________________
આગમ કથાનુયોગ-૬
ખંડ-૮ અન્યતીર્થિક કથાનક આગમોમાં જેમ મણ વર્ગની કથા આવે છે. શ્રાવક વર્ગની કથાઓ આવે છે, તેમ પરિવ્રાજક – તાપસ આદિ અન્યતીર્થિકોની કથાઓ પણ આવે છે.
જો કે અત્રે સંકલિત કરાએલી કથાઓમાં મોટા ભાગની કથાઓ આ પૂર્વેના તીર્થકર, ચક્રવર્તી, પ્રત્યેકબુદ્ધ, શ્રમણ, દેવ આદિ વિભાગોમાં આવી જ ગયેલી છે. જેમકે મરીચી, તામલીતાપસ, ધર્મચી ઇત્યાદિ. તો નારાયણ, બુદ્ધ જેવા અન્યતીર્થિઓની કથા નથી પણ આવી – અમે આ વિભાગને અલગરૂપે રજૂ કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે આગમમાં સમાવિષ્ટ વિવિધ વર્ગોનું નિદર્શન થઈ શકે. વળી જે શ્રમણ નથી, શ્રાવક નથી, દેવ પણ નથી એવા જે પાત્રો છે અને છતાં પણ તે ગૃહસ્થપણામાં પણ ન હોય અને સાધુપણામાં પણ ન હોય તેવા પરિવ્રાજક કે તાપસોને ક્યાં ગોઠવવા ? તો તે માટે આ વિભાગ અલગ ગોઠવેલ છે.
જે-જે કથાઓ શ્રમણ કે શ્રાવક કે દેવ કે અન્ય સ્વરૂપે આવી ગયેલ છે. પણ તેઓ પૂર્વે કે પછી તાપસ – પરિવ્રાજક આદિ અન્યતીથિંકરૂપે હોય કે થયા હોય તેવા–તેવા પાત્રોની સમગ્ર કથા તો પૂર્વે આવેલી જ છે. તેથી અહીં તે કથાના માત્ર પરિવ્રાજકપણાનું સારૂપ કથન જ કરેલ છે. સમગ્ર કથા પણ નહીં કે સમગ્ર કથાનો સાર પણ નહીં
૦ મરીચિ કથા –
(ભગવંત મહાવીરના પૂર્વભવની આ કથા સર્વ પ્રસિદ્ધ અને સર્વવિદિત જ છે. તીર્થકર મહાવીર કથામાં આવી જ ગયેલ છે. તો પણ તેની કથાથી જ અન્યતીર્થિક કથાનો આરંભ કરીએ છીએ કેમકે મરીચીને આદ્ય પરિવ્રાજક કહ્યા છે.)
ભગવંત ઋષભના પૌત્ર અને ભરતના પુત્ર એવા મરીચિએ દીક્ષા ગ્રહણ કરી પણ કોઈ વખતે ઉનાળામાં તાપ આદિ પીડાતા અને અસ્નાન પરીષહ સહન ન થવાથી તેણે સંયમપણાથી વિચલિત થઈ કુલિંગીપણાની વિચારણા કરી તેણે નવો વેશ. (પરિવ્રાજકપણું) સ્વ કલ્પનાથી રચ્યું તે આ પ્રમાણેમરીચિનો પરિવ્રાજક વેશ :
મરીચિએ શ્રમણપણું ત્યાગી ત્રિદંડીપણું ધારણ કર્યું. હાથમાં ત્રિદંડ ચિલ રાખ્યું, અસ્ત્રા વડે માથે ટકો કરીને ચોટલી રાખવાનું શરૂ કર્યું. સ્થળ હિંસા ત્યાગાદિ દેશવિરમણપણું સ્વીકાર્યું, કમંડલ રાખ્યું, ચંદનાદિ વિલેપન શરૂ કર્યું, માથે છત્ર ધારણ કર્યું, પગમાં પાદુકા પહેરી, કાષાયિક (ભગવા) વસ્ત્રો ધારણ કર્યા, પરિમિત જળથી સ્નાન શરૂ કર્યું. ઇત્યાદિ પરિવ્રાજક વેશ ધારણ કર્યો.
મરીચિની આવી વિચિત્ર વેશભૂષા જોઈને લોકોને કુતૂહલ ઉત્પન્ન થવાથી તેની આસપાસ મંડરાવા લાગ્યા. ધર્મ પૂછવા લાગ્યા – ૪ – ૪ – ૪ – જો કે તેઓ જિનપ્રણિત ધર્મની પ્રરૂપણા કરતા હતા – ૪ – ૪ – ૪ –
કોઈ વખતે બિમાર પડેલા મરીચિને થયું કે નિરોગી થયા પછી મારે કોઈને શિષ્ય બનાવવો – ૮ – ૮ – ૮ - કપિલને (કે જે ગૌતમસ્વામીનો જીવ હતો તેને) ભારે કર્મી જાણી પોતાનો શિષ્ય બનાવ્યો. તેની પાસે જ્યારે એમ કહ્યું કે, હે કપિલ ! જિનેશ્વર પ્રરૂપિત માર્ગમાં ધર્મ છે – તેમ મારા માર્ગમાં પણ ધર્મ છે કપિલ આ વાત સાંભળી