________________
પ્રાણી કથાનક
X
× –
કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. તેઓને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી “ભૂતાનંદ' નામક હસ્તિરાજને તૈયાર કરો × તેઓએ ભીમ સંગ્રામને યોગ્ય ઉદાર “ભૂતાનંદ' હસ્તિરાજને સુસજ્જિત કર્યો × − x − x ~ કૂણિક ભૂતાનંદહસ્તિરાજ પર આરૂઢ થઈને રથમૂસલ સંગ્રામમાં ઉતર્યો – ૪ – x – ૪ – કૂણિક રાજા કેવળ એક ભૂતાનંદ હાથી વડે સમગ્ર શત્રુસૈન્ય પરાજિત કરવામાં સમર્થ થયો.
હે ભગવન્ ! તે ભૂતાનંદ હસ્તિરાજ કઈ ગતિથી મરીને સીધો ભૂતાનંદ હસ્તિરાજરૂપે અહીં ઉત્પન્ન થયો ?
૮૭
હે ગૌતમ ! તે અસુરકુમાર દેવલોકથી મૃત્યુ પામીને સીધો જ ઉત્પન્ન થયો છે. હે ભગવન્ ! ભૂતાનંદ હસ્તિરાજ મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં તે ભૂતાનંદ હાથી નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
હે ભગવન્ ! ત્યાંથી નીકળીને તે ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહે ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – તે ભૂતાનંદનો જીવ સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ
ભગમ ૩૭૩, ૬૯૫ + ;
X
X
૦ સેચનક હાથીની કથા :–
(આ કથા વત્તેઓછે અંશે પૂર્વ શ્રેણિક રાજા, કોણિક રાજા, વેહા શ્રમણ કથા શ્રેણિક પુત્ર નંદિષણની કથા આદિમાં આવી ગયેલ છે. ત્યાં ત્યાં પણ જોઈ જવું.)
૦ સેચનક હાથીની ઉત્પત્તિ ઃ–
કોઈ એક વનમાં હાથીનું જૂથ રહેતું હતું. તે જૂથનો અધિપતિ એવો હાથી જે જે હાથી ઉત્પન્ન થાય, ત્યારે તે હાથી બચ્ચાને મારી નાંખતો હતો. કોઈ વખતે કોઈ હાથણી પ્રસૂતા થઈ. તે ત્યાંથી સરકીને એકલી વિચરવા લાગી. એમ કરતા અન્યદા કોઈ દિવસે તૃણનો ભારો લઈને તે હાથણી તાપસોના આશ્રમમાં પહોંચી. ત્યાં જઈ તાપસોના પગે પડી. તાપસોએ જાણ્યું કે આ હાથણી આપણા શરણે આવેલી છે. ત્યાં વિશ્વાસપૂર્વક ચરતા—ચરતા તે વીયાણી. તેણીએ એક હાથીપુત્રને જન્મ આપ્યો.
તે હાથણી અવારનવાર હાથીના જૂથમાં જતી આવતી. પાછી આશ્રમે આવીને પોતાના પુત્ર હાથીને દૂધ પીવડાવી ચાલી જતી. એ પ્રમાણે તે હાથી મોટો થયો. ત્યારે તે હાથી જોતો કે તાપસપુત્રો પુષ્પના બગીચાને પાણી વડે સીંચે છે. ત્યારે સેચનક હાથી પણ પોતાની સૂંઢ વડે પાણી સિંચવા લાગ્યો. તેથી તે હાથીનું સેચનક એવું નામ પડી ગયું. ત્યારપછી યુવાન થયેલો તે હાથી મત્તગજ થઈ ગયો. તેણે હાથીઓના જૂથને જોયું ત્યારે સંજ્ઞાથી જૂથપતિને મારી નાંખ્યો. પોતે જ જૂથપતિ થઈ ગયો. કોઈ વખતે હાથીને પોતાના જ્ઞાનથી ખ્યાલ આવ્યો કે હાથણીએ તેને ગુપ્ત રીતે આ આશ્રમમાં ઉછરેલો હતો. ત્યારે તેના મનમાં થયું કે ભવિષ્યમાં આ રીતે ફરી કોઈ હાથણી અહીં આવી બીજા