાર્યું. ત્યારબાદ ગાયોના વાડામાં પાદપોપગમ અનશને સ્વીકારીને તેઓ કાયોત્સર્ગ ધ્યાને ઊભા

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274