________________
૭૦
આગમ કથાનુયોગ-૬
શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું હે ગૌતમ! ધ્યાનાન્તરિકામાં વર્તતા એવા તને આવો – યાવત્ – સંકલ્પ થાઓ – જેથી તું શીઘ મારી પાસે આવ્યો, તો હું ગૌતમ! શું આ વાત યથાર્થ છે ? હાં, ભગવન્! આ વાત યથાર્થ છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, હે ગૌતમ ! તું તે જ દેવો પાસે જા, તે દેવો જ તને આ વિષયમાં કહેશે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞાથી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કરીને તે દેવો પાસે જવા ઉદ્યત થયા.
ત્યારે તે દેવોએ ગૌતમસ્વામીને પોતાની તરફ આવતા જોયા. જોઈને હર્ષિત – યાવતુ – પ્રફુલ્લિત હૃદય થયા. પોતાના સ્થાનેથી ઊભા થયા જલ્દીથી તેમની સામે ગયા. ગૌતમસ્વામી પાસે આવીને – યાવત્ – નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! મહાશુક્ર કલ્પના મહાસામાન વિમાનના મહાદ્ધિવાળા અમે બે દેવ – યાવત્ – પૂછયું કે કેટલા શિષ્યો સર્વો દુઃખોનો અંત કરશે ? ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમારા મન વડે પૂછાયેલા પ્રશ્નનો મન વડે જ ઉત્તર આપતા કહ્યું કે, – યાવતું – મારા ૭૦૦ શિષ્યો – થાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
- આ રીતે અમારા મનથી જ પૂછાયેલા પ્રશ્નનો શ્રમણ ભગવંત મહાવીર દ્વારા મનથી જ ઉત્તર પ્રાપ્ત કરીને અમે ભગવંતને વંદન–નમસ્કાર કર્યા – યાવત્ – પર્યાપાસના કરી રહ્યા છીએ. આ પ્રમાણે કહીને તે દેવોએ ગૌતમસ્વામીને વંદનનમસ્કાર કર્યો. ત્યારપછી તે દેવો જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા.
૦ આગમ સંદર્ભ :ભગ. ૨૨૮;
મ
૦ માગઘદેવ કથા :–
માગધ તીર્થનો અધિપતિ દેવ છે. તેના સંબંધનો કથાપ્રસંગ ચક્રવર્તી ભરતની દિગ્વીજય યાત્રા – છ ખંડ સાધનામાં આવે છે, ત્યાંથી જોવો.
૦ આગમ સંદર્ભ :જંબૂ. ૬૭;
આવ. યૂ.૧–પૃ૧૮૬ – – – ૦ વરદામ દેવ કથા :
વરદામ તીર્થનો અધિપતિ દેવ છે તેના સંબંધનો કથાપ્રસંગ ચક્રવર્તી ભરતન દિગ્વીજય યાત્રા – છ ખંડ સાધનામાં આવે છે, ત્યાંથી જોવો.
૦ આગમ સંદર્ભ:જંબૂ છ3;
આવ.૨.૧–પૃ. ૧૮૭ – ૪ – ૪ –