________________
૮૮
આગમ કથાનુયોગ-૬
હાથીને જન્મ ન આપે, તે માટે તે આશ્રમને નષ્ટ–ભ્રષ્ટ કરી દીધો.
ત્યારે કોપાયમાન થયેલા તાપસોએ રાજગૃહે જઈ શ્રેણિક રાજા પાસે સેચનક હાથીની મહત્તા જણાવી. ત્યારે શ્રેણિકે વિચાર્યું કે, આ હાથીને પકડી લાવવો. પછી તે હાથીને પણ પૂર્વભવની સ્મૃતિથી ખ્યાલ આવી ગયો – યાવત્ – તે પોતે જ શ્રેણિક રાજાની આલાનશાળાએ જઈને રહ્યો. હાથી શાળામાં પ્રધાનહસ્તિ થઈને રહ્યો. ૦ સેચનકનો પૂર્વભવ :
પૂર્વભવે આ સેચનક હાથી કોઈ બ્રાહ્મણ હતો, તે ઘણાં જ યજ્ઞ કરતો હતો. તે વખતે તેણે યજ્ઞપાટક માટે કોઈ દાસ રાખેલો હતો. ત્યારે તે દાસે કહ્યું કે જો મને તમે યજ્ઞની શેષ (ભાગ) આપો તો હું અહીં રહું અન્યથા મારે રહેવું નથી. ત્યારે બ્રાહ્મણમાં તે દાસની વાત સ્વીકારી. દાસ પણ ત્યાં રહ્યો. ત્યારપછી યજ્ઞમાંથી જે કંઈ ભાગ મળતો તેમાંથી તે દાસ સાધુ-સંતોને ભાગ આપતો (વહોરાવતો) એ રીતે આહાર દાન દ્વારા તેણે દેવાયુ બાંધ્યું. દેવલોક જઈને તે દાસ શ્રેણિકના પુત્રરૂપે જન્મ્યો. પેલો યજ્ઞ કર્તા બ્રાહ્મણ પણ સંસાર ભ્રમણ કરતાં-કરતો સેચનક હાથી થયો. જ્યારે જ્યારે નંદિષેણ તે હાથી પર આરૂઢ થતો ત્યારે ત્યારે ઓ–મન–સંકલ્પ થઈ જતો. વિમનસ્ક થઈ જતો. ૦ સેચનક હાથી સાથે સંકડાયેલ વિવિધ પ્રસંગો :
–૦- રાજા શ્રેણિકની એક રાણી ધારિણીને જ્યારે મેઘકુમાર ગર્ભમાં આવ્યા ત્યારે સેચનક ગંધહતિ પર આરૂઢ થઈ નગર યાત્રા કરવાનો દોહદ ઉત્પન્ન થયો – યાવત્ – તેણી રાજા શ્રેણિકની સાથે સેચનક ગંધહસ્તિ પર આરૂઢ થઈને દોહદ પૂર્ણ કર્યો. (આ આખો પ્રસંગ મેઘકુમાર શ્રમણની કથામાં આવી ગયો છે. કથા જુઓ મેઘકુમાર).
-૦– કોઈ વખતે આ સેચનક હાથી નદીમાં પાણી પીવા ગયેલો. ત્યારે મગરમચ્છે તેને પકડી લીધો. તે વખતે રાજાએ અભયકુમારને કહ્યું, અભયકુમારે કહ્યું કે, જો કોઈ જયકાંત મણિ આપે તો આનો ઉપાય થાય – ૮ – ૮ – ૮ – જલકાંત મણિ પાણીમાં મુકતાં જ પાણી ત્યાંથી ખસવા લાગ્યું. મગર સેચનકને છોડીને જળ સાથે ચાલ્યો ગયો. (આ સમગ્ર પ્રસંગ કૃતપુણ્યની કથામાં આવી ગયો છે. કથા જુઓ કૃતપુણ્ય)
–૦- જ્યારે અભયકુમારે દીક્ષા ગ્રહણ કરી ત્યારે શ્રેણિક રાજાએ વિચાર્યું કે, હવે આ રાજ્ય કોણિકને સોંપી દઈશ. તેથી તેણે સેચનક હાથી વેહલકુમારને (હલ)ને ભેટ આપી દીધો. (આ પ્રસંગ રાજા શ્રેણિક અને કોણિકની કથામાં આવી ગયેલ છે.)
–૦- સેચનક હાથી લઈને વેહલકુમાર વિવિધ પ્રકારની ક્રીડા કરતો. સેચનક પણ વેહલકુમારની રાણીઓને આશ્ચર્યકારી અને રમણીય જલક્રીડા કરાવતો ત્યારે નગરજનો પરસ્પર વાતો કરતા કે, ખરેખર ! રાજ્યની લક્ષ્મી તો વેહલ્લકુમાર જ ભોગવી રહ્યો છે. (આ પ્રસંગ કોણિકની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ કોણિક)
–૦- રાજા કોણિકની પત્ની રાણી પદ્માવતીએ તે સેચનક હાથી લઈ લેવા માટે જીદ પકડી, વેહલકુમાર સેચનક હાથીને લઈને વૈશાલી ચેટક રાજા પાસે ચાલ્યો ગયો. પછી સેચનક હાથીને પ્રાપ્ત કરવા માટે રાજા ચેટક અને રાજા કોણિક વચ્ચે મહાસંગ્રામ ખેલાયો. રથમૂસલ અને મહાશિલાકંટક યુદ્ધ થયા. (જુઓ કોણિકની કથા)