________________
૫૮
તેમની આજ્ઞા, સેવા અને નિર્દેશમાં રહે છે.
૦ અરિહંતોના કલ્યાણકમાં ઇશાનેન્દ્રની ઉપસ્થિતિ :
કોઈ પણ અરિહંત પરમાત્માના જન્મ, દીક્ષા, નાણ અને નિર્વાણ કલ્યાણકોમાં ઇશાનેન્દ્ર ઉપસ્થિત થાય છે. જન્માભિષેક, નિષ્ક્રમણાભિષેક, નિષ્ક્રમણ શિબિકા વહન, નાણકલ્યાણક મહોત્સવ, નિર્વાણ ક્રિયા આદિમાં ઇશાનેન્દ્ર આવે છે. આ વાતનો ઉલ્લેખ ભગવંત ઋષભ, ભગવંત મલ્લી અને ભગવંત મહાવીરની કથામાં થયો છે.
______
* — * -
0 ચમરેન્દ્ર કથા –
પૂરણ તાપસ કથા :
સ્પષ્ટીકરણ :– ચમર એ ભવનપતિનો એક ઇન્દ્ર છે. તેની કથા અહીં લેવાના શક્ર અને ઇશાન— ઇન્દ્રની કથા જેવા જ બે કારણ છે :~ (૧) ચમરેન્દ્રનો પૂર્વભવ મળે છે તે અને (૨) ચમરેન્દ્ર વિસ્તૃત સ્વરૂપ, પરીચય, વિગતો આગમોમાં અનેક સ્થાને જોવા મળેલી છે તે છે.
ચમરેન્દ્રનો ઉલ્લેખ આગમોમાં અનેક સ્થાને આવે છે. તેમાંના શક્યતઃ સ્થાનોનો નિર્દેશ અત્રે આગમ સંદર્ભમાં કરેલ છે.
જો કે અમારું કાર્યક્ષેત્ર કથાનુયોગ હોવાથી ચમરેન્દ્ર પરીચય, પૂર્વભવની પૂરણ તાપસની કથા અને ચમરેન્દ્રના જીવનના મહત્ત્વના પ્રસંગોનો અમે જરૂર ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેની અગ્રમહિષી, લોકપાલ, રાજધાની, અવધિસ્વરૂપ ઇત્યાદિ સંબંધિત વિગતોને અત્રે સ્પર્શેલ નથી.
ઇશાનેન્દ્ર માફક ચમરેન્દ્રનું વર્ણન કે પ્રસંગો પણ શકેન્દ્ર જેટલા આવતા નથી. તેથી કથાનો વિશેષ વિસ્તાર શક્ય નથી.
૦ આગમ સંદર્ભ :
આગમ કથાનુયોગ–૬
(શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્રની માફક ચમરેન્દ્રના આગમ સંદર્ભો પણ કથાને અંતે આપવાના બદલે પૂર્વે આપવાનું કારણ તેની વિપુલતા દર્શાવવાનો જ છે.)
આયા. પર૭, ૫૩૨; ઠા. ૯૮, ૧૬૨, ૨૭૦, ૨૮૭, ૪૩૭, ૪૩૮, ૫૮૬, ૬૮૨, ૬૮૩;
૯૧૮, ૧૦૦૩ + (આ બધાની)વૃત્તિ; સમ. ૪૧, ૪૨, ૧૦૮ થી ૧૧૨, ૧૨૯, ૧૪૨; ભગ ૧૦૫, ૧૪૦, ૧૫૧ થી ૧૫૫, ૧૭૦ થી ૧૭૬, ૧૯૩, ૨૦૧, ૨૦૬, ૩૭૩, ૩૭૪, ૪૮૭ થી ૪૮૯, ૫૮૬, ૬૮૭; નાયા. ૧૦૩, ૨૨૦, ૨૨૧;
જીવા. ૧૫૫, ૧૫૬;
દેવિં. ૧૫, ૨૧, ૨૮, ૨૯, ૩૯, ૪૧, ૪૫, ૫૨; કલ્પસૂત્ર—દશ આશ્ચર્યવૃત્તિ
૫. ૨૦૫, ૨૦૮, ૨૧૦, ૨૧૧;
X
X
પCL ૧૯;
જંબુ. ૪૬; આ.નિ. ૫૧૮, ૫૨૪ +
૦ ચમરેન્દ્રનો પરીચય :
ભવનવાસી દેવોમાં અસુરકુમાર જાતિના દેવોમાં દાક્ષિણાત્ય અસુર કુમારોનો ઇન્દ્ર ચમર છે. આ ચમરેન્દ્ર ત્યાં ૩૪ લાખ ભવનાવાસોનું (વૈમાનિક દેવોમાં વિમાન હોય છે, જ્યારે ભવનપતિ દેવોના ભવન હોય છે, તેથી અહીં ૩૪ લાખ ભવનોનું એમ લખેલ છે.), ૬૪,૦૦૦